Explore

Search

November 22, 2024 6:05 am

लेटेस्ट न्यूज़

સાહિત્યકાર જ્યોતિષ જગન્નાથ જાનિ (૯ નવેમ્બર ૧૯૨૮ – ૨૦૦૫) ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા. આજે જન્મદિવસ : Manoj Acharya

સાહિત્યકાર જ્યોતિષ જગન્નાથ જાનિ (૯ નવેમ્બર ૧૯૨૮ – ૨૦૦૫) ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા. આજે જન્મદિવસ  : Manoj Acharya

સાહિત્યકાર જ્યોતિષ જગન્નાથ જાનિ (૯ નવેમ્બર ૧૯૨૮ – ૨૦૦૫) ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા. આજે તેમનો જન્મદિવસ છે.
તેમનો જન્મ ખેડા જિલ્લાના પીજ ગામમાં ૯ નવેમ્બર ૧૯૨૮ના રોજ થયો હતો. તેમણે સુરતમાં અભ્યાસ કર્યો અને ૧૯૪૫ માં મેટ્રીક અને ૧૯૫૧ માં એમ.ટી.બી. કોલેજમાંથી બી.એસસી. નો અભ્યાસ પૂર્ણ કરીને ૧૯૬૩ માં પત્રકારત્વમાં ડિપ્લોમા મેળવ્યો. મુંબઈની એકાઉન્ટ જનરલની નોકરી છોડીને તેઓ ૧૯૬૨ થી ૧૯૬૬ સુધી સંદેશના ઉપતંત્રી રહ્યા હતા. ૧૯૬૬-૬૭ માં તેઓ જ્યોતિ લિમિટેડ, વડોદરામાં આસિસ્ટન્ટ પબ્લિસિટી ઓફિસર રહ્યા હતા. ૧૯૭૪ થી ૧૯૭૭ સુધી સિટિઝન્સ કાઉન્સિલ, વડોદરામાં પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સ ઓફિસર રહ્યા. ૧૯૮૩ થી ૧૯૮૬ સુધી ગુજરાત સમાચારના ઉપતંત્રી અને પછીથી તેઓ લોકસત્તા ના ઉપતંત્રી રહ્યા હતા. તેઓ સાહિત્યિક ત્રૈમાસિક સંજ્ઞા ના તંત્રી અને ઓક્ટોબર ૧૯૮૬ થી ફેબ્રુઆરી ૧૯૯૦ દરમિયાન શબ્દસૃષ્ટિના માનાર્હ સંપાદક પણ રહ્યા હતા.
તેમનાં સર્જનોમાં જોઇએ તો.. 👇
ચાર દીવાલો એક હેંગર (૧૯૬૭) અને અભિનિવેશ (૧૯૭૫) એમના વાર્તાસંગ્રહો છે. નાક, મોરલી વાગી, સૂટકેઈસ તેમની જાણીતી વાર્તાઓ છે. પંદર આધુનિક વાર્તાઓ (૧૯૭૭) તેમનો અન્ય વાર્તા સંગ્રહ છે. ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ (૧૯૬૯) તેમની પ્રથમ નવલકથા છે. અચલા (૧૯૮૦) તેમની અન્ય નવલકથા છે. શબ્દના લેન્ડસ્કેપ (૧૯૮૧) એમનો નિબંધસંગ્રહ છે. ફીણની દીવાલો (૧૯૬૬) તેમનો કાવ્યસંગ્રહ છે. હેન્રિ ઈબ્સન (૧૯૭૧) એમનું અભયાસ-પુસ્તક છે. સંવાદવિવાદ (૧૯૮૩) એમનો વિવેચનસંગ્રહ છે, જે સુરેશ જોષી સાથેની પ્રશ્નોત્તરી ધરાવે છે. આ ઉપરાંત ઉર્દૂ વાર્તાઓ (૧૯૭૨) અને મુક્તમાનવ (૧૯૭૮) એમનાં અનુવાદ-પુસ્તકો છે. જ્યોતિષ જાનિની વાર્તાસૃષ્ટિ (૨૦૧૩) મોહન પરમાર દ્વારા સંપાદિત પસંદગીની વાર્તાઓનો સંગ્રહ છે. તેમનું અવસાન 2005 માં થયું હતું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग