તા-૨૩ JULY ૨૦૨૨ ના રોજ પુને, મહારાષ્ટ્ર ખાતે વોર્રીઅર્સ ડ્રીમ સીરીઝ BJJ ( BRAZILIAN JIU-JUTSU) ની નેશનલ લેવલ ની સ્પર્ધા નું આયોજન કર્યું હતુ. જેમાં વલસાડ ખાતે ૨૦૧૪ થી ચાલતી આવતી એક્ષ્ટ્રીમ માર્શલ આર્ટ અકાદમી માં ચેતન પટેલ પાસે તાલીમ લઇ રહેલ કેશા મોદી તેમજ પાર્થ લાંગે એ ભાગ લીધો હતો. બ્રાઝિલિયન જુ-જુત્સુ એ લડાઈ ની રમત છે. જે ગ્રાઉન્ડ ફાઈટીંગ અને સબ્મીસન હોલ્ડ પર આધારિત હોય છે. જેમાં કેશા મોદી એ -૫૦KG તેમજ -55KG વજન કેટેગરી માં ૨ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જયારે પાર્થ લાંગે એ -65KG તેમજ -70KG વજન કેટેગરી માં ૨ સીલ્વેર મેડલ પ્રાપ્ત કરી વલસાડ જીલ્લા તેમજ ગુજરાત રાજ્ય નું નામ રોશન કર્યું હતુ.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877