Explore

Search

August 30, 2025 10:32 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

અર્થશાસ્ત્રી અને સાહિત્યકાર વાડીલાલ જેચંદ ડગલી નો આજે જન્મદિવસ : Manoj Acharya

અર્થશાસ્ત્રી અને સાહિત્યકાર વાડીલાલ જેચંદ ડગલી નો આજે જન્મદિવસ : Manoj Acharya

અર્થશાસ્ત્રી અને સાહિત્યકાર વાડીલાલ જેચંદ ડગલી (1926-1985) નો આજે જન્મદિવસ છે.
જન્મ ધંધુકા તાલુકાના રોજિદ ગામે. પ્રાથમિક શિક્ષણ વેરાવળમાં, માધ્યમિક શિક્ષણ ચી. ન. વિદ્યાવિહાર, અમદાવાદમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં બી.એ. એ જ વર્ષે વધુ અભ્યાસ માટે અમેરિકા. અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી ‘આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપાર’ વિષયમાં એમ.એ. ૧૯૫૧ માં ભારત આવી પી.ટી.આઈ.માં જોડાયા. ત્યારબાદ ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ ના ફાઈનેન્શિયલ ઍડિટર. ૧૯૬૩માં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની મુંબઈ ખાતેની હેડ ઑફિસમાં ચીફ ઑફિસર. ૧૯૫૭માં આર્થિક સાપ્તાહિક ‘કૉમર્સ’ ના તંત્રીપદે. દેશના અગ્રગ્રણ્ય અર્થશાસ્ત્રીઓમાંના એક. પંડિત સુખલાલજીના પ્રીતિભાજન. સામાન્ય જનકેળવણી માટે પરિચય પુસ્તિકાઓ પ્રગટ કરતા ‘પરિચય ટ્રસ્ટ’ ના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી. અમેરિકા અને યુરોપના દેશોની એક કરતાં વધુવાર મુલાકાત કરી. જીવનસાથી ઈન્દિરા અને સંતાનોમાં ડૉ. સિદ્ધાર્થ વી. ડગલી (એમડી), રેખા, મીરા છે. આ લેખકનું નિબંધ ક્ષેત્રે વિશેષ પ્રદાન છે. ‘શિયાળાની સવારનો તડકો’ (૧૯૭૫) ના છત્રીસ અંગત નિબંધોમાં એમણે જાતજાતના દેશવિદેશના અનુભવો ખપમાં લઈ આત્મીયતાના સંસ્પર્શ સાથે વિચાર તરેહો નિપજાવી છે. મનની ઉઘાડી બારીનું એમાં સ્પષ્ટ પ્રતિબિંબ ઝિલાયું છે. એમાં ઠીકઠીક આત્મકથાત્મક સામગ્રી પણ પડેલી છે. પોતાના અને જગતના નિરીક્ષણની સતત સભાનતા છતાં ભાષાની રોજિંદી લહેકોને કારણે એમના નિબંધોમાં તાજગી છે. ‘રંકનું આયોજન’ (૧૯૮૦)માં આર્થિક શાસ્ત્રીય નિબંધો છે. જટિલ આર્થિક સમસ્યાઓને એમાં સરલ રીતે રજૂ કરાયેલી છે. ‘કવિતા ભણી’ (૧૯૮૨)માં એમણે સાહિત્યિક નિબંધો આપ્યા છે. સાહિત્યની નેમ મનુષ્ય ભણી છે એવા સમુદાર દ્રષ્ટિકોણ સામે એમણે શાસ્ત્રીય કે વિદગ્ધ બન્યા વગર ઉષ્માપૂર્ણ અને રુચિપૂર્ણ વિવેચન અને કાવ્યાસ્વાદો આપ્યાં છે. ‘થોડા નોખા જીવ’ (૧૯૮૫)માં સંગ્રહાયેલા ચરિત્રનિબંધોમાં પંડિત સુખલાલજી, સ્વામી આનંદ, એચ. એમ. પટેલથી માંડીને ચર્ચિલ, સોલ્ઝેનિત્સિન, ચાર્લી ચેપ્લીન વગેરેના માર્મિક આલેખો છે. આ સર્વમાં ચરિત્ર નાયક પરત્વેની પ્રીતિ સર્વસામાન્ય રીતે ઉપર તરી આવે છે. ‘સહજ’ (૧૯૭૬) એમનો, સાહિત્યપ્રીતિ ધરાવતા સહૃદયનો કાવ્યસંગ્રહ છે. એમાંની છાંદસ-અછાંદસ મળીને કુલ અડસઠ રચનાઓમાં ‘માંહ્યલાની મુસાફરી’ છે અને ‘સચ્ચાઈની શોધ’ પણ છે. ક્યાંક સહજ લયસૂઝ પ્રગટ થઈ છે, ક્યાંક કલ્પનનિષ્ઠ ભાષાની સ્વાભાવિકતા જોવાય છે. આ ઉપરાંત ‘સૂનાં સુકાન’ (૧૯૫૪) યશવંત દોશી સાથે લખેલી એમની નવલકથા છે. યશવંત દોશી સાથે કે. એ. અબ્બાસના પુસ્તક ‘એન્ડ વન ડિડ નોટ કમ બૅક’ નો અનુવાદ ‘ડૉ. કોટનીસ’ (૧૯૪૯) નામે આપ્યો છે. ‘સૌનો લાડકવાયો’ (૧૯૪૭) યશવંત દોશી સાથે એમણે કરેલું ઝવેરચંદ મેઘાણી સમૃતિગ્રંથનું સંપાદન છે. એમના નામે ‘એઝરા પાઉન્ડ’, ‘સોલ્ઝેનિત્સિન’, ‘પંડિત સુખલાલજી’ વગેરે કુલ વીસેક પરિચય પુસ્તિકાઓ છે. અંગ્રેજીમાં બાર જેટલાં પુસ્તકો એમણે સંપાદિત કર્યા છે અને ૧૯૬૭ થી આરંભી છેક સુધી ‘કૉમર્સ’ સાપ્તાહિકમાં ‘ઍડિટર્સ નોટબુક’ કૉલમમાં સતત વ્યક્તિઓ અને ઘટનાઓ પરત્વેનાં લખાણોમાં માર્મિક પ્રતિક્રિયાઓ દર્શાવી છે. નર્મદ ચન્દ્રક વિજેતા એવા ડગલી સાહેબનું મુંબઈમાં 6 ડિસેમ્બરે અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements