Explore

Search

June 6, 2025 4:57 am

लेटेस्ट न्यूज़

दमन में सड़क सुरक्षा अभियान को मिली नई दिशा, “Helmet Hero “मुहिम के अंतर्गत आयोजित हुई जागरूकता ग्राम सभा माननीय प्रशासक श्री प्रफुलभाई पटेल के कुशल नेतृत्व में दमन में सड़क सुरक्षा के प्रति जनजागरूकता अभियानोंको नई गति

Advertisements

✍ કપડાથી કોઈની કિંમત આંકશો નહીં : D.B.Solanki

✍ કપડાથી કોઈની કિંમત આંકશો નહીં : D.B.Solanki

✍ કપડાથી કોઈની કિંમત આંકશો નહીં.

અમેરિકાની જગપ્રસિદ્ધ હાવર્ડ યુનિવર્સીટીના પ્રેસિડન્ટને મળવા એક વૃદ્ધ દંપતી ગયું. પુરુષે સાદા કપડાં અને સસ્તું સૂટ પહેરેલું હતું અને મહિલાએ પણ તદ્દન સાદા કપડાં પહેરેલા હતા. એ લોકો જયારે પ્રેસિડેન્ટની ઑફિસે ગયા તો ત્યાં બેઠેલી સેક્રેટરીએ એમના તરફ તિરસ્કારથી જોયું. પુરુષે એને કહ્યું, “અમારે પ્રેસિડન્ટ જોડે મુલાકાત કરવી છે.”

સેક્રેટરીએ પ્રેસિડન્ટને સૂચના આપ્યા વિના એમને કલાકો સુધી બેસાડી રાખયા. જોયું કે આ લોકો પ્રેસિડન્ટને મળ્યા સિવાય નહીં રહે એટલે ના છૂટકે એને પ્રેસિડન્ટને એમની જાણ કરી. પ્રેસિડેન્ટે એમને ફક્ત પાંચ મિનિટ માટે પોતાની કેબિનમાં બોલાવ્યા.

મહિલાએ વિનમ્રતાથી પ્રેસિડન્ટને કહ્યું, “અમારો જુવાન દીકરો મરી ગયો છે. એ આ યુનિવર્સીટીમાં ભણતો હતો. અમારે એની યાદમાં અહીં કૈંક બનાવવું છે.”

“અહીંથી દર વર્ષે હજારો સ્ટુડન્ટ્સ ભણી બહાર નીકળે છે. એમાંથી ઘણા મૃત્યુ પામતા હશે. હવે જો અમે દરેકને એમની યાદમાં અહીં કશું બનાવવા દઈએ તો આ યુનિવર્સીટી મટીને એક કાબરિસ્તાન બની જશે.”

મહિલાએ કહ્યું, “તમે અમને ગલત સમજ્યા. અમે અમારા દીકરાનું કોઈ પૂતળું અહીં બનાવવા નથી માગતા. અમે તો એની યાદમાં એક બિલ્ડીંગ બનાવી યુનિવર્સીટીને આપવા માગીયે છીએ.”

પ્રેસિડેન્ટે એ બંને પર ફરીવાર એક નજર મારી અને કટાક્ષમાં કહ્યું, “તમને ખબર છે એક બિલ્ડીંગ કેટલામાં બને છે? પંચોતેર લાખ ડોલરનો ખર્ચ થાય છે.”

પ્રેસિડેન્ટની વાત સાંબળી મહિલા બે મિનિટ માટે શાંત થઇ ગઈ. પ્રેસિડન્ટને ખુશી થઇ કે એણે મહિલાને શાંત કરી દીધી. બે મિનિટ બાદ મહિલાએ પોતાના પતિ સામે જોઈને કહ્યું, “બસ, એક યુનિવર્સીટી શરુ કરવા માટે આટલાંજ પૈસા જોઈએ છે?”

મિસ્ટર અને મિસિઝ લીલેન્ડ અને જેન સ્ટેનફોર્ડ ત્યાંથી નીકળી કેલિફોર્નિયાના પાઓલો આલ્ટો શહેર ગયા અને ત્યાં તેમણે બીજી જગપ્રસિદ્ધ સ્ટેનફોર્ડ યુનિવર્સીટી સ્થાપી. આ યુનિવર્સીટી એમણે એમના મૃત દીકરાના નામ પર સ્થાપી.

અત્યાર સુધીમાં ૮૩ નોબેલ ઇનામો જીતનારા સ્ટેનફોર્ડ યુનિવર્સીટીના છે.

કોઈ દિવસ કોઈની એના કપડાથી કિંમત આંકશો નહીં.
🙏🙏 શુભ રવિવાર D. B.Solanki 🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements