Explore

Search

September 14, 2025 3:37 am

लेटेस्ट न्यूज़
Advertisements

ષોડશ ગ્રંથ પરિચય – ૪ 🌹સિધ્ધાંતમુક્તાવલી : Kusuma Giridhar

ષોડશ ગ્રંથ પરિચય – ૪ 🌹સિધ્ધાંતમુક્તાવલી  : Kusuma Giridhar

🌹ષોડશ ગ્રંથ પરિચય – ૪ 🌹

 🌸સિધ્ધાંતમુક્તાવલી🌸

આ ' સિધ્ધાંત મુકતાવલી  ' ગ્રંથ શ્રીમહાપ્રભુજીએ અચ્યુતદાસ સનોઢિયા માટે પ્રકટ કર્યો. આ ગ્રંથમાં ૨૧  શ્લોક થી પુષ્ટિમાર્ગીય સિધ્ધાંતો જેવાં કે ૧. કૃષ્ણ સેવા સદા કાર્યા  ૨. માનસી સેવા  ૩. તનુજાવિત્તજાસેવા પર પ્રકાશ પાડેલ  છે. આ ગ્રંથમાં મુખ્યત્વે નીચેની બાબતો આવરી લઇ પુષ્ટિ વૈષ્ણવો કર્તવ્ય શું છે તેનું નિરુપણ કરેલ છે.

૧. વૈષ્ણવોનું પહેલું કર્તવ્ય કૃષ્ણ સેવા સદા કાર્ય
૨. કૃષ્ણ સેવા માત્ર પૂજા – પાઠની માફક કરવા ખાતર કરવાની નથી. પરંતું મન સદા કૃષ્ણ સેવા પરાયણ રહે તેવી રીતે કરવી.
૩. આવી માનસી સેવાના સાધનરુપ તનુજા અને વિત્તજા સેવા છે.
૪. મન પરોવી સેવા કરવાથી સંસારના દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મનો બોધ થાય છે.
૫. જગતના નિયામક ત્રણ દેવ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ફકત લૌકિક કામના પૂર્તિ માટે છે. જયારે બ્રહ્મતત્વ શ્રીપૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણ સર્વેસર્વા છે.
૬. જીવ અક્ષરબ્રહ્મનો અંશ છે, છતાં અવિધાને લીધે પોતાનું સ્વરુપ જાણતો નથી.
૭. અવિધાને લીધે સંસારમાં આસકત રહી શ્રીકૃષ્ણને ભજે તો, તેને સ્વરુપાનંદનો અનુભવ થાય છે. માટે શ્રવણાદિકથી પ્રભુનું માહાત્મ્યજ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવો, જેથી અવિધા નાશ પામે છે.
૮. અવિધા છતાં શ્રીકૃષ્ણનું ભજન કરવાવાળાને જો કે સંસારનાં દુઃખ ભોગવવાં પડે છે, છતાં તે દુઃખથી કંટાથી શ્રીકૃષ્ણનું ભજન ન છોડી દે તો તે કૃષ્ણ ભજન જ તેની અવિધા મટાડી દે છે, અને સ્વરુપાનંદનો અનુભવ કરાવે છે.
૯. સેવા સાથે શ્રવણાદિક હોય તો અવિધાથી વહેલી મુક્તિ મળે છે, અને શ્રવણાદિક વગર ફકત સેવામાં આગ્રહી હોય તો સતત શ્રીકૃષ્ણભજનથી પણ અવિધાથી મુકાઇ પ્રભુનું માહાત્મ્યજ્ઞાન થાય છે. પરંતું તેમાં ધીરજની આવશ્યકતા વધુ રહે છે.
૧૦. પ્રભુનું માહાત્મ્યજ્ઞાન થયા પછી સર્વથી અધિક અને સુદ્દઢ સ્નેહ પ્રભુમાં થાય તે ઉત્તમ છે.

૧૧. જ્ઞાનનો અભાવ હોય તો સાધનબળવાળા મર્યાદા ભક્તોએ ગંગાજી વગેરે પવિત્ર સ્થાનમાં રહી ભગવાનની કથાવાર્તામાં ચિત્ત રાખી રહેવું, પરંતું પુષ્ટિમાર્ગીય ભકતોએ જ્ઞાન અભાવમાં પ્રભુની કથાવાર્તામાં ચિત્ત રાખીને પ્રભુની સેવા જ કરવી, સેવા છોડીને બીજે કંઇ ભટકવાની જરુર નથી.

શ્રી સમસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમર્પણ ટ્રસ્ટ – વલ્લભ વિધાનગર

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements