લખાણ મારું નથી…
પણ.. હ્રદય સોંસરવું ઉતરી જતાં કોપી કરીને પોસ્ટ કરું છું.
“એક સગર્ભા મહિલાએ તેના પતિને પુછયુ કે તે શેની અપેક્ષા રાખે છે, દીકરી કે દીકરો?”
પતિ કહે છે જો પુત્ર થશે તો તેને હું ગણિત શીખવીશ, આપણે સાથે કાયમ સાથે હરીશું, ફરીશું અને રમવા જઇશુ, હુ તેને બીજુ પણ ઘણું બધુ શીખવીશ.
પત્ની: હા, હા, પણ દીકરી આવી તો ?
પતિ: જો દીકરી આવી તો મારે તેને કશુ શીખવવું નહી પડે, કારણ કે તે દીકરી એવી હશે જે મને બધુ શીખવશે.
ફરીથી એકવાર કપડા કેવી રીતે પહેરવા, કેવી રીતે જમવું, શુ બોલવું કે શુ ના બોલવું, ટુંકમા તે મારી બીજી માતા બની રહેશે. મને તેનો હીરો ગણશે ભલે મારામાં કશુ હોય કે ના હોય. સાથે તે દરેક બાબતને સમજી લેશે જેમા મારી અનિચ્છા હશે.
તેના પતિ સાથે હંમેશા મારી સરખામણી કરશે. તે ગમે તેટલી મોટી થઇ જાય તેમ છતા તેની અપેક્ષા એવી રહેશે કે હુ તેને નાની ઢિંગલીની જેમ રાખું.
મારા માટે આખી દુનિયા સાથે લડી લેશે. અને જો કોઇએ મારી લાગણીને ઘવાય તેવું વર્તન કર્યું તો તેને જીવનભર માફ નહી કરે, સાથે મારી ઈચ્છાને માન આપશે.
પત્ની: મતલબ તમારી પુત્રી એ તમામ બાબતોમાં હોશિયાર હશે, જે તમારો પુત્ર નહી કરે.
પતિ: ના, ના મારો એવો અર્થ નથી. કદાચ તે પણ તમામ ચીજો કરશે જે દીકરી કરશે પરંતુ તેને પહેલા બધુ શીખવું પડશે, જ્યારે દીકરીઓ તેને સાથે જન્મ લેતી હોય છે. પુત્રીના પિતા હોવું એ કોઇ પણ માટે ગૌરવ અને ગર્વની વાત છે.
પત્ની: પરંતુ તે આપણી સાથે હંમેશા નહી રહી શકે.
પતિ: હા, પરંતુ આપણે તેના હદયમા હંમેશા રહીશું. કોઇ ફરક નથી પડતો કે જ્યારે તે આપણી સાથે નહી હોય, તે આપણી સાથે જ રહેશે, આપણા હદયમા.
પુત્રીંઓ ખરેખર દેવી (માતા) હોય છે, જે બિનશરતી પ્રેમ અને સંભાળ સાથે જન્મતી હોય છે.
પુત્રીઓના પિતાને અર્પણ
🙏🙏🙏🙏🙏 ✍🏻
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877