ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી (૨૪ એપ્રિલ ૧૮૯૨ – ૨ ફેબ્રુઆરી ૧૯૭૪), નવલકથાકાર, વાર્તાકાર, નિબંધલેખક, કવિ. પત્રકાર. જેમનું ઉપનામ ‘ચંદ્રાપીડ’ હતું. આજે તેમનો જન્મદિવસ છે.
જન્મ ટંકારામાં થયેલ. મુળ ગોંડલનાં વતની હતા. મેટ્રિક પછી ગુજરાતી શાળાના શિક્ષક તરીકે કાર્ય કરેલ. મૂળ સાહિત્યનો જીવ એટલે ૧૯૨૨માં ‘નવચેતન’ માસિકનો કલકત્તામાં પ્રારંભ કર્યો અને ૧૯૪૨ના કોમી રમખાણને લીધે ‘નવચેતન’ સાથે વડોદરામાં સ્થળાંતર કર્યું. ૧૯૪૬માં ફરી કલકત્તા ગયા. ૧૯૪૮માં ‘નવચેતન’ સાથે અમદાવાદમાં સ્થાયી થયા. ૧૯૭૨માં ‘નવચેતન’નો સુવર્ણ મહોત્સવ.
‘નવચેતન’ માસિકના જીવનભરના તંત્રી તરીકે રહ્યા. નવચેતનમાં આવતી તમામ વિગતો જાતે જોવાનો આગ્રહ રાખતા. દર અઠવાડિયે સ્વખર્ચે ફિલ્મની ટિકિટ ખરીદી, સાચું હોય એ જ અવલોકન કોઇની પણ શેહ રાખ્યા વગર લખનાર સાચુકલા પત્રકાર હતા. નવચેતન માટે એટલી લાગણી કે માસિકના કાગળ, લેઆઉટ, મુખપૃષ્ઠ અને એનું ચિત્ર, ટાઇપ, અંદરની વિગતો અને પ્રુફ રીડીંગ પણ કરી નાંખતા. નવચેતનની છાપ એક સંસ્કારી પ્રકાશનની હતી. તેઓ એક જમાનાના પ્રખ્યાત નાટ્યકાર પણ રહ્યા હતા. તેમનાં ઘણાં નાટકો ભજવાયાં હતાં એટલું જ નહીં પણ કલકત્તાથી મુંબઇ સુધીના પ્રેક્ષકોમાં પ્રખ્યાત થયાં હતાં અને ક્યારેક ભુમિકા પણ ભજવી લેતા. ‘ગરીબ આંસુ’, ‘ઘેલી ગુણિયલ’, ‘ન્યાયના વેર’ તેમનાં સફળ નાટકો છે. ગુજરાતી ફિલ્મ ‘મુંબઈની શેઠાણી’ ના તેઓ લેખક હતા. ચાંપશીભાઇનું ટૂંકી માંદગી પછી તા. 2 ફેબ્રુઆરી 1974 નાં રોજ અમદાવાદમાં અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877