દમણમાં MG Road રસ્તાના ૯ વાર ટેન્ડર ! કોઈ લેવા નથી !

Views: 64
0 0
Spread the love

Read Time:1 Minute, 57 Second

દમણમાં એક જ રસ્તાના ૯ વાર ટેન્ડર નિકળવા છતાં કોઈ લેવા નથી !
દમણના એક મુખ્ય માર્ગનું ૯ વખત ટેન્ડર કરવામાં આવ્યું છે પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર આ કામ હાથ ધરવા તૈયાર નથી . ઝાપાબારથી છાપલી શેરી સુધીનો માર્ગ છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં છે . આ રોડ પર વાહનોને નુકશાન થાય છે . આ રોડ બનાવવા માટે જાહેર બાંધકામ વિભાગ ૯ વખત ટેન્ડર બહાર પાડ્યા છે . તમામ ટેન્ડરોમાં લગભગ ૧૯ કરોડની રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે . આ રકમમાં પણ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ લેવા તૈયાર નથી , એકાદ બે મહિનામાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે . ગત વર્ષની જેમ આ વર્ષે પણ જો રોડ નહીં બને તો લોકોને મુશ્કેલી પડશે . પોસ્ટ ઓફિસથી છાપલી શેરી સુધીના રસ્તા પર ખાડાઓ પડી ગયા છે . સૂત્રોએ જણાવ્યું કે , આ રોડમાં કોન્ટ્રાક્ટરને નુકસાન થઈ રહ્યું છે . આ રેટ એક વર્ષ જૂનો છે અને હવે સિમેન્ટ અને ક્રોકેટના ભાવ વધી ગયા છે . ટેન્ડર ૧૯ કરોડથી ઉપર જશે અને પૈસા ઉપાડવા મુશ્કેલ બનશે . હાલમાં પોસ્ટ ઓફિસથી લઈને સીફેસ જેટી સુધીના ઘણા મકાનોના ભાગને તોડી પાડવા માટે નોટિસો પણ આપવામાં આવી છે જે હજુ સુધી તૂટી નથી . તેમાં પણ સમય લાગશે . ત્યાં સુધી સિમેન્ટના ભાવ વધુ વધશે . કોન્ટ્રાક્ટરો પણ વીવીઆઈપીની મુલાકાતની રાહ જોઈ રહ્યા છે જેથી ઈમરજન્સીમાં રોડ બનાવવાનું કામ મળી શકે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *