હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કિડની કેર ,મેહતા હોસ્પિટલ ખાતે માનનીય ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર શ્રી કનુભાઈ દેસાઈ ના વરદહસ્તે અદ્યતન કાર્ડિયાક/ઇન્ટેનસીવ કેર એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું.પારડી તાલુકાની જનતા માટે આશીર્વાદ રૂપ બની રહેશે
કિલ્લા પારડી.તા.5 ફેબ્રુઆરી,2022.
સેવાકીય કાર્યોમાં અગ્રેસર સંસ્થા હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સર્વાકીય પ્રકલ્પોમાં વધુ એક સુવર્ણ પંખ આજરોજ ઉમેરાયું.પારડીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ના ફંડ માંથી અત્યાધુનિક કાર્ડિયાક/ઇન્ટેનસીવ કેર એમ્બ્યુલન્સ લોકસેવા અર્થે આપવામાં આવી.જેનું લોકાર્પણ શ્રી કનુભાઈ દેસાઈ ના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ગણ, જિલ્લા ભા જ પ પ્રમુખ હેમંત કંસારા,મહામંત્રી કમલેશ પટેલ,મહેન્દ્ર ચૌધરી,ડો.થોસર,રાજેશ રાણા,મહેશ દેસાઈ,પારડી નગરપાલિકાના કોર્પોરેટરો,સિનિયર સીટીઝન પ્રવીણ શાહ,સંજય બારીયા પારડી નગર ના નગરજનો,સામાજિક રાજકીય અગ્રણીઓ ,દાતાઓ વગેરે મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.
હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન ડો.પ્રફુલ મેહતા એ સૌ ને આવકાર્યા હતા.અને ટ્રસ્ટ ની પ્રવૃત્તિઓમાં હંમેશા સાથ સહકાર આપતા કેબિનેટ મંત્રી શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.ટ્રસ્ટ ના વાઇસ ચેરમેન શરદ દેસાઈએ શ્રી કનુભાઈ દેસાઈનો વિશેષ આભાર માનતા ટ્રસ્ટ ને મદદરૂપ થવા બદલ તથા રસ્તા નું જરૂરિકામ હાથ ધરવા બદલ આભાર માન્યો હતો.શ્રી કનુભાઈ દેસાઈને આભાર પત્ર પાઠવી તેમનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે ડુમલાવ ના લાલભાઈ સહકારી પરિવાર મંડળ તરફથી હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ને સ્વ.જ્યોતિબેન તથા સ્વ.બાબુભાઇ લાલભાઈ ભગવાનજી દેસાઈ ના પુણ્ય સ્મરણાર્થે રૂપિયા એક લાખ નું દાન આપવામાં આવ્યું હતું.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877