કોરોના કાળમાં પણ ગામના લોકોની હાજરીમાં પલ્લીયાત્રા નીકળી હતી.સવારથી પલ્લી મેળાની તૈયારીની શરૂઆત કરવામાં આવી હતી.રાત્રે ૧૨કલાક દરમિયાન વણકર ભાઈઓ પલ્લી માટે ખીજડાનાં વૃક્ષમાંથી લાકડું કાપી લાવી તેને બરાબર એકબીજા સાથે જોડી પલ્લી બનાવી હતી.વાળંદભાઈઓ એ વરખડાના પલ્લી પર સોટા બાંધ્યા હતા.કુંભાર ભાઈઓએ માટીથી કુંડા બનાવ્યાં હતાં.માળી ભાઈઓએ ફુલથી પલ્લીને શણગારી હતી.પંચાલ ભાઈઓએ માતાજીના નૈવેદ માટે સવા મણનો ખીચડો બનાવ્યો હતો.ચાવડા ભાઈઓએ રાજા સિધ્ધરાજ જયસિંહ દ્વારા શ્રીવ૨દાયિની માતાની બનાવેલી મૂર્તિનાં મંદિરમાં માં ની પૂજા, આરતી કરી હતી અને પાલીની રક્ષા માટે ખુલ્લી તલવાર લઈને અડધી રાત્રે ઉપસ્થિત રહ્યાં હતાં.ત્રિવેદી ભાઈઓએ પલ્લીની પુજા કરાવી હતી. ત્યારબાદ પટેલ ભાઈઓ પલ્લીની પુજા આરતી કરી કુંડામાં અગ્નિ પ્રગટાવ્યા બાદ સવારે ૪.૩૦કલાકે પલ્લી યાત્રાની શરૂઆત થઈ હતી.વાળંદ ભાઇઓ પલ્લીની આગળ મશાલ લઈને ચાલ્યાં હતાં.ભક્તોએ મશાલની પવિત્ર જ્યોતનાં દર્શન કર્યા હતા.પલ્લીયાત્રા ગામના ૨૭ ચકલાઓ આગળ ઉભી રહી હતી.ભકતોની પોતાની માનતા પૂરી થતાં લાખો ભક્તોએ લાખો કિલો ઘી ટ્રેક્ટરની ટ્રોલી અને પ્લાસ્ટિક નાં પીપોમાં ભેગું કર્યું હતું તેનો પલ્લી પર અભિષેક કરવામાં આવ્યો હતો જેથી રૂપાલ ગામનાં રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી.વાલ્મિકી સમાજના ભાઈઓ અને બહેનોએ રોડ પરથી ઘી ભેગું કર્યું હતું.સવારે પલ્લી વરદાયીની માતાજીના મંદિરમા આવી હતી જ્યાં માતાજીની તથા પલ્લીની આરતી કરવામાં આવી હતી.આ દિવસને નીહાળવા માટે ગામમાં સવારથી લાખો લોકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. કળીયુગમાં પાટણના રાજા સિધ્ધરાજ જયસિંહની માળવાના રાજા યશોવર્માએ અવગણના કરતા એમણે યશોવર્માનો વધ ન કરે ત્યાં સુધી અન્નનો ત્યાગ કર્યો અને સેના લઈ માળવા ઉપર ચઢાઈ કરવા પ્રયાણ કર્યું હતું.તે અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર પાસે હતો.રાજા નિંદ્રાધીન હતાં ત્યારે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપી કહ્યું હતું કે સવારે ગાયનાં છાંણમાંથી કિલ્લો બનાવી તેમાં અડદના લોટનું શત્રુનું પુતળું બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે આ રીતે તારો વિજય થશે ત્યારબાદ માળવા ઉપર ચઢાઈ કરજે.માં નાં આશીર્વાદ થી યશોવર્માનો વધ કરી સિધ્ધરાજ જયસિંહ રૂપાલ આવી માતાની પુજા કરી નવું મંદિર અને માતાજીની મુર્તિ બનાવી તેની પ્રતિષ્ઠા કરી હતી.સિધ્ધરાજ જયસિંહને માતાજીએ વડના ઝાડ નીચે દર્શન આપ્યાં હોવાથી વડેચી તરીકે પણ ઓળખાય છે. સુષ્ટિના પ્રારંભે અહી દુર્મદ નામનો ભયંકર રાક્ષસ રહેતો હતો.તેણે બ્રહમાજીએ રચેલ સુષ્ટિનો નાશ કરી સ્વયં બ્રહમાજીને ત્રાસ આપતા તેમણે શ્રીવરદાયીની માતાજી પાસે પુત્રરુપે શરણે ગયા હતાં.શ્રીમાતાજીએ તેમને પુત્રરુપે સ્તનપાન કરાવી સાંત્વના આપી દૈત્ય દુર્મદ સાથે યુધ્ધ કરી તેનો સંહાર કરી માનસરોવરનું નિર્માણ કરી પોતે તેમાં સ્નાન કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને શ્રીવરદાયીની માતાજીએ અહી નિવાસ કર્યો હતો.આજેપણ પલ્લીના દિવસે પોતાના ઘી વાળા કપડાં આ માનસરોવરમાં વગર સાબુએ ધોવાથી ચોખ્ખા થઈ જાય છે.ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામચંદ્ર વનમાં હતા અને ભરત મિલાપ બાદ શ્રીશૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ,સીતામાતા સહિત શ્રીવરદાયીની માતાજીની પ્રાર્થના કરતાં શ્રીવરદાયીની માતાજીએ પ્રસન્ન થઈ ભગવાન શ્રીરામચંદ્રને આશિર્વાદ સાથે શક્તિ નામનું એક અમોધ દિવ્ય અસ્ત્ર(બાણ) આપ્યુ હતું.લંકાના યુધ્ધમાં ભગવાન શ્રીરામચંદ્રે આ બાળથી રાવણનો વધ કર્યો હતો.દ્વાપર યુગમાં પાંડવો એક વર્ષ ગુપ્તવાસ દરમ્યાન ઓળખાઈ ન જાય તે માટે ધોમ્ય ઋષિના આદેશથી દધિચી ઋષિના આશ્રમથી છ કોશ દુર ૨ૌપ્ય ક્ષેત્રે બીરાજમાન શ્રીવરદાયીની માતાજીના શરણે જઈ પુજા અર્ચના કરી આશીર્વાદ માંગ્યા હતાં.માતાજીએ પ્રસન્ન થઈ ત્યાં આવેલા ખીજડા(વરખડા) ના ઝાડ ઉપર પોતાનાં શસ્ત્રો સંતાડવા કહ્યું અને માતાજીએ આપેલા જુદાજુદા વસ્ત્રો ધારણ કરી ગુપ્તવાસ માટે વિદાય આપતા પહેલા ગુપ્તવાસ દરમ્યાન તેમને કોઈ ઓળખી શકે નહિ તેવા આશીર્વાદ આપ્યા હતા અને થનારા મહાભારતના યુધ્ધમાં તમારો વિજય થશે તેવા આશીર્વાદ આપ્યાં હતાં.યુધ્ધમાં વિજય મેળવ્યા બાદ આસો સુદ નવમીના દિવસે શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રોપદી ચતુરંગી સેના સાથે અહીં આવી માતાજીની સોનાની પલ્લી બનાવી ધર્મરાજાએ મધ્ય કુંડામાં,અર્જુને વાયવ્ય,સહદેવે નૈઋત્ય ભીમે ઈશાન,નકુલે અગ્નિ દિશામાં દીપ પ્રગટાવી ગામમાં પલ્લી કાઢી હતી.દ્રોપદીએ નિવેદ ખવડાવ્યું હતું.અહીં પલ્લીની સ્થાપના કરી પંચબલી યજ્ઞ કર્યો હતો ત્યારથી પલ્લીયાત્રાની શરૂઆત થઈ જે પરંપરા આજ દિન અવિરતપણે રૂપાલ ગામમાં ચાલુ છે.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877