ગ્લોબલ સર્જન સબમિટ નું આયોજન તા.૧૦ અને તા.૧૧ જૂન નાં રોજ મેરિલ એકેડેમી ચલાં વાપી ખાતે કરવામાં આવેલ છે; જે અંગે લોકોને વધુ માહિતી મળે તે હેતુથી મેરિલ એકેડેમી ખાતે આજે સવારે ૧૦.૦૦ કલાકે એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ પત્રકારો ને જણાવ્યું હતું કે જર્મની ફ્રાન્સ જેવાં ૪૦૦ દેશોમાં થી ડોક્ટરો વાપી આવશે અને આ સબમિટ માં ભાગ લેશે. સબમિટ નાં પ્રથમ દિવસે વાયબ્રન્ટ હોસ્પિટલ માં સર્જરી ચાલુ હશે અને અહિયાં મેરિલ એકેડેમી નાં હૉલ માં બધા ડોક્ટરો લાઈવ સર્જરી નિહાળી સકશે. સાથે વિદેશ થી આવેલા ડોક્ટરો પાસેથી વિદેશમાં કેવી રીતે સર્જરી કરવામાં આવે છે; અને ભારતમાં થતી સર્જરી સરખી જ છે કે નહિ તેની માહિતી મેળવવામાં આવશે અને તે તકનીક શીખવાની કોશિશ કરીશું . અહિયાં ૧૫ દર્દીઓ નું ઓપરેશન કરવામાં આવશે. જનરલ વોર્ડ નાં દર્દીઓ માટે મફત ઈલાજ કરવામાં આવનાર છે. કોઈ દર્દીઓ ને સ્પેશિયલ કે ડીલક્સ રૂમ જોઈતી હશે અથવા કોઈ સર્જરી હશે તો તેનો ચાર્જ લેવામાં આવશે. અહિયાં હર્નીયા સર્જરી, કોલોરિએક્ટર સર્જરી અને બેરિયાક્ટ સર્જરી એક ત્રણ સર્જરી કરવામાં આવશે. અહિયાં ડોક્ટરો, સ્ટાફ અને પત્રકારો હાજર રહ્યાં હતાં.



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877