Explore

Search

August 30, 2025 6:10 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

જાણીતા પુરાતત્વવિદ્ પી. પી. પંડયા (1920-60)જન્મદિવસ 08/11/1920 : Manoj Acharya

જાણીતા પુરાતત્વવિદ્ પી. પી. પંડયા (1920-60)જન્મદિવસ  08/11/1920 : Manoj Acharya

જાણીતા પુરાતત્વવિદ્ પી. પી. પંડયા (1920-60) તો આજે જન્મદિવસ છે.
શ્રી પુરુષોત્તમ પ્રેમશંકર પંડયાનો જન્મ રાજકોટમાં થયો હતો. તેઓએ ઉચ્ચ અભ્યાસ ભાવનગરની શામળદાસ કોલેજ અને અમદાવાદનાં ભોજે વિદ્યાભવનથી કર્યો હતો. તેમના પિતા કોટડા સાંગાણી રાજ્યના મુખ્ય માપણી અધિકારી હતા અને દાદા રાજ્યના પુરોહિત હતા. મેટ્રિકમાં સેન્ટર માં પ્રથમ આવેલ. એમ.એ. માં પુરાતત્વના બધા જ પેપરમાં મુંબઇ યુનિવર્સીટીમાં પ્રથમ આવેલ. મહાત્મા ગાંધીજીની હાકલ થતા કોલેજનો અભ્યાસ છોડી સ્વાતંત્ર્યની લડાઇમાં જોડાયા
મહાત્મા ગાંધીજીના સૂચનથી મલાડ (મુંબઇ) ખાતે શ્રીનાથજીના નેતૃત્વમાં શરૂ થયેલ ‘અહિંસક વ્યાયામ સંઘ’ ની તાલીમ શિબિરમાં તાલીમ લીધી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં ભારત સરકારના પુરાતત્વ વિભાગમાં આસિ. સુપ્રિ.ની પોસ્ટ માટે પસંદ થયા પણ વિશ્વ પ્રસિધ્ધ પુરાતત્વવિદ ડો. એચ. ડી. સાંકળિયા (મુંબઇ રાજ્યના પૂરાતત્વ ખાતા ના સલાહકાર ) અને મુંબઇ રાજ્યના નાણામંત્રી શ્રી ડો. જીવરાજ મહેતાની સલાહથી ગુજરાતમાં શરૂ કરેલ સંશોધન કાર્ય ચાલુ રાખવા એ નિમણુંક પત્રનો અસ્વીકાર કર્યો. ૧૯૫૦ માં જામનગર મ્યુઝિયમમાં ક્યુરેટરની જ્ગ્યા માટે જોડાયા. ફક્ત બે માસની તાલીમ મંજુર થતા શ્રી પી. પી.પંડ્યાએ વગર પગારે પોતાના ખર્ચે વિશ્વપ્રસિધ્ધ પૂરાતત્વવિદ ડો. એચ. ડી. સાંકળીયા, ડો. બી સુબ્બારાવ, શ્રી એમ.એન. દેશપાંડે, ડો. દીક્ષીત વિ. પાસેથી જુદી જુદી તાલીમ લીધી.
▶️ ૧૯૫૧ – ૫૯ દરમિયાન નીચેનાં સંશોધનો
👉 મધ્યકાલીન પાષાણ યુગના પાંચ સ્થળોમાં આદિ માનવની હયાતિ
👉 હડપ્પન સંસ્કૃતિના ૬૫ ટીંબાઓ શોધ્યા.
👉 ૧૫૦૦ વર્ષ પ્રાચીન ક્ષત્રપકાળની ૧૧૦ વસાહતો
મૈત્રક કાલીન મંદિરો
👉 ઈ.પૂ. ૧૨૫૦ થી ૬ઠી સદી સુધીની પ્રભાસપાટણ (સોમનાથ) સાંસ્ક્રૃતિક કડીઓ.
👉 રોઝડી (શ્રીનાથ ગઢ ગોંડલ પાસે) ૪૫૦૦ વર્ષ પ્ર્રાચીન હડપ્પન સંસ્કૃતિનું કિલ્લેબંધ નગર
👉 ખંભાલિડા ગામ (રાજકોટ જીલ્લા) પાસે ૧૮૦૦ વર્ષ પ્રાચીન બુધ્ધ ગુફાઓનો સમૂહ
👉 લાખા બાવળ, આમરા,, સોમનાથ, રોઝડી, પીઠડીયા, આટકોટ, મોટી ધરાઈ ગામે હડપ્પા સંસ્કૃતિના પ્રસાર અને પ્રકાર જાણવા ઉત્ખનન
▶️ તેમની પત્નીની યાદમાં જયાબેન ફાઉન્ડેશન (રાજકોટ) સ્થાપવામાં આવેલ છે – જે સમાજ સેવાનાં ઉમદા કામ કરી રહેલ છે.
✍️ રચનાઓ : –
અનેક પુસ્તકો અને સંશોધન લેખો. તેમના જીવન અને કાર્ય વિશે પુસ્તકો. મધાહ્ને સૂર્યાસ્ત, પુરાતત્વમાં સૌરાષ્ટ્ર (તેમના સુપુત્ર પીયૂષ પંડ્યાએ લખેલ અને તેઓ મારા મિત્ર છે.) ગામડે ગામડે પગપાળા પ્રવાસ કરીને સંશોધન કરનારા અને મેઘાવી વ્યકિતત્વ ધરાવતા પી. પી. પંડયાનું અવસાન 12 ફેબ્રુઆરી 1960 નાં રોજ ફકત 39 વર્ષની વયે થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ આચાર્ય, રાજકોટ
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements