એ લોકો તમારો દિવસ બગાડવાનો પ્રયત્ન કરશે. Don’t let them succeed. આ જગતમાં સૌથી વધારે કડવાશ એ લોકો ફેલાવતા હોય છે, જેઓ પોતાની જાત સાથે નાખુશ હોય છે. દિવસ દરમિયાન આપણી મુલાકાત આવા અસંખ્ય લોકો સાથે થતી હોય છે જેઓ પોતાની જાત, જિંદગી અને પરીસ્થિતિથી નાખુશ છે. ગિન્નાયેલા છે. અસંતુષ્ટ છે. હકીકતમાં તેઓ અંદરથી પીડાય છે. આપણી સાથેનો તેમનો દુર્વ્યવહાર એ બીજું કશું જ નથી પણ તેમની અંદર રહેલી પીડાનો ઉભરો છે.
ટ્રાફિકમાં ફસાયેલા હોઈએ ત્યારે પાછળ રહેલા વાહનનું સતત હોર્ન મારવું, આપણને ઓવર-ટેક કરીને આપણી સામે તિરસ્કાર કે ગુસ્સાની નજરે જોવું, ફેસબુકની પોસ્ટ પર નેગેટીવ કમેન્ટ કરવી, એક સુંદર સ્માઈલ આપવાને બદલે સામે મળે ત્યારે સંભળાવી દેવું, કોઈની વાત કાપી નાખવી અને આવું તો કેટલુંય. આ બધા ઉદાસીના લક્ષણો છે. આ દુનિયામાં સારા કે ખરાબ લોકો નથી હોતા. ફક્ત પ્રસન્ન કે દુઃખી લોકો હોય છે.
જેમનામાં ઈર્ષા, તિરસ્કાર, ગુસ્સો કે નફરત જેવા નેગેટીવ ઈમોશન્સ છે, તેઓ દુઃખી છે. આપણી સાથેનું મિસબિહેવિયર, એ તેમના દુઃખ અને પીડાનું મેનીફેસ્ટેશન છે.
આવા લોકોએ કરેલા મીસબીહેવીયર નો એક જ રિસ્પોન્સ હોય શકે. કરુણા. They are already suffering. એમની આખા જગત સામે ફરિયાદ હશે. દૂધવાળા સામે, સરકાર સામે, કોહલી સામે, શિયાળામાં વહેલું અંધારું થવા સામે. એમની આસપાસ થઈ રહેલી દરેક ઘટના તેમને અયોગ્ય લાગશે. કારણકે તેમની અંદર એક યુદ્ધ ફાટી નીકળેલું છે. જે પોતાની જાત સાથે સંઘર્ષમાં હોય, એ અન્ય સાથે શાંતિ કઈ રીતે સ્થાપી શકે ?
We should not take them personally. It is not about us, it is about them. આપણી સાથેનું વર્તન તેમની જાત છતી કરે છે. તેમણે આપેલી ગાળો, અયોગ્ય શબ્દો અને જેસ્ચર્સ તેમની ચીસો અને આર્તનાદ છે. તેઓ આડકતરી રીતે કહી રહ્યા છે કે ‘આઈ નીડ હેલ્પ.’
હું સ્ટ્રોંગલી માનું છું કે It is not about time, it is all about energy. આ જગતમાં સમયની તંગી છે જ નથી. લોકો પાસે પુષ્કળ સમય છે. લોકો પાસે જેની અછત છે, એ એનર્જી છે. આ નાખુશ અને અસંતુષ્ટ લોકોને હું ‘એનર્જી વેમ્પાયર્સ’ ગણું છું. They suck our energy and If we argue with them, we will feel tired and exhausted. આજના યુગમાં સૌથી કપરું કામ વ્યક્તિગત એનર્જીને પ્રોટેક્ટ કરવાનું છે.
કેટલાકનો મુખ્ય વ્યવસાય જ આપણા મનની અંદર રહેલા શાંત જળમાં વમળો ઉભા કરવાનો હોય છે. They want to disturb us because they are already disturbed. આપણી જેવા બનવાનો ઓલરેડી તેમને પ્રયત્ન કરી લીધો હોય છે. જ્યારે તેઓ ખુશ કે સંતુષ્ટ રહેવામાં સફળ નથી થતા, ત્યારે તેઓ આપણને તેમના જેવા બનાવવાનો પ્રયત્ન કરે છે.
એ લોકો આપણને તેમના સ્તરે ઢસડી જશે અને પછી પોતાની ‘Masochistic’ પ્રતિભાથી આપણને હરાવી દેશે. બી વેરી કેરફૂલ. આવા લોકોથી દૂર રહેવાનો એક જ રસ્તો છે. તેમને રિસ્પોન્સ ન આપવો. જે ક્ષણે આપણે તેમના અભિપ્રાય કે કમેન્ટને રિસ્પોન્ડ કરીએ છીએ, We are giving them energy to blossom.
Toxic લોકોની વિશેષતા એ હોય છે કે તેઓ એટેન્શન વગર જીવી નથી શકતા. જે ક્ષણે આપણે તેમને પ્રતિસાદ, પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દઈએ છીએ, એ જ ક્ષણે કેન્સરના કોષની જેમ તેઓ સુષુપ્ત અવસ્થામાં ચાલ્યા જાય છે. આપણા ‘નો રીપ્લાય’ થી વધારે મોટી નિરાશા તેમના જીવનમાં બીજી કોઈ નથી.
But here is a trap. જો એમણે કહેલી વાતને ‘પર્સનલી’ લઈ આપણે તેમના પર કાઉન્ટર એટેક કરીએ છીએ, તો આપણે એક ભૂંડ સાથેના યુદ્ધની શરૂઆત કરીએ છીએ. જે આપણે ક્યારેય જીતી નથી શકવાના. આપણો આખો દિવસ એ ચર્ચાઓમાં પસાર થઈ જશે, અને આપણે કશું જ પ્રોડક્ટીવ નહીં કરી શકીએ.
જ્યોર્જ બનાર્ડ શોએ કહેલું ‘“Never wrestle with pigs. You both get dirty and the pig likes it.”
આપણે એ વાત દરેક ક્ષણે યાદ રાખવાની જરૂર છે કે It is absolutely not necessary to react to everything. આપણે ‘ઓટો-પાઈલટ’ મોડમાં જીવતા હોઈએ છીએ અને એ જ કારણથી આપણી વૃત્તિ દરેક જણ અને અભિપ્રાયને રીએક્શન આપવાની થઈ જાય છે. જો આપણે એક ‘પોઝ’ લઈને રીફ્લેક્ટ કરીએ, તો ખ્યાલ આવશે કે ‘Non-reaction is the best reaction.’
સેલ્ફ-લવ અને સેલ્ફ-અવેરનેસના મને સમજાયેલા કેટલાક મુદ્દાઓ :
-આપણને પરેશાન કરતી હોય એવી દરેક બાબતોને રીએક્ટ કરવું અનિવાર્ય નથી. We can just observe them.
-I don’t have to hurt those who hurt me. નહીં તો, હું પણ એમના જેવો જ થતો જઈશ, જે તેઓ ઈચ્છે છે.
-કેટલાક લોકોને જવાબ, સમજણ કે જસ્ટીફીકેશન આપવા કરતાં ત્યાંથી નીકળી જવું એ જ પરિપકવતાની નિશાની છે. If you are really mature and self-aware, just walk away.
-કોઈપણ ખરાબ કે નેગેટીવ વસ્તુ પર રીએક્ટ કરવાથી આપણી એટલી બધી એનર્જી ડ્રેઈન થઈ જાય છે કે આપણે આસપાસ રહેલી સારી અને સકારાત્મક બાબતોને પણ જોઈ નથી શકતા.
-આ જગતમાં અનેક લોકો માટે હું અપ્રિય હોઈશ. એન્ડ ધેટ્સ ઓકે. Not everyone is here to like me. Neither I am here to be liked by everyone.
-દરેક લોકોનું હ્રદય જીતવાનો પ્રયત્ન કરવો, એ સમય અને ઉર્જાનો સૌથી મોટો બગાડ છે. If you will try to please all, you will end up pleasing none.
-I hate drama. So any day, I will choose peace of mind over drama. એ પસંદગી આપણા દરેકના હાથમાં છે.
-મોટાભાગના કિસ્સાઓમાં અન્યનું વર્તન તેમનું પોતાનું કેરેક્ટર ચિતરતું હોય છે. તેમાં આપણા પ્રતિસાદના રંગો પૂરીને આપણે તેમનું ચિત્ર બગાડવું ન જોઈએ. Let the world see their full picture.
-નફરતને નફરતથી જીતી નથી શકાતી. Nothing can change their behavior. So better not to try.
લેટ્સ ઓલ પ્રોટેક્ટ અવર એનર્જીઝ. એમની નફરત, તિરસ્કાર અને ઈર્ષા સામે આપણો એક જ રિસ્પોન્સ હોવો જોઈએ. કરુણા. કારણકે એ સતત યાદ રાખવું રહ્યું કે Ultimately, They are the ones who are suffering, we are not.
આપણી અંદરનું વાતાવરણ ફક્ત આપણે જ નક્કી કરી શકીએ. આપણા મનના શાંત જળમાં વમળ ઉભા કરી શકે, એટલું મહત્વ આપણે કોઈને ન આપવું જોઈએ. Nobody is that much significant or worthy enough to be able to ruin our day.
અંતમાં……જ્યારે કોઈ મિસબીહેવ કરે, નેગેટીવ કમેન્ટ કરે, ઉતારી પાડવાની કોશિશ કરે ત્યારે….
-Take a deep breath and just walk away.
તેઓ આપણને ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે, એમની ગંદકીમાં તાણી જવાનો પ્રયત્ન પણ કરશે But Just remind yourself loudly … -It’s a trap. Don’t go there. Stay away.
આપણા મનના સ્વચ્છ અને સુઘડ આંગણામાં, પોતાના ગંદા પગ લઈને પ્રવેશવાની મંજૂરી કોઈને ન મળવી જોઈએ.
-ડૉ. નિમિત્ત ઓઝા.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877