પરાગ જોષી દ્વારા
ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ના “બલિદાન દિવસ” નિમિત્તે વાપી શહેર યુવા ભાજપ અને વાપી નોટિફાઇડ,યુવા ભાજપ નાં સંયુક્ત ઉપક્રમે પુરીબેન પોપટ લખા બ્લડ બેન્ક વાપી ખાતે તા.૨૫ જૂન ૨૦૨૨ નાં રોજ રકતદાન શિબિર નું આયોજન સવારે ૮.૩૦ થી ૪.૩૦ કલાક દરમિયાન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક રક્તદાતાઓ એ રકતદાન કર્યું હતું. આ પ્રસંગે વાપી શહેર ભાજપ પ્રમુખ,વીઆઇએ સેક્રેટરી સતીશભાઈ પટેલ, ભાજપી કાર્યકતાઓ તથા મોટી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે વાપી શહેર યુવા ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિત્તે સર્વ કાર્યકર્તાઓ અને અનેક રક્તદાતાઓ એ આજે અહીં રકતદાન કર્યું છે. આજે કમસે કમ ૨૦૦યુનિટ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. પ્રદેશ યુવા મોરચા મંત્રી ભાવેશા ગોકાણી એ કહ્યું કે ભારતીય જનતા યુવા જનતા મોર્ચો ગુજરાત પ્રદેશ નાં અઘ્યક્ષ પ્રશાંતભાઇ ગોરાટ ની આગેવાની માં રકતદાન શિબિર યોજાઇ રહી છે. જે સંદર્ફે વાપી માં પણ આયોજિત રકતદાન શિબિર માં ૨૦૦યુનિટ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
