Explore

Search

November 21, 2024 4:37 pm

लेटेस्ट न्यूज़

1 જૂન વિશ્વ દૂધ દિવસ : Varsha Shah

1 જૂન વિશ્વ દૂધ દિવસ : Varsha Shah

World Milk Day 1st June
1 જૂન વિશ્વ દૂધ દિવસ

આજે વિશ્વ દૂધ દિવસ નિમિત્તે આજે 70 થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે. આ દેશોમાં દૂધના મહત્વને સમજવા માટે ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે. જો કે, ભારતમાં 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ શ્વેતક્રાંતિના જનક ડો. વર્ગિસ કુરિયનની યાદમાં મનાવવામાં આવે છે. તેમનો જન્મ 26 નવેમ્બરે થયો હતો અને તેથી જ આ દિવસને રાષ્ટ્રીય દૂધ દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો.

વિશ્વ દૂધ દિવસને મનાવવાની શરૂઆત સૌપ્રથમ વર્ષ 2001માં સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા કરાઇ હતી. જે બાદ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠને (FAO: Food and Agriculture Organization) 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. પ્રથમ વખત આ દિવસ 1 જૂન, 2007ના રોજ ઊજવવામાં આવ્યો હતો. એફએઓનું મુખ્યાલય ઇટલીના રોમમાં આવેલ છે. જેની સ્થાપના 16 ઓક્ટોબર, 1945માં કરવામાં આવી .

આ દિવસ ઉજવવાનું કારણ વિશ્વભરમાં દૂધને વૈશ્વિક ભોજન તરીકે માન્યતા આપવાનું છે. લોકોને લાગે છે કે દૂધ માત્ર બાળકોના સ્વાસ્થ્ય માટે સારૂ હોય છે, પરંતુ તેવું નથી. દૂધ દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે સારૂં હોય છે. આ વાતને લોકો સુધી પહોંચાડવા વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવે છે. લોકોને તે પણ સમજાવવામાં આવે છે કે દૂધને ડાયટમાં સામેલ કરવાથી સ્વાસ્થને અનેક ફાયદાઓ થાય છે. આ સાથે જ આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ પણ છે કે ડેરી કે દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં સ્થિરતા, આજીવિકા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવું.

Varsha Shah
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग