પ્રભાશંકર પટ્ટણી (૧૫ એપ્રિલ ૧૮૬૨ – ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮) ભાવનગર રાજ્યના દિવાન હતા. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. બ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ ગાંધીજીના મિત્ર અને લોકશાહીના સમર્થક હતા. આજે તેમનો જન્મદિવસ છે.
તેમનો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો હતો. ગુજરાતી સાત ચોપડી પુરી કરી તે મેટ્રિક કરવા રાજકોટ ગયા. સમસ્ત કાઠિયાવાડમાં પહેલે નંબરે ઉત્તિર્ણ થયા. ૧૮૭૮માં તેમના પ્રથમ લગ્ન પ્રસિધ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજીના પૈસાદાર પરિવારની પુત્રી કુંકી સાથે થયું હતું. એકવાર કોઈક સાસરિયાએ તેમના કુટુંબની મધ્યમ સ્થિતી વિષે ટીકા કરી. પોતે સ્વમાની પુરુષ હતા અટલે પોતાની અટક ભટ્ટમાંથી પટ્ટણી બદલી નાખી. પત્નિ કુંકીનું અકાળે મૃત્યુ થતાં ફરી તેજ પરિવારની કન્યા રમા સાથે ૧૮૮૧માં લગ્ન થયા, જેઓ મોરબી ખાતે રહેતા ઝંડુ ભટ્ટના બીજા ભાઈ વિઠ્ઠલનાથનાં પુત્રી હતા. મેટ્રિકમાં ઉત્તિર્ણ થઈ પ્રભાશંકર મુંબઈ મેડિકલ કોલેજમાં દાખલ થયા. ત્યાં તબિયત લથડતાં મેડિકલ અભ્યાસ પડતો મુકી ૧૮૮૬માં માણાવદર પાછાં ફર્યા. તેમણે મોરબી, દેવગઢબારિયા અને ધારવાડ એમ ત્રણ સ્થળોએ શિક્ષક તરીકે નોકરી કરી અને ત્યાર બાદ રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષકની નોકરી સ્વીકારી. આ કાળ દરમ્યાન કવિ કાન્ત, બ.ક. ઠાકોર જેવા રસિક મિત્રો અને ભવિષ્યના સાક્ષરો સાથેના વિદ્યાવ્યાસંગથી પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા. તે સમયે ત્યાં ભાવનગરના મહારાજકુમાર ભાવસિંહજી પણ વિદ્યાર્થી હતા. પ્રભાશંકરને તેમના શિક્ષક તેમજ ટ્યુટર તરીકે નિમવામાં આવ્યાં. આગળ જતાં તે સમયના દિવાન વિઠ્ઠલદાસ મહેતાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામુ આપ્યું. ૧૯૦૩માં મહારાજાએ પ્રભાશંકરની જ દિવાનપદે વરણી કરી. ત્યારથી ૧૯૩૮ સુધી તે ભાવનગર રાજ્યના દિવાનપદ પર રહ્યા. આ દરમિયાન, ૧૯૧૨માં બ્રિટીશ રાજ્યના ખાસ આગ્રહથી તેમણે મુંબઇ ગવર્નરની એક્ઝિક્યુટીવ કાઉન્સીલનું સભ્યપદ સ્વિકાર્યુ, ગોળમેજી પરિષદમાં જઈ આવ્યા, સાથે ગાંધીજીને પણ આમંત્ર્યા. સરકારે તેમને સર નો ખિતાબ આપીને તેમની સુંદર સેવાઓ માટે બહુમાન કર્યું. ૧૯૧૯માં ભાવસિંહજીનુ મૃત્યુ થયું તે પહેલાં મહારાજાએ મિત્ર પ્રભાશંકરને તેમના સગીર વારસદાર કૃષ્ણકુમારસિંહજીના ઉછેર અને તાલિમની જવાબદારી આપી ગયા હતાં. કૃષ્ણકુમારસિંહજીનો ૧૯૩૧માં રાજ્યાભિષેક થયો ત્યાં સુધી પોતાની ફરજ બજાવી. ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ સંમેલનમાં જતાં ટ્રેનમાં તેમનું અવસાન થયું. ભાવવંદન 👏💐z
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877