Explore

Search

November 21, 2024 12:35 pm

लेटेस्ट न्यूज़

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ-5 & 6 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ-5 & 6 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ-5
“બહુલાસ્વ રાજન, શ્રી ગોવર્ધન પર્વત ના દર્શન આ ચર્મચક્ષુથી ઓ દ્વારા પામવા શક્ય નથી. સ્વયં શ્રી પ્રભુના શ્રી અંગો સમાન એ પર્વત ગોલોક ધામમાં આધિદૈવિક સ્વરૂપે નિત્યલીલામાં બેવડું પાત્ર ભજવે છે. એક તો એ સ્વયં પ્રભુ નો અવતાર છે અને બીજું સ્વરૂપ ભગવદ્ ભક્તનો છે. તેઓ સો ભગવદ્ ભક્તો માં શિરોમણિ ગણાય છે અને તેથી જ તેઓ’હરિદાસવર્ય’કહેવાય છે. ભક્ત સ્વરૂપે તેઓ હંમેશા પ્રભુની સેવામાં તત્પર રહે છે. ગોચારણ માટે પધારેલા. પ્રભુ નો શ્રમ નિવારવા તેઓ નિકુંજો સિદ્ધ કરી રાખે છે. ગાયો માટે લીલુંછમ ઘાસ, ઠંડુ જળ અને વૃક્ષો નો છાયો સિદ્ધ કરી આપે છે અને તેથી જ તેઓ’ગોવર્ધન’નામે પણ પ્રસિદ્ધ છે. વળી પ્રભુને આરોગવા માટે પુલીદીઓ દ્વારા લીલો મેવો સિદ્ધ કરી આપે છે. યુગલસ્વરૂપને એકાંત વિહાર કરવા માટે છ એ ઋતુઓને પ્રગટ કરી દ્વાદશ નિકુંજોની રચના કરી આપે છે. આવા એ અલોકિક ધામ ના દર્શન ભૂમિ લોકના માનવીને શક્ય નથી…….”
“હે સર્વશ્રેષ્ઠ મુનિ નારદજી, આપનો પ્રવેશતો સર્વ સ્થળે અબાધિત છે. આપ ધારો તે, કોઈપણ સ્થળે, વિચારી શકો છો…. તો પછી મને પણ દિવ્ય સ્વરૂપે ગોલોક ધામમાં લઈ જઈને શ્રી ગોવર્ધન પર્વત ના દર્શન કરાવો ને……” ભૂલશ્વ રાજાએ ગદગદિત થઈને કાકલૂદી કરી.
“રાજન સાંભળો, તમને એક પ્રસંગ કહું છું. એ પ્રસંગ સાંભળ્યા પછી તમે જ નક્કી કરી લેજો કે તમને શ્રી ગોવર્ધન ના દર્શન થશે કે નહીં……. એક સમયે પ્રભુ એકલા જ વનમાં વિચરી રહ્યા હતા. સાથે હું (નારદજી)પણ હતો. વચનામૃત રસ લહાણ થઈ રહી હતી. વચ્ચે વચ્ચે બાસુરી વાદન પણ થતું હતું. પ્રેમ ની ધજા સમાન ગોપિકાઓ, જ્ઞાનની પતાકા સમાન ઋષિઓ બ્રહ્માંડ ની રચના ભૂમિ લોકનું સર્જન અને મહત્વ વગેરે બહુ વિવિધ વિષયો પર પ્રભુ મને સમજણ આપી રહ્યા હતા. એવામાં શ્રી હરિને પ્યાસ (તરસ) લાગી અને મને ક્યાંકથી જળ લઇ આવવા કહ્યું. હું તરત જ જળની શોધમાં નીકળી પડયો અને થોડું ચાલ્યા પછી એ સરોવરને કિનારે પહોંચી ગયો……”સરોવરને કિનારે પહોંચ્યો તો ખરો, પરંતુ ત્યાં મે શું જોયું, ખબર છે? બે ઋષિઓ કિનારા પર બેસીને તપસ્યા કરતા હતા અને એની બાજુમાં મનુષ્યના હાડકા નો પર્વત ખડકાયેલો હતો. મને બહુ જ આશ્ચર્ય થયું અને અસમંજસ ચશ્મા હું જલ લીધા વિના પાછો ફર્યો. પાછા આવીને મેં હરિને આ વાત પૂછી ત્યારે આપ શ્રી એ કહ્યું:’એ બંને ઋષિઓ ગોલોકધામ સ્થિત શત શ્રુ ગી પર્વત ના દર્શન કરવા માટે તપસ્યા કરી રહ્યા છે. તપ કરતા કરતા નહિ છોડે છે અને વળી પાછા નવો જન્મ ધારણ કરીને તપ કરે છે. આ પ્રકારે તેમણે અનેક જન્મ ધારણ કર્યા અને અનેક દેહો નો ત્યાગ કર્યો. એમના દેહો ના હાડકા ત્યાં ખડકાતા ગયા અને પર્વત જેટલા ભેગા થઈ ગયા છતાં તેઓને હજુ સુધી ગોવર્ધન પર્વત ના દર્શન નથી થયા! હવે રાજન તમે જ કહો કે હું તમને એ અલૌકિક પર્વતના દર્શન કરાવી શકુ કે નહીં? અથવા તો તમે એ પર્વતના દર્શન કરી શકો કે નહીં?!”
“મને ક્ષમા કરો મુનિવર્ય.”
” નારાયણ નારાયણ રાજન શ્રી ગોવર્ધન પર્વત ના અંતઃકરણમાં તો સદેવ ધર્મીવિપ્રયોગયોગ સ્વરૂપે નંદનંદન બિરાજે છે. એમના દર્શન તો દેવોને પણ દુર્લભ છે, તો પછી માનવ ની તો વાત જ ક્યાં કરવી? આજની કથા સમાપ્ત થઈ. હવે હું પ્રયાણ કરીશ.”
” ભલે, પધારો દેવ પ્રણામ.”
” કલ્યાણમસ્તુ……….”
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ. -6
” પ્રિયે, હવે સારસ્વત કલ્પની શરૂઆત થઈ રહી છે. અમારે પૃથ્વી પર પ્રગટ થવું છે અનેક પ્રકારની લીલાઓ કરવાની છે. એમાં તમારી પણ આવશ્યકતા છે. તમે પણ હવે તૈયારી કરો.”એક દિવસ પ્રભુ એશ્રી રાધિકાજીને આવી વાત કહી. સાંભળીને શ્રી રાધિકાજી થોડા વિસામણ માં મુકાઈ ગયા.
“કેમ? શાની મૂંઝવણ છે?”. સર્વજ્ઞ શ્રી હરિ અજાણતા બની ને પૂછ્યું.
“નાથ, જ્યાં આપ ત્યાં હું….…પરંતુ આપનો પરિકર તો અહીં જ છે. ત્યાં વૃંદાવન નહીં હોય, શ્રી યમુનાજી નહીં હોય, સખા સખીઓ નહીં હોય અને વળી મારુ પ્રિય એકાંત સ્થળ સજાવી આપનાર શ્રી ગોવર્ધન પણ નહીં હોય….. આ તમામની ગેરહાજરીમાં મારા મનને પરમ સુખની અનુભૂતિ કઈ રીતે થશે?”શ્રી રાધિકાજી એ પોતાની મનની મૂંઝવણ રજૂ કરી.
“ઓહો….…એમ વાત છે?! ઠીક, જેવી તમારી ભાવના. એ તમામ પરિકર, સમસ્ત ગોલોકધામ સહિત, પૃથ્વી પર વ્રજમંડળમાં પ્રગટ થાય એવી વ્યવસ્થા કરાવીએ છીએ, બસ? હવે રાજી?”
“હુંઉઉઉ, પણ અહીં જેવી શોભા છે એવી જ શોભા ત્યાં પણ હોવી જોઈએ. અહીં જેવું સુખ મળે છે એવું જ સુખ ત્યાં પણ મળવું જોઈએ……”
‘કબુલ, એમ જ થશે.’એકલા નહી રમવાવાળા શ્રી હરિએ પોતાના મનની વાત પ્રિયતમાના મુખેથી કહેવડાવી અને આખા ગોલોકધામ ને પૃથ્વી પર ભારત દેશના વ્રજ મંડળમાં પ્રગટ કર્યું…. સિવાય કે એક શ્રી ગોવર્ધન પર્વત ને…… અલૌકિક સતશૃંગી પર્વતને આધી ભૌતિક રૂપે પૃથ્વી પર પ્રગટ તો કર્યો પરંતુ વ્રજમાં નહીં. તો પછી ક્યાં? અન્યત્ર કેમ? એની પાછળ પણ રહસ્ય હતું!!
અતિ પ્રાચીન સમયમાં, સારસ્વત કલ્પની શરૂઆતમાં, ભારત દેશની પશ્ચિમે એક દ્વીપ હતો. એનું નામ શાલ્મલિ. એ દ્વીપ પર દ્રો ણાચલ પર્વત પોતાના પરિવાર સાથે વસે. શ્રી હરિની રહસ્ય લીલા રૂપે શ્રી ગોવર્ધન પર્વત નું પ્રાગટ્ય એ દ્રોણાચલ પર્વત ને ત્યાંથી થયું. એમના પછી કામદગીરી અથવા તો કાન્તાનાથ પર્વતનું અને ત્યાર પછી ચરણદ્વિ અથવા તો ચરણાટ પર્વત નું પ્રાગટ્ય દ્રોણચલ પર્વત ને ત્યાં થયું.’
શ્રી ગોવર્ધન પર્વત નો દ્રોણાચાર્ય પર્વતના પુત્ર રૂપે જ્યારે જન્મ થયો ત્યારે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. હિમાલય, સુમેરુ, ઇત્યાદિ સર્વ પર્વતો તેમનો દેવ સ્વરૂપ ધારણ કરીને દ્રોણ ચલ ને ઘરે આવ્યા. તે સર્વ parvat દેવોએ શ્રી ગોવર્ધન પર્વતને નમસ્કાર કરી તેમની પ્રદક્ષિણા કરી અને વિધિપૂર્વક પૂજન કરીને સ્તુતિ કરી:”હે ગોવિંદ પ્રિય શ્રી ગોવર્ધન , ગોલોક સ્થિત શત્રુશૃંગી હરિદાસવર્ય, અમારા સૌમાં શ્રેષ્ઠ છો. ગોલોકની શોભાના મુકુટરુપ શ્રી ગોવર્ધન, અમે સૌ આપને નમન કરીએ છીએ અને શ્રી હરિના છત્ર રૂપ એવા આપને અમે’ગીરીરાજ’એવું નામ આપીએ છીએ. અમારા વંદન સ્વીકારજો.”
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग