શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -3
“રાધેકે કંઈ સમજ ન પડી તમારા બોલવામાં. અહીં કઈ વાતની ઊણપ છે કે તમારે આમ માઠું લગાડવું પડે? કંઈક ખુલાસાથી કહો તો સમજણ પડે.”
“કહું? તો સાંભળો. આપને મારું આજનું નૃત્ય બહુ ગમ્યું?”
“હા….. બહુ કહેતા બહુ જ…….”
“અને એથીય વધુ સુંદર નૃત્ય હું કરી બતાવો તો? આજે તો મારે કેટલી મર્યાદામાં રહીને નૃત્ય કરવું પડ્યું.
કેટકેટલા જોનારાઓની ભીડ હતી? મને બહુ સંકોચ થતો હતો.. …”
“અરે, એ બધાતો ઋષિમુનિઓ, દેવો અને ગાંધર્વો દર્શનાર્થે આવે છે, પ્યારી. એમાં સંકોચ શાનો?”
“આપને એ સંકોચ નહીં સમજાય. કો ‘ ક વાર મહારાસ સમયે એ બધા જ્ઞાની જીવો ઠીક છે . બાકી રઘુરાસ તથા અન્ય લીલાઓમાં મારે એકાંત જોઈએ છે——બતાવો, આ ગોલોકધામમાં એક પણ એવું સ્થળ છે?” “તો અમે શું કરીએ?”
” તો આજે હું માગું છું એવું અહીં શ્રી યમુનાજીને કિનારે, નિકુંજોની સમીપમાં, આપણા રાસ વિલાસને તથા અન્ય લીલાઓને યોગ્ય, એક મનોહર એકાંત સ્થળ આપ સિદ્ધ કરી આપો. એ સ્થળ પ્રેમની જીલમિલ નગરી જેવું હોવું જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એના જેવું સ્થળ બીજે ક્યાંય ન હોય……. એની અલૌકિક શોભા અતિશય ચિત્ર વિચિત્ર પ્રકારની હોય…… એમાં ચંદ્ર તથા સૂર્ય ન હોય છતાં એ સ્થળ જગમગાટ કરતું હોય… રસની ભૂમિ હોય….. નીરપણ રસમય હોય….. સદા સર્વદા, કાળના પરિવર્તનનો અને બંધનોથી પર, રસ ની ગાગર રસ ના ઝરણાં અનાદિકાળ સુધી વહ્યા જ કરે.. વહ્યા જ કરે…., બસ, રસની વર્ષા વર્ષે , રસના ફળ લટકે, રસના ઝરણાં વહે…. ત્યાંના વાયુમાં મારા નૂપુરની છમ છમ હોય અને આપના લીલા ગાનની લીલા ગાના ની સરગમ હોય…. ત્યાંના વૃક્ષ વૃક્ષ પર આપ વિશ્રામ કરતા કરતા વેણુ વગાડી ને મને ઘેલી કરતા હો અને એ વૃક્ષના પાન પાન પર આપ મને વિવિધ સ્વરૂપે દર્શન આપતા હો…… ત્યાંની કોમળ રજ માં આપના ચરણ ચિન્હ નો અંકિત થયેલા હોય કે જેને નિરખતી નિરખતી હું આપ સુધી પહોંચી શકું….. ત્યાંની શીલાએ આપણી લીલાના આધિદૈવિક ખેલના સ્મૃતિ ચિહ્નો જળવાયેલા હોય કે જેના દર્શન અને સ્પર્શ માત્રથી ભક્તોને અનેરું સુખ પ્રાપ્ત થાય.. ત્યાંના મોર, પોપટ, હોલા, કોયલ અને બપૈયા પણ આપનું જ રટણ રટીને મને વિરહાતુર કરી મુકતા હોય… ત્યાં ની ગાયો આપના દર્શન માત્રથી નાચી ઉઠી ને મને આપના આવ્યાની ખબર આપતા હોય…. ત્યાં શ્રી યમુનાજીના નિરમા આપણા શ્રમ જલ બિંદુઓ વહેતા હોય… બોલો, સિદ્ધ કરી આપશો એવું સ્થળ!?”
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ _4
આટલું બોલતા બોલતા તો શ્રી રાધિકાજી સ્વયમ રસાવેશી થઈ ગયા અને એમના નવપલ્લવિત શ્વેત કમળ સમાન રસાળ નેત્રોમાં માધુર્ય ભાવ ની રક્તિમ ટશરો ફેલાઈ ગઈ. પુષ્પ સમાન ખીલેલા કપોલો પર શરમના શેરડા ઘસી આવ્યા. શતકોટિ રતી ઓવારી. નાખવાનું મન થઈ જાય એવું અપ્રતિમ સૌંદર્ય નીરખી રહેલા પ્રભુ એકદમ દ્રવિભૂત થઈ ગયા.
“તમારો મનોરથ તત્કાળ સિદ્ધ કરી આપીએ છીએ, રસેસ્વરી . વાહ અદભુત માગ્યું તમે આજે.”
શ્રી કૃષ્ણ પ્રભુ રાધિકાજીનો કોમળ હસ્ત પકડી શ્રી યમુનાજીના કિનારે વિચાર મગ્ન અવસ્થામાં બિરાજ્યા. ચિંતન પરાકાષ્ટાએ પહોંચ્યું. એ જ સમયે પ્રભુના હૃદયકમળમાંથી રાધાજીના પ્રેમરૂપી રસના પ્રવાહ સાથે અતિશય પ્રકાશમાંન તેજનો એક પ્રગટ થયો . નિકુંજ ની એ ભૂમિમાં તેજપુંજ પર્વત સ્વરૂપે વિસ્તરવા લાગ્યું. ક્યાં કદમ, આસોપાલવ અને આંબા જેવા વિવિધ વૃક્ષો ડોલવા લાગ્યા. લતાઓ અને વેલીઓ જુલવા લાગી. મનોહર ગુફાઓ પ્રગટ થઈ. ત્રિવિધ પવન સંચર વા લાગ્યો. સુખ ઝરણા વહેવા લાગ્યા. વૃક્ષો અને વેલીઓ પર ફળફૂલ ફલિત થઈ ગયા. છએ ઋતુઓ ત્યાં વિરાજમાન થઇ ગઈ. ફૂલોની સુગંધથી ભમરો આકર્ષિત થવા લાગ્યા. એ પર્વત નો વર્ણ રત્નો સમાન થઈ ગયો. વિવિધ ધાતુઓ થી એ પર્વત ખચિત થવા લાગ્યો.
થોડી ક્ષણોમાં તો એ પર્વત જોજનો (yojnao) લાંબો, પહોળો અને ઊંચો થઈ ગયો. એના ઉપર સો શિખરો શોભવા લાગ્યા. આમ અચાનક આ વિશાળ પર્વતને પ્રગટ થયેલા જોઈને સો ગોલોક વાસીઓ
આશ્ચર્ય ચક
િત થઈ ગયા. પ્રભુએ સૌને સમજાવ્યા અને વિસ્તારીત થઈ રહેલા પર્વતને નિજ હસ્ત નો સ્પર્શ કરી સ્થિર કર્યો. ત્યાથી સો ગોલોકવાસી. ઓ એ પર્વતને “શત સૃગ” ના નામે ઓળખવા લાગ્યા.
આવા એ રમણીય પર્વત ના દર્શન થી રાધિકાજી અત્યંત પ્રસન્ન થયા અને પ્રભુની સાથે નિત્ય નવતમ બિહાર એ પર્વતના વિવિધ સ્થળો માં કરવા લાગ્યા.
હે મુનિવર્ય, આજે આપના મુખેથી સતશૃંગી શ્રી ગોવર્ધન પર્વત ના અલૌકિક પ્રાગટ્યની કથા સાંભળીને હું કૃતાર્થ થઈ ગયો. ખરેખર મારુ અહો ભાગ્ય છે કે આપે પ્રભુના હૃદયમાંથી પ્રગટ થયેલા અને શ્રી રાધાજીના મનોહર રૂપી શ્રી ગોવર્ધન પર્વત નું વર્ણન કરી, આપની મધુર વાણી દ્વારા એના દર્શન કરાવ્યા. આપતો સામર્થ્યવાન સિદ્ધ મુનિ છું. કૃપા કરીને હવે મને એ પર્વતના પ્રત્યક્ષ દર્શન કરાવો તો મારું જીવ્યું સાર્થક થાય.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877