Explore

Search

June 6, 2025 3:49 am

लेटेस्ट न्यूज़

दमन में सड़क सुरक्षा अभियान को मिली नई दिशा, “Helmet Hero “मुहिम के अंतर्गत आयोजित हुई जागरूकता ग्राम सभा माननीय प्रशासक श्री प्रफुलभाई पटेल के कुशल नेतृत्व में दमन में सड़क सुरक्षा के प्रति जनजागरूकता अभियानोंको नई गति

Advertisements

જૂનાગઢ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પ સંપન્ન : Manoj Acharya

જૂનાગઢ ખાતે  વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પ સંપન્ન  : Manoj Acharya

જૂનાગઢ ખાતે તળેટી રોડ ઉપર આવેલ ગાયત્રી શક્તિપીઠમાં તા. 28 મે, શનિવારે સવારે 8.30 થી 12.30 દરમિયાન નાગજીબાપુ વાળાની આગેવાનીમાં શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન કેમ્પ સંપન્ન થયો તે દરમિયાન પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” તથા જુનાગઢનાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનાં પ્રમુખશ્રી જીતેન્દ્રસિંહ સોલંકી (બાલાગામ) અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજકોટ શહેરનાં મહામંત્રીશ્રી પથુભા જાડેજાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી જુનાગઢની તક્ષશિલા વિદ્યાલયનાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી લક્ષ્મણભાઇ રાવલીયાનાં નિવાસસ્થાને થઈ ત્યારે તેમનાં ધર્મપત્ની અને આજ સ્કૂલનાં પ્રિન્સિપાલ શ્રીમતી બિનાબેને પુ. શ્રીનું ફુલહારથી સ્વાગત કર્યું અને માતાજીની આરતી ઉતારી. તેમનાં સુપુત્રી નિરાલી હાલ Ph. D. ની તૈયારી કરી રહ્યા છે અને સુપુત્ર દર્પણે એગ્રોટેક એન્જીનીયરીંગ પૂર્ણ કરીને હાલ IIM ની તૈયારી કરી રહ્યા છે. મારા આત્મીય મિત્ર અને પુ. માડીનાં શિષ્ય રાજકોટ ખાતે રહેતા શ્રી કપિલભાઈ ભટ્ટનાં આ રાવલીયા દંપતિ બેન-બનેવી થાય છે. કપિલભાઈનાં ધર્મપત્ની ભાર્ગવીબેન અગાઉથી જ જુનાગઢ પહોંચી ગયેલા. અને હા, ભટ્ટ દંપતિ પણ મૂળ જૂનાગઢનાં જ વતની છે. ત્યારબાદ ભાર્ગવીબેનનાં પિયરમાં પુ. ગુરુદેવની પધરામણી થઈ. તેમનાં પિતાશ્રી હસમુખભાઈ દવે (નિવૃત ટીચર, વિવેકાનંદ હાઇસ્કુલ) તથા તેમનાં માતુશ્રી વસુમતિબેન ઉપસ્થિત હતા. પરિવારને શુભાશીર્વાદ પાઠવી પુ. શ્રી બપોરે 12.30 વિદાય થયા અને ગાયત્રી શક્તિપીઠમાં પ્રસાદ લઇને બપોરે 1.45 વાગે રાજકોટ જવા રવાના થયા.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements