Explore

Search

June 6, 2025 3:39 am

लेटेस्ट न्यूज़

दमन में सड़क सुरक्षा अभियान को मिली नई दिशा, “Helmet Hero “मुहिम के अंतर्गत आयोजित हुई जागरूकता ग्राम सभा माननीय प्रशासक श्री प्रफुलभाई पटेल के कुशल नेतृत्व में दमन में सड़क सुरक्षा के प्रति जनजागरूकता अभियानोंको नई गति

Advertisements

ધાર્મિક કથા : 45 : Manoj Acharya

ધાર્મિક કથા : 45 : Manoj Acharya

ધાર્મિક કથા : 45
આજે શનિ જયંતી સાથે સોમવતી અમાસ અને બુધાદિત્યનો સંયોગ છે. શનિદેવ, પિતૃદેવ અને મહાદેવની ઉપાસના ફળદાયી નિવડશે. 🕉️
વૈશાખ વદ અમાસને તા. 30 મે સોમવારે આજે શનિ જયંતિ અને સોમવતી અમાસનો સુમેળભર્યો સંગમ યોજાયો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જ ગુજરાતના હાથલા ખાતે સૂર્યદેવ અને છાયાના પુત્ર શનિનો જન્મ થયો હતો. આ દિવસે શનિદેવની પૂજા અને મંત્રોનો જાપ કરવાથી શુભ ફળ મળે છે અને શનિની દશામાં પણ રાહત મળે છે. હિન્દુ ધર્મગ્રંથો અને સંસ્કૃતિમાં સોમવતી અમાસ અને શનિ જયંતિના પાવન પર્વને ખૂબ લાભદાયક માનવામાં આવ્યું છે. કષ્ટોને હરનારા દેવ શનિ મહારાજ તેલ અડદ અને આંકડાની પુષ્પમાળાઓનો અભિષેક કરીને શનિ મહારાજની કૃપા તેમના અને તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે પૂજા કરી રહ્યા છે. આજના પાવન પ્રસંગે શનિ મહારાજ પર સરસવનું તેલ અને અડદનો અભિષેક કરવાથી પણ ખૂબ પુણ્યશાળી ફળ મળતું હોવાનું ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રંથોમાં કરેલા એક ઉલ્લખ મુજબ આજના દિવસે પ્રત્યેક શનિભક્ત સરસવનું તેલ, અડદ અને આંકડાથી બનેલી પુષ્પમાળાઓ અર્પણ કરે છે. પોતાની ધાર્મિક આસ્થા અને ઇચ્છાનુસાર શનિ ચાલીસાના પાઠ કરીને પણ કષ્ટોને હરનારા શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકે છે. રાશિ મુજબ અશુભ ફળોને દૂર કરી શનિ દેવતાને ખુશ કરો. અત્યંત ધીમી ગતિથી ચાલનારા દેવ છે. તેઓ સૂર્યની ચારેબાજુ ત્રીસ વર્ષમાં એકવાર પોતાનુ એક ચક્ર પુરૂ કરે છે, તેથી કોઈપણ મનુષ્યના જીવનમાં સાઢાસાતી ફક્ત બે કે ત્રણ વાર જ આવી શકે છે. શનિ જે રાશિમાં રહે છે તે રાશિ સાથે જ તે રાશિની આગળ અને પાછળની રાશિઓ ઉપર પણ સાડાસાતી રહે છે. આ વખતે તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહોના સંયોજનથી સુકર્મા, વર્ધમાન અને બુધાદિત્યનો યોગ બને છે, જેથી આ દિવસે કરવામાં આવતા વ્રત, ઉપવાસ તથા પૂજાપાઠની સાથે વડના ઝાડ અને પીપળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની પણ કૃપા મળે છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements