નામ ગુન જાયેગા..આજ હૈ યહાં ક્લ કહી નહીં..કિનારા.
તમારી જાણકારી માટે બ્રાઝીલ માં છેલ્લા 24 કલાકમાં 1 લાખથી વધુ કોરોનાના નવા કેઈસ રેકોર્ડ થયા છે અને કુલ 300000 જેટલાં કોરોનાના લીધે થયેલ ડેથમા છેલ્લા 24 કલાકમાં 2777 નો ઉમેરો થયો છે
આઇસીસીયુ માં મશીન ના દોરડા, કેથેટરની નળીયુ, વેન્ટિલેટરના ટથૂબ અને ઈન્જેકશન ના પમ્પ સિવાય તમારી પાસે કોઈ નહીં હોય એ નકરી અને કડવી વાસ્તવિકતા છે.ડોક્ટર્સ નર્સિંગ અને પેરા મેડિકલ સ્ટાફ પીપી કિટમાં તેની ફરજ બજાવતા હશે.નતો તમો એને જોઈ શકસો કે નતો તેનાં હાવભાવ નિહાળી કે માણી શકસો!.હા ફક્ત નામ ગુન જાયેગા, આજ યહાં ક્લ કહા હોંગે ગોડ નોવાઝ?
આજે કોઈને ડોક્ટર પાસે કે હોસ્પિટલ જવું ગમતું નથી અને કદાચ જવું પડે તો દવા લેવી ગમતી નથી, લઈ લીધી ચાલો તો? દવા ખાવી ગમતી નથી.કારણ?કારણકે ખાધા પછી કેટલો ફાયદો થાય ન થાય, દવા ફાવે ને નાપણ ફાવે અને રીએકશન આવે તો?. આટલા બધા પ્રોબ્લેમ અને પ્રશ્રનાથ હોવા છતાં લોકો બેદરકાર છે,સિરિયસલી લેતા નથી, માસ્ક પહેરવો નથી ભીડ માં જવું છે અને પછી પોતે તો ઈન્ફેક્ટેડ થાય જ છે, વધારામાં ઘરનાને ચેપ લગાડે છે.
કોરોના કાતિલ છે અને ક્યારે કોને વળગે છે કોઈને ખબર પડતી નથી. અને વલગણ પણ કેવું ના સહેવાય ના વેઠાય! કંઈક વ્હેમ માં નંદવાય ગયા કે ગુમ થઈ ગયા!
ઘણા ને એમ છે કે વેક્સીન લીધી ને હવે આપણને કાંઈ ના થાય. ના એવું નથી.વેક્સીન 100 ટક્કા પ્રોટેકશન આપતી નથી.
તો શું કરવું? માસ્ક પહેરો. માસ્ક ના પહેરયો હોય એની સાથે વાત કરવાનું ટાળો.ભીડમાં ના જાવ. ભગવાન ભાવના ભૂખ્યા છે અને અંતર્યામી છે એટલે ગરદી હોય તો મંદિર કે દેવસ્થાન જવાનું માંડી વાળો. બાકી આઇસીસીયુ માં ગયા પછી નસીબદાર જ પાછા આવે છે કારણ કે ત્યાં નો રિટર્ન એન્ટ્રી છે.
માસ્ક પહેરો, દૂર રહોં અને હાથને વારંવાર સાબુ કે લીકવીડ થી સાફ રાખો.
બેસ્ટ લક!
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877