મારી COVID19 સારવાર અને અનુભવ.
આ લખવાનો મારો ઉદેશ ફકત કોઈક જરૂરી વ્યક્તિ ને મારા આ અનુભવ પરથી કઇકં જાણકારી મળે અને સારવાર દરમ્યાન હિમ્મત ને ડબલ કરી મન ને ખુબજ મજબુત રાખે જેથી તકલીફ મા રાહત રહે એટલો જ છે. એ સિવાય બીજો કોઇ ઉદેશ નથી.
તા.૩.૪.૨૦૨૧ ના રોજે મે અને મારી વાઈફે Dr LH Hiranandani Hospital મા COVISHIELD vaccine મુકાવી.
તા.૪.૪.૨૦૨૧ લગભગ ૨ વાગે રવિવાર સવાર થી ૧૦૦ થી ૧૦૨ તાવની શરુઆત થઈ.
એજ દિવસથી મે મારા મિત્રો ના ડો. જોડે વાતચીત કરી એમણે મારી દવા ચાલુ કરી. કેમેય તાવ ઉતરતો નોતો. ગુરુવારે તાવ ન આવયો અને અમે હીરાનંદાની જઇ RT PCR TEST કર્યો ૪૮ કલાકમાં રીપોટ મલસે એવુ અમને જણાવવામા આવ્યું. શુકરવારે મને ફરી તાવ આવયો. હર્ષ ને પણ તાવ ચાલુ થયો. અમે ફરી હીરાનંદાની ગયા અને હર્ષની RAPID ANTIGEN TEST અને RT PCR બે ટેસટ કરાવી.
શુકરવારે રાતે ૧૨ વાગે અમે ૩ જણ અંધેરી CT SCAN
D DIMER
PRC
RBC
TEST કરાવી દીધી.
શનિવારે રાતે ખબર પડી કે મને CT SCAN મા MILD PNEUMONIA છે.
સોનલ અને હર્ષ નો રીપોટ નોરમલ હતો.
શનિવારે રાતે હું પારસ ઘામ મા એડમીટ થયો. ખાવાનું કઇં ખવાતું નોતુ. તાવ ચાલુ જ હતો અને મારી કડીંશન બગડી રહી હતી. મારી ટરીટમેંટ ચાલુ થઇ ચુકી હતી.
બીજે દિવસે સોનલ અને હર્ષ ને પણ તકલીફ થતા મે તરતજ એડમીટ કરાવી દીધા. જોકે ડો. ઓએ ટરીટમેંટ ચાલુ કરી દીધી હતી.
૨ દિવસ નીકળી ગયા હતા અને મને ખાવાનું ભાવતું નોતુ. હું કમજોર પડી રહયો હતો એટલે મે ડો. ને હીનદુ મહાસભા હોસપીટલ ઘાટકોપર મા મંગળવારે ખસેડવાની માંગ કરી.
આ ૧૫ માળ ની હોસપીટલ ઘણી સારી અને અધતન સુવિધા ધરાવતી COVID19 Special હોસપીટલ છે. Very Cooperative Dr. , Staff , Nurses , House keeping , Different teams for different work માટે ઘણી સારી જણાઇ. મને ગમી ગઈ. ઘણુ સારું લાગ્યું.
બુધવારે મારુ ફરીવાર CT SCAN & Other BLOOD TEST કરવામા આવ્યા. રીપોટ મા Covid 13/25 દેખાડતું હતું પણ ડો. કીધું બરાબર થઈ જશે. ટરીટમેનટ જોરમા ચાલુ હતી. મને હવે OXYGEN પર મુકી દીધો હતો. મારા પોતાના શરીર ની તાકાત / શક્તિ અનાજ ના ખાવાના કારણે કમજોર- ક્ષીણ થઇ રહી હતી.
અદંર ખાને મને એમજ થતું કે હું જલદી થી સારો થઈ રહ્યો છું.
હવે REMDESIVIR ના ઇન્જેક્ષન ૩ મળી ચુકયા હતા. હજી બીજા ૩ ની જરૂર હતી. Dr HNM , અરવિંદ, ખ્યાતિ , સુભાષ , રણજિત, પ્રમોદ ભાઇ , ધીરેન , ચેતન , પદમાબેન , jijaji , મિત્રો બધા ઇન્જેક્ષન ની પાછળ લાગ્યા હતા કારણ ઇન્જેક્ષન Black mktg મા મળી રહ્યા હતા.
જોકે ખુબજ શોધખોળ ના અંતે ઇન્જેક્ષન બધા મળી ગયા. મને હવે ફાસ્ટ રીકવરી મળી રહી હતી અને હવે હું ઝડપભેર સારો થઈ રહ્યો હતો.
મને ઘણી વાર એવુ લાગતું કે હું કમજોરીને કારણે હમણાં નીચે પડી જઈશ. એટલે ૨ દિવસ લેટરીન ( કાળી ) પણ પથારી પર થી જ કરવી પડી. કફ પણ લાલ થઇ ગયો હતો. કમજોરી એ મને જકડી લીધો હતો.
હવે સોનલનો રીપોટ પણ નોરમલ આવી ચુકયો હતો. પણ એની ટરીટમેટં પુરી થઇ ચુકી હતી. થોડી ગફલત થઇ હતી પણ હવે કશુ થઇ શકે એમ નોતુ.
લક્ષણો
૧) તાવ
૨) સુકી ખાંસી
૩) Oxygen Level નું નીયે આવી જવું ઘણું ગભીંર છે. તરતજ Oxygen ની તજવીજ કરવીજ.
( ખાવાનું ના ભાવવું/ ઓછું થવું.
શરીરની અશક્તિ
માથું દુખવું
બોલવામા તકલીફ આ બધુ ના ખાવાને કારણે છે એવુ ડો.રોનુ કેવું છે.)
માટે થોડું થોડું ખાતાજ રેવુ જેથી શક્તિ મળતી જ રહે.
સારવાર મા STEROID પણ ઉપયોગ કરાય છે જેનાથી BLOOD SUGAR વધે છે. ડો. કહે છે થોડા દિવસોમાં એ નોરમલ થઇ જાય છે.
શરીર ને બે મોરચે લડત કરવી પડે છે
૧) શરીર નું Oxygen Level maintain રાખવુ. એની માટે ખાઇ ને તાકાત વધારવી જેમા હું શરુઆત મા કમી પડ્યો.
૨) બીજું શરીરે દવા ની મદદ થી Covid સામે જંગે લડવાનું. આ બે મુદ્દા બરાબર સમજવાની જરુર લાગે છે.
બેમાથી એક વાત બંને કયાં તો દર્દી જીવી જાય અથવા પરલોક સીધાવી જાય.
કમજોરી ને કારણે ઉઠવા બેસવામા પણ ઘણી તકલીફ થાય છે.
આ બધા પોઇટોં ની ચર્ચાઓ મે મારા ૬ નબંર વોરડ ના લગભગ ૫ ડો.રો તેમજ ૧૫ પેશંટો જોડે કરી છે એમની પાસેથી એમના અનુભવો વિષે જાણકારી મેળવીને પછી લખી રહ્યો છું.
આશા છે આપને કઇકં જાણકારી મળશે.
કદાચ આજે અથવા આવતીકાલે મને હોસપીટલમાથી રજા આપવામા આવશે એવુ લાગે છે.
Drs Advise
૧) પ્રાણાયામ કરતા રહો.
૨) PRONE કડીંશન મા સુવો. છાતી નીચે રાખી સુવાથી ફેફસાંમાં ૭૦% Oxygen વધુ જાય છે.
૩) Steam લો.
૪) વાતો ઓછી કરો.
૫) પૈસા / ઇનશયોરનસ / સરકારી મદદ ના કાર્ડ નો બદોંબસત રાખો.
૬) ઇલેકટરાલ પાવડર પીતા રહો જેથી શરીરમાં તાકાત બની રહે.
૭) થરમોમીટર
૮) Oxymeter.
આભાર
છેલ્લે હું મારા સર્વે મિત્રો Dr Ashokbhai , Dr Prafulbhai , સર્વે કુટુબીંજનો , ડો. સ્ટાફ , મારી કપનીં માલિકો Sh જનકભાઇ , Sh વિરાગભાઇ , વિનોદભાઇ વિગેરે નો રદયપુરવક ખુબખુબ આભાર માનું છું કે જેમણે મને COVID19 માથી બહાર કાઢવાની ભારે મહેનત મા લાગેલ રહ્યા.
હોસપીટલમાથી
લિ. અનિલ પી મિસ્ત્રી
અંધેરી મુબંઇ.
ગા – એકલારા. જી- વલસાડ
મો- ૭૭૩૮૦૦૬૬૬૮
21.4.2021- 11.45pm.
💐🌷🙏💐🙏🌷💐
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877