નવમી નવરાત્રિએ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે બિરાજીત માં ગાયત્રીનાં કરો દિવ્ય દર્શન 🛕🚩🙏🏻
આજની કિંમતી સાડી સંયુક્તરૂપે શ્રી અંબરીષભાઇ ચૌહાણ (ભૂમિ ફૂટવેર, રાજકોટ) તથા શ્રી ભરતભાઈ શુક્લ (ગોંડલ) તરફથી હતી. માતાજીનો શણગાર શ્રી ગંભીરસિંહ ઝાલા (સચાણા, હાલ રાજકોટ) તરફથી હતો. સવારની વિશેષ પૂજા શ્રી ઋષભ શાહ તરફથી હતી. પ્રસાદની સેવા શિષ્ય શ્રી મહેન્દ્રભાઈ ઉનડકટ તરફથી હતી પરંતુ તેમની અસ્વસ્થ તબિયતને હિસાબે આવી શક્યા નહોતા. આરતીનો લાભ વિણાબેન, પુ. માડીનાં શિષ્ય શ્રી તેજસ શાહ તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી કવિતાએ લીધો હતો અને તેઓએ માતાજીને સાડી પણ ભેટ ધરાવી હતી. આજે ઉનાથી પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય શાસ્ત્રી શ્રી હિતેષભાઇ જોષી માતાજીનાં દર્શનાર્થે બપોરે વિશેષ પધાર્યા હતા તથા મુળી ચોવીસી પરમાર ક્ષત્રિય સમાજ, રાજકોટનાં મહામંત્રીશ્રી રાજેન્દ્રસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિ હતી અને તેમણે પુ. માડીનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. પુ. માડી માટે દૂધ, ફ્રુટ તથા દશેરાએ પારણાંની સેવા તેમજ દિવાળી સુધી અખંડ દીપસેવા જુનાગઢનાં શિષ્ય શ્રી ભાવેશભાઇ જાદવ (ગાર્ડન કાફે રેસ્ટોરન્ટ) તરફથી છે. નવેય દિવસ દરમિયાન બહોળી સંખ્યામાં ભાઇ-બહેનો તથા બાળકોએ પણ ભાવથી ગરબા રમ્યા હતા.
દશેરાએ પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી મોરબી ખાતે થઇ. તેમનાં એડવોકેટ શિષ્ય શ્રી હિતેષભાઇ રામજીભાઇ કાચરોલાએ નવો ફલેટ લીધો તે નિમિત્તે કૂળદેવી બહુચરાજી માતાજીની ચિત્રપ્રતિમા સ્થાપિત કરી અને સવારે 11.30 વાગે પૂજા વિધી સંપન્ન કરી. ગુરૂપૂજન બાદ આખા ઘરમાં પરિવારજનોની હાજરીમાં માડીનાં કંકુપગલા કરાવ્યા અને સૌએ પ્રસાદ લીધો. એ ઉપરાંત શકટ સનાળા ખાતે પણ શિષ્ય શ્રી સાગર જયંતિભાઈ અઘારાનાં નિવાસસ્થાને પુ. માડીની પધરામણી થઈ. સૌને શુભાશીર્વાદ પાઠવી બપોરે 2 વાગે માડી અમદાવાદ જવા રવાના થયા.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877