Explore

Search

August 30, 2025 12:29 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 2 ઓક્ટોબર સુધી રેલ ટ્રાફિકને અસર થશે : Manoj Acharya

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 2 ઓક્ટોબર સુધી રેલ ટ્રાફિકને અસર થશે : Manoj Acharya

રાજકોટ, 21 સપ્ટેમ્બર, 2022 – રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 2 ઓક્ટોબર સુધી રેલ ટ્રાફિકને અસર થશે.
👉 રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા સિંધાવદર, કણકોટ, ખોરાણા અને બિલેશ્વર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 22 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે: 👇
રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 22959 વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 23.09.2022 થી 01.10.2022 સુધી રદ.
• ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 24.09.2022 થી 02.10.2022 સુધી રદ.
• ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ 26.09.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 19574 જયપુર-ઓખા એક્સપ્રેસ 27.09.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ 28.09.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 22907 મડાગાવ-હાપા એક્સપ્રેસ 30.09.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ 24.09.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 22940 બિલાસપુર-હાપા એક્સપ્રેસ 26.09.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ 27.09.2022 ના રોજ રદ.
• ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ 28.09.2022 ના રોજ રદ.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 22.09.2022 થી 30.09.2022 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ 23.09.2022 થી 01.10.2022 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંટો એક્સપ્રેસ 22.09.2022 થી 30.09.2022 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 12268 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી 23.09.2022 થી 01.10.2022 સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 23.09.2022 થી 01.10.2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 23.09.2022 થી 01.10.2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22923 બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રાથી સુરેન્દ્રનગર 22.09.2022, 24.09.2022, 26.09.2022 અને 29.09.2022ના રોજ દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસ 23.09.2022, 25.09.2022, 27.09.2022 અને 30.09.2022 ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી દોડશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
👉 માર્ગમાં મોડી થનાર ટ્રેનો:
બ્લોક અવધિ માટે એટલે કે 23.09.2022 થી 01.10.2022 સુધી માર્ગમાં મોડી થનાર ટ્રેનોની વાર મુજબની વિગતો નીચે મુજબ છે: 👇
ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ દર મંગળવારે 1 કલાક મોડી પડશે, ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ દર મંગળવારે 1 કલાક 10 મિનિટ મોડી પડશે અને ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ દર શુક્રવારે 1 કલાક મોડી પડશે.
▶️ રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
✍️ અભિનવ જેફ,
સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,
પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન.
0281-2458262

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements