શ્રી વલ્લભાશ્રય હવેલી, શિતલ પાર્ક, રાજકોટ ખાતે વિનામૂલ્યે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ સંપન્ન થયો. પુ. પા. ગો. ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજનીનાં 40 માં પ્રાગટય દિવસે તા. 21/2/2022, સોમવારે આખા દિવસનો વિનામૂલ્યે સર્વરોગ આયુર્વેદિક કેમ્પનું આયોજન શ્રી યમુને એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અનેક વૈષ્ણવોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં 27 વર્ષોનાં અનુભવી વૈદરાજશ્રી જે. પી. દંગી સાહેબે સેવા આપી હતી, જેમાં હવેલીનાં ટ્રસ્ટી મંડળ તથા સ્વયંસેવકો તેમજ ભવાનીભાઇ સોનીનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મનોજ ઇન્દ્રવદન આચાર્યની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સવારે પૂજા, અર્ચના, દર્શન બાદ બપોરે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાંજે 5 થી 7 દરમિયાન ‘ફુલ-ફાગ રસીયા’ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતથી પ્રખ્યાત કિર્તનકારો પધાર્યા હતા. આવા રૂડા પ્રસંગોએ આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવા માટે વૈદરાજશ્રી જે. પી. દંગી સાહેબ 87807 66329 તથા મનોજ આચાર્ય 98244 17344 નો સંપર્ક સાધી શકો છો.