પ્રવાસ કથા ભાગ 120
બેંગ્લોરનાં સંસ્મરણો
🙂 🌹 ❤️ 🌷☘️ 🙏🏻
તા. 2 થી 18 સપ્ટેમ્બર 2022 દરમિયાન હું અને મારા ધર્મપત્ની નયના બેંગ્લોર અમારા દિકરી-જમાઇને ત્યાં રહ્યા. આ સમયગાળા દરમિયાન બેંગ્લોર દર્શન ઉપરાંત ઘણી વ્યક્તિઓને પણ મળવાનું થયું, જેની સાભાર નોંધ અહીં લઉં છું. મારા આત્મીય મિત્ર અને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય શ્રી કૌશિકભાઇ જયંતિભાઈ વૈદનાં સરસ મજાના વિલામાં તેમનાં નિમંત્રણને માન આપીને ગયા ત્યારે ખુબ જ સન્માનપૂર્વક અમને માન આપ્યું, એટલું જ નહીં તેઓશ્રી અમને ગાડી લઈને તેડવા આવેલા. કૌશિકભાઇ ઘણાં વર્ષો અમેરિકા, સાન ફ્રાન્સિસ્કો રહ્યા બાદ વતનનો સાદ પડતાં ભારત આવ્યા અને બેંગ્લોર સ્થાયી થયા. વર્તમાને તેમનો દિકરો વિવેક સાન ફ્રાન્સિસ્કોમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો છે. કૌશિકભાઇનાં માતુશ્રી રેણુકાબેન હાલ રાજકોટ રહે છે. તેમનાં ધર્મપત્ની શ્રીમતી અંજનાબેનનું પિયર રાજકોટ છે એમનાં પિતાશ્રી સ્વ. નાગજીભાઈ વિરાણી હાઇસ્કુલમાં શિક્ષક હતા અને તેમની સાથે મારી સારી એવી મિત્રતા હતી. તેમનાં બંન્ને સુપુત્રો અશોક અને જીગ્નેશ હાલ રાજકોટ સ્થાયી છે. અમારે તો બંન્ને પરિવાર સાથે દસકાઓનાં સંબંધો રહ્યા છે. જ્યારે અમે બેંગ્લોર મળ્યા ત્યારે સંસ્મરણો વાગોળતાં અને સત્સંગ કરતા લગભગ 3 કલાક જેટલો સમય વિતાવ્યો અને સ્વાદિષ્ટ રાત્રિ ભોજન લઇને વિદાય થયા.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877