મુંબઈ વડી અદાલત મામલો
સ્વ. સાંસદ અને આમજનતા તથા આદિવાસીઓના દિલમા વસેલા મોહનભાઈ ડેલકર આપઘાત મામલા માં દાખલ થયેલ FIR રદ કરવા દાનહના કલેક્ટર પછી પ્રશાસકે પણ વડી અદાલત મા દાખલ કરેલ પીટીશન પર ગત રોજ તા.27 એપ્રિલના દિને થયેલી વિગતવાર સૂનવણી દરમિયાન અધિકારીઓ ને ફરી એક વખત નિરાશા જ હાથ લાગી છે. મોટા મોટા વકીલો ની ફોજ ઉતારવા છતાં અદાલતે પણ FIR રદ કરવા બાબતે કોઇ રુચી ધરાવી નહી હોય એવું પ્રતીત થઇ રહેલ છે.
માનનીય અદાલતે આરોપીઓ ને આગલી સુનવણી સુધી ગિરફતાર નહી કરવાનો આદેશ જરુર આપ્યો છે પણ સાથે તમામ આરોપીઓ ને તપાસ કરતી પોલીસ ટીમને તપાસ માં સંપૂર્ણ સહયોગ કરવાની તાકીદ પણ કરી છે. આખરે પ્રશાસકે પણ અદાલત પાસે જવું પડ્યું છે.
પ્રશાસન ના વકીલ સની ભિમરા શબ્દોને ગૂથી રહ્યા છે. તેઓએ આદેશની નકલજ તમામ પત્રકારોને આપવી જોઈએ એટલે માનનીય અદાલતના આદેશની હકીકત ખબર પડે. આગલી સુનવણી ૧૬ જૂને થશે ત્યારે દૂધ નું દૂધ અમે પાણી નું પાણી થઇ જશે.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877