Explore

Search

June 6, 2025 5:14 am

लेटेस्ट न्यूज़

दमन में सड़क सुरक्षा अभियान को मिली नई दिशा, “Helmet Hero “मुहिम के अंतर्गत आयोजित हुई जागरूकता ग्राम सभा माननीय प्रशासक श्री प्रफुलभाई पटेल के कुशल नेतृत्व में दमन में सड़क सुरक्षा के प्रति जनजागरूकता अभियानोंको नई गति

Advertisements

વાપી માં વિરાટ ધર્મ સેના નાં આયોજન પ્રસંગે સાધુ-સંતો નો થશે જમાવડો… પરાગ જોષી

વાપી માં વિરાટ ધર્મ સેના નાં આયોજન પ્રસંગે સાધુ-સંતો નો થશે જમાવડો… પરાગ જોષી

સંત સમાજ અને અખિલ ભારતીય સંધ સમિતિ દ્વારા દક્ષિણ ગુજરાત, ડાંગ, દમણ, સેલવાસ અને વલસાડ જિલ્લા નું વિરાટ ધર્મ સેના નું આયોજન તા. ૧૭ નાં રોજ વાપી ખાતે સાંજે ૫ થી ૮ કલાક દરમિયાન કરવામાં આવ્યું છે; જે અંગે સ્વામી નારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે તા.૨૭ નાં સાંજે ૬ કલાકે એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધર્મ સેના નું આયોજન કેવી રીતે કરવું જોઇએ તેની યોગ્ય માહિતી મેળવવામાં અને આપવામાં આવી હતી. વિરાટ ધર્મ સેના માં વાપી બિલ્ડર લોબી દ્વારા ભોજન ખર્ચ, વકીલ અધાવક્તા મંડળ દ્વારા ૫૦ બાઇક પર ભઘવા ઝંડા સાથે ૧૦૦ બાઇક સવાર, સાલાસર ન્યૂઝ નાં વિનયભાઇ અને પ્રજાપતિ દ્વારા ૫૦ બાઇક પર ૧૦૦ બાઇક સવાર, ક્રિષ્ના ભાઇ દ્વારા ૨૫ બાઇક સવારો, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ૧૦૦ બાઇક સવારો તથા આહીર સમાજનાં ૫૦ લોકો ૨૫ સ્કૂટર પર રેલી માં જોડાશે. આ રેલીમાં લોકો માટે ચા, પાણી, શેરડી નો રસ, નીંબુ પાણી ની વ્યવસ્થા વિવિધ મંડળો દ્વારા કરવામાં આવશે. રસોડા માટે ૩૦ જેટલાં સ્વયમસેવકો, ભધવા ટી-શર્ટ માટે નાં દાતાઓ એ પોતાનો સહયોગ આપવા માટે તત્પરતા બતાવી હતી. આ વિરાટ ધર્મ સેના માં હિન્દુ ધર્મ સેના નાં ૨૦૦૦ જેટલાં યુવાનો જોડાશે જેમને હિન્દુ ધર્મ નાં સૈનિક ની દિક્ષા ગ્રહણ કરાવવામાં આવશે. આ સભા માં શંભુ મહારાજ, કપિલ સ્વામીજી, માધવ સ્વામીજી, હિન્દુ સમાજ નાં આગેવાનો હાજર રહ્યાં હતાં.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements