સ્વાતંત્ર્ય સેનાની અને સ્ત્રી કેળવણીકાર સવિતાબેન ત્રિવેદી (1896-1972) નો આજે જન્મદિવસ છે.
સવિતાબેન ત્રિવેદીનો જન્મદિવસ છે. અમદાવાદમાં 21 સપ્ટેમ્બરે જન્મેલા સવિતાબેનનો જન્મ થયો હતો. જ્યારે સ્ત્રી શિક્ષણ પરત્વે સમાજ સદંતર ઉદાસીન હતો ત્યારે એસ.એન.ડી.ટી યુનિ.ના પહેલી બેચના વિદ્યાથીની તરીકે સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે સ્નાતક થયા હતા . શિક્ષણકાર સવિતાબેનનું સૌથી મોટું યોગદાન એટલે ૧૯૨૪માં અમદાવાદમાં સ્થપાયેલી શારદામંદિર નામની પ્રયોગાત્મક અને સંયુક્ત પરિવાર જેવી શૈક્ષણિક સંસ્થા હતી. શિક્ષણની પ્રવુતિઓ સાથે ૧૯૩૦ માં સવિનય કાનુન ભંગ આંદોલનમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો. મહાત્મા ગાંધી સાથે સવિતાબેનનો પત્રવ્યવહાર પણ થયો હતો. સવિતાબેન ત્રિવેદીના વ્યક્તિત્વના અનેક પાસાઓ હતા . “સ્ત્રી શિક્ષણ વગર રાષ્ટ્રનો ઉદ્ધાર શક્ય જ નથી ” તેમ દ્રઢપણે માનનાર અને તે દિશામાં કામ કરનાર સવિતાબેને વાત્સલ્યભા, શિસ્ત અને ગૃહજીવનના આદર્શ દ્રારા શારદામંદિરને નમૂનારૂપ સંસ્થા બનાવી હતી. આ સંસ્થાએ અનેક મહિલા નેતાઓનું ઘડતર પણ કર્યું છે .ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના પ્રમુખ, એસ.એન.ડી.ટી.યુનિ.ના સેનેટ સભ્ય, અખિલ હિન્દ મહિલા પરિષદના મંત્રી અને પ્રમુખ વગેરે હોદ્દાઓ પર રહી તેઓએ સ્ત્રી શિક્ષણ પ્રત્યે સામર્થ્ય બતાવ્યું હતું. જીવનની ઉત્તરાવસ્થામાં સવિતાબેને ચાણોદ-કરનાળીમાં શ્રી મહિલા સમાજની સ્થાપના કરી સીવણ વર્ગો, બાલમંદિર શરુ કરી વિધવા, ત્યક્તા અને નિરાશામાં ડૂબેલી બહેનોને તેમના જીવનની મહત્તા સમજાવી હતી. અહીં તેઓ ચાણોદ ગ્રામ પંચાયતના સભ્ય અને તાલુકા સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા. ૨૦મા સૈકાના આ તેજસ્વી શિક્ષણકાર અને સામાજિક કાર્યકર્તાનું 14 ડિસેમ્બર 1972 માં અવસાન થયું હતું.
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877