દમણમાં 10 વર્ષ થી કાર્યરત કોન્ટ્રાક્ટ શિક્ષકો અને કાયમી પોસ્ટ પર કામ કરતા શિક્ષકોની આપવીતી [જાયે
તો જાયે કહો……
તા.21.7.2023 ના રોજ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દાનહ અને દમણ દ્વારા એક ઓર્ડર બહાર પડાયો.
જેમાં શાળા સમય 9:30 થી 4:30 કરવો ,તેમજ શિક્ષકો માટે રિપોર્ટિંગ ટાઈમ 9:15 અને શાળા છોડવાનો
સમય 4:45 એમ શાળા સમય સાડા સાત કલાકનો કરવામાં આવ્યો છે. આ ઓર્ડર થી શિક્ષણ જગતમાં
સતત ચિંતાજનક વાતાવરણ સર્જાયું છે.
જે શિક્ષકો 10 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે, એવામાં હાલત ખૂબ જ કફોડી બનવા પામી છે. 10
વર્ષથી સ્કૂલ ટાઈમ ૫ કલાક દિવસના, એમ મહિનાના 24 હજાર રૂપિયા, 10 વર્ષ સુધી એક સરખા પગાર પર
કામ કરી રહ્યા છે. 10 વર્ષમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. એવા સમયે આજ દિન સુધી એક રૂપિયાનો
પણ પગાર વધારો થયો નથી .પણ કામનો બોજો દિવસેને દિવસે વધતો જ જાય છે. 7:30a.m થી 12:30
p.m કે 12:30 p.m
થી 5:30 p.m ના શાળા સમય સોમથી શુક્ર તેમજ શનિવાર નો સમય 7:30a.m. થી
11:30a.m, કે 11:30a.m થી 2: 30p.m ના સમય મુજબ દસ વર્ષ પહેલાં નોકરી સ્વીકારી હતી. પરંતુ 10
વર્ષમાં એ શાળા સમયમાં સતત વધારો થતો આવ્યો છે. ક્યારેક એક્સ્ટ્રા ક્લાસ, તો ક્યારેક મિશન વિદ્યા,
એમ સ્કૂલ ચાલુ થતાં જ એક્સ્ટ્રા ક્લાસ ચાલુ કરી નાખવામાં આવે એ પણ ના હોવા જોઈએ. અને નવા નવા
ક્લાસીસના નામે શાળા સમયમાં એક કલાકનો વધારો ચાલી આવ્યો છે. તે સિવાય કોરોના કાળમાં વિવિધ
સર્વે, ફળિયામાં જઈ બાળકોને ભણાવવા, દવાની વહેચણી,રજાના દિવસે, રવિવારે વિવિધ મીટીંગોનું
આયોજન, સાફ સફાઈના કાર્યક્રમો, વિવિધ અભિયાનો ચલાવવા અને એ તમામમાં સામેલ થવું. આ બધું
ઓછું હોય તેમ હાલમાં શાળા સમયમાં અચાનક વધારો કરી 5 કલાકને બદલે દિવસમાં 7:30 કલાક
કરવામાં આવ્યો છે અને પગાર તો માત્ર જે છે એ જ ફિક્સ 24000 ત્યારે કોન્ટ્રાક્ટ પર કાર્યરત શિક્ષકોની
હાલત એકદમ કફડી બની છે .કારણ બે વર્ષ પહેલા ઓગસ્ટ -2021 માં થયેલ શિક્ષક બદલીમાં પણ ખૂબ જ
અન્યાય થયો હતો. પોતાના ગામની નજીકની શાળામાં બદલી કરવાના બદલે એક છેડેથી બીજા છેડે બદલી
કરવામાં આવ્યો છે અને પગાર તો માત્ર જે છે એ જ ફિક્સ 24000 ત્યારે કોન્ટ્રાક્ટ પર કાર્યરત શિક્ષકોની
હાલત એકદમ કફડી બની છે .કારણ બે વર્ષ પહેલા ઓગસ્ટ -2021 માં થયેલ શિક્ષક બદલીમાં પણ ખૂબ જ
અન્યાય થયો હતો. પોતાના ગામની નજીકની શાળામાં બદલી કરવાના બદલે એક છેડેથી બીજા છેડે બદલી
આપી, પહેલા જ શિક્ષકો સાથે ભારે અન્યાય થઈ ચૂક્યો છે.પણ જો કોઈ પણ શિક્ષક ફરિયાદ કરે તો
દમણના શિક્ષકને સેલવાસના દૂધની અને દીવ બદલી કરી નાખવાની ઉપરી અધિકારી દ્વારા ધમકી
આપવામાં આવે અને વધુમાં થાય તો નોકરી કરો નહીં તો છોડી દો એવી ખુલ્લી ધમકીઓ પણ આપવામાં
આવે છે. આમ જાયે તો જાયે કહા જેવી પરિસ્થિતિ ઊભી થતા શિક્ષકો ન્યાય માંગે પણ કોની પાસે?કોણ
કરશે ન્યાય ? આમ માનસિક અને આર્થિક રીતે શિક્ષક સતત શોષણનો ભોગ બની રહ્યો છે. ભાવિ સમાજના
ઘડવૈયા એવા શિક્ષકનું આવું શોષણ ક્યારે પણ સહન કરવા યોગ્ય નથી.દેશ નું ભાવિ ને ડર રાખવાનું
શીખવાડાશે, વળી ભાવિ સમાજના નાગરિક એવા આપણા નાના ભૂલકાઓને પણ વધારાના સમયના કારણે
ઘણું બધું સહન કરવા પડશે. ભણતરના ભાર નીચે જ એને દબાવી દેવામાં આવશે તો એનો શારીરિક
વિકાસ પણ રૂંધાઈ જશે. આમ, સર્વ રીતે જોતા શિક્ષક અને બાળક તમામને ન્યાય મળે.(1)તેમ જ કોન્ટ્રાક્ટ
શિક્ષકોને જે સમય હતો એજ સમય રાખી પગાર વધારો કરી આપવામાં આવે, (2) પોતાના ઘર નજીકની
શાળામાં ટ્રાન્સફર કરી આપવામાં આવે,(૩)વધારાના કામ ન આપવામાં આવે અને એક્સ્ટ્રા ક્લાસ ન ચાલુ
કરવામાં આવે (4)તેમજ સર્વે શિક્ષકોની સમસ્યાઓને બોટમ લેવલથી સાંભળી તેનું ટૂંક સમય માં યોગ્ય
નિરાકરણ લાવવામાં આવે,એવી શિક્ષકો અને વિદ્યાર્થીઓની માંગ ઉઠી રહી છે.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877