દમણના જંપોરના દરિયામાં ડૂબેલ વાપીના બે યુવાનોને કોસ્ટગાર્ડ જવાનોએ તથા સ્થાનિક માછીમારોએ જીવ બચાવયો . દમણ :
દમણ ફરવા આવેલ વાપી કોચરવાના બે યુવાનો મોટી દમણ જંપોર ખાતે આવેલ દરિયામાં નાહમા માટે પડયા હતા દરિયામાં ભરતી હોય પાણીના વહેણમાં તણાઇ જતા આસપાસના લોકોએ બે યુવાનોને ડૂબતા જોતા પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે બચાવ માટે ફાયરવિભાગ તથા કોસ્ટગાર્ડને જાણ કરતા થોડીવારમા કોસ્ટગાર્ડના જવાનોએ ચોપર મારફતે દરિયામાં રેસ્કયુ ઓપરેશન કરી એકને બચાવી લીધો હતો.જ્યારે બીજા યુવાનને સ્થાનિક માછીમારોએ પોતાની બોટ લઇ દરિયામાં જઈ બીજાને પણ બચાવી લીધો હોતો.બંને યુવાનો ડૂબવા થી પાણી પીવાઈ ગયુ હોય તેમને સારવાર માટે દમણની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ હતા.
દમણ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે લોકોની સુરક્ષા માટે સાવર્તતીના બોર્ડ મારવામાં આવેલ હોવા છતા લોકો દરિયામાં નાહવા માટે જતા હોય છે.દરિયામાં ભરતીના સમયે નાહવા જ્યા કોઈને કોઈ ડૂબતા હોય છે.જેવો એક કિસ્સો ગરુવારના રોજ મોટી દમણના જંપોર દરિયામાં વાપીના બે યુવાનો રાહુલ અને મેહુલ (રહે.કોચરવા,વાપી.ગુજરાત) ના ફરવા માટે ગયા હતા સાંજના આશરે ૫ કલાકની આસપાસ તેઓ દરિયામાં નાહવા માટે પડયા હોય તેમને તરતા ન આવડતું હોય દરિયામાં ભરતીની લહેર સાથે દરિયામાં તણાઇ ગયા હતા.દરિયે કરવા આવેલ લોકોએ તેમને ડૂબતા જોતા પોલીસને જાણ કરતા કોસ્ટલ પોલીસ સ્ટેશન કાફલો તુરંત પોંચી જઇ ફાયર તથા કોસ્ટગાર્ડને જાણ કરતા કોસ્ટગાર્ડના જવાનો તુરંત હેલીકોપ્ટર લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એક યુવાનને ડૂબતો બચાવી લીધો હતો.દરિયા કિનારે સ્થાનિક માછીમારો પણ બોટ લઇ બચાવ માટે મદદે પહોચી ગયા હતા અને બીજા યુવાને મોછીમારોએ બચાવી લીધો હતો.બંને યુવાનો ડૂબી જતા પાણી પીવાઇ ગયુ હોય તેમને સારવાર માટે દમણની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા જેવી જાણકારી કોસ્ટલ પોલીસ સ્ટેશન હે.કો વિશાલે આપી હતી.ઘટનાની જાણ થના દમણ કલેકટર તથા મામલતદાર સાગર ડંકર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877