શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ–33
“આ કટોરો લઈને તું શીદ ગઈ હતી”? “વો પર્વત કો દેવતા દેવદમન હેં ન….. વાકો નેગ હે મેરે હાથ સો દૂધ પીવે કો…….. વાહિ કો દૂધ પ્યાઈ આઇ…..” અછો!? યા કટોરામે કછુ દૂધ બચ્યો હોય સો હમકો દેઉ…” “મહારાજ, ભીતર બહુત દૂધ ભર્યો હે….. જીતનો ચાહિયે ઉતનો લેઉ……”. “હમકો યાહિમેસુ ચાહિએ.”
મુખી ની દીકરી નરો એ હાથ માનો કટોરો આચાર્યશ્રી ની બાજુ માં મુક્યો. આપે તે કટોરો હસ્તમાં લઈ નિજ મસ્તકે ધરીયો અને પછી અંદર એક દૃષ્ટિપાત કરી જે થોડું દૂધ વધેલું હતું એનું પાન કર્યું. આ જોઈને સદુ પાંડે એ હાથ જોડી વિનંતી કરી. “મહારાજ, સાચેસાચું કહેજો. અહી આપ પધાર્યા છો તે વ્રજના તીર્થ કરવાને બહાને….. કે પછી બીજો કોઈ ખાસ મનોરથ છે? અમારા ઘરે જે સંત મહાત્મા આવે છે તે દૂધ, રોટી, સિધુ સામગ્રી વગેરે માગે છે અને અમે હોશે હોશેઆપીએ છીએ. પરંતુ આપે અમારું કંઈ જ ન માગ્યું…….. લીધું ફક્ત ચાર ટીપા પ્રસાદી દૂધ……”
ત્યારે આચાર્યશ્રી એ પોતાનો મનોભાવ પ્રગટ કર્યો:”અમે યાત્રા કરી રહ્યા હતા ત્યાં ઝારખંડ નામના સ્થળમાં તમારા આ પર્વતના દેવે અમને આજ્ઞા કરી કે વ્રજમાં અમને પ્રગટ કરો, અમે આ ગોવર્ધન પર્વત છીએ.’બસ, અમે એ આજ્ઞા નું પાલન કરવા જ અહીં પધાર્યા છીએ. એ દેવદમન ને તમારા પર મહાન કૃપા કરી છે.”
“બસ, બસ, મહારાજ. હવે ત્વરાથી અમને આપના સેવક કરો. આજથી આપ અમારા પૂજ્ય છો. અત્યાર સુધી માં અમારા આંગણે કેટલાય સાધુ-સંતો આવી ગયા પણ અમે કોઈના સેવક ન થયા…. કદાચ આપને માટે જ કોરા રહી ગયા હોઇશું…..”સદુ પાંડે એ ગદગદિત થઈને વિનંતી કરી.
“કાલે સવારે અમે તમને નામ સંભળાવીને નિવેદન કરાવશું અને તમારા દેવદમન ને ય પ્રગટ કરશું. પરંતુ એ પહેલા કહો કે શ્રી ગોવર્ધન પર્વત ઉપર તમારા દેવ દમન કઈ રીતે પ્રગટ થયા? અમને શરૂઆતથી માંડીને વાત કરો.”આટલું સાંભળતા તો સદુ પાંડે એ ગામમાં ઢંઢેરો વિટાવી દીધો અને સૌ ભાવિક જનો ને પોતાને ઘરે રાત્રિએ સત્સંગમાં પધારવાની વિનંતી કરી.
રાત પડી. સહુ વહેલા પરવારીને સદુપાંડેના આંગણામાં ભેગા થવા લાગ્યા આચાર્યશ્રી ઓટલા પર વિરાજ્યા. સદુ પાંડેના ભાઈ માણેકચંદ પાંડે પણ પોતાની સાથે રહેતી વૃદ્ધ માતાને લઈને આવ્યા. અબાલ-વૃદ્ધ સૌ કોઈ આવ્યા. આચાર્યશ્રીને દંડવત કરી સૌ જગ્યા મેળવીને સન્મુખ બેસવા લાગ્યા.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ–34
આચાર્યશ્રી એ વાતનો દોર સાંધ્યો “જુઓ, તમે સૌ પરમ ભાગ્યશાળી છો. આવતીકાલે તમને તમારા પર્વતના દેવના સંપૂર્ણ દર્શન થશે. અમે પરિક્રમા કરતા કરતા ઝારખંડ માંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તમારા આ દેવે અમને દર્શન દીધા અને આજ્ઞા કરી કે,’તમે અમારી સેવા જગતમાં પ્રગટ કરો તો દૈવી જીવ ત્વરાથી શરણે આવે. અમે વ્રજમાં ગોવર્ધન પર્વત પર પ્રગટ થયા છીએ. અમારું નામ દેવ દમન છે અને અમારી આજુબાજુ નાગદમન તથા ઇન્દ્રદમન બિરાજે છે…..’હવે અમે તમને આ દમનનો ભાવ સમજાવશું.”
“તમારા દેવદમનના ડાબી બાજુ એ નાગદમન છે અને જમણી બાજુએ ઇન્દ્રદમન છે. ડાબી બાજુના નાગદમન શ્રી યમુનાજીના સ્વરૂપથી બિરાજે છે. એ કાલસર્પના દમન કરતા છે. યમદેવ નો દંડ , કાલસર્પ નો ડંખ , શ્રી યમુનાજી દ્વારા ટળે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની પ્રિયા છે. તેથી ડાબી બાજુએ બિરાજે છે. જમણી બાજુએ ઇન્દ્ર દમન શ્રી ગિરિરાજજી સ્વરૂપથી બિરાજે છે. એ હરિદાસ વર્ય છે . ભક્તોના શિરોમણી છે. ઇન્દ્રકોપ ના સમયે પ્રભુની ઈચ્છા જાની આપજ છત્રાકાર થઈ સમગ્ર વ્રજની અને ભક્તોની રક્ષા કરી ઇન્દ્ર અને દંડ દીધો. મધ્યમાં તમારા દેવદમન વિરાજે છે. દેવોના જેટલા પણ અવતાર છે એ સર્વના માંન-મદનકરતા તમારા દેવ દમન છે. ‘તેથી જ એમનું નામ દેવદમન છે.”
કોઈક ઓછી આસ્થા વાળા યુવાન વ્રજવાસી ને શ્રી મહાપ્રભુજીના આવા વચનો સાંભળીને સહેજા આશંકા પેદા થઈ. હિંમત એકઠી કરીને એણે પ્રશ્ન પૂછી જ લીધો:
“મહારાજ, યાબાતમેં હમ કછુ જ્યાદા નાય સમજે….. પર એક બાદ આપ બતાય દિજો કિ આપને યે સબ કૈસે જાન્યો, જબકિ દેવ દમન અબલો પ્રગટ હું નાય ભયે હે?”
શ્રી મહાપ્રભુજીએ સસ્મિત ઉત્તરવાળ્યો: “હા, યે બાત સહી પૂછી. અબ હમકો યે બતાવો તુમ્હારે પુરખાનને (વડવાઓએ, પૂર્વજોએ) કછુ લીખ્યો હોય જમીન – જાયદાદા કે બારે મે યા તો કછુ ઔર ગુપ્ત બતાન કે બારેમે, વાંકો તુમ પ્રમાણ માનો કિ નાય?”
“હા,સો તો માનનો હિ પડે.”
“બસ, તો ફેરી હમારે પુરખાનને જો બડે બડે પુરણમે લિખા હે વામે કહ્યો હે કિ,
ભગવાન શ્રી કૃષ્ણ જે સ્વરૂપે (ડાબો હસ્ત ઊંચો કરી) શ્રી ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો, તે સ્વરૂપ હાલ શૃંગાર મંડળ (વ્રજ) મા (ગુપ્ત રૂપે) બિરાજે છે. કલિયુગના ૪,૫૦૦ વર્ષ પુરા થયા પછી, સર્વ મનુષ્યના દેખાતા શ્રી હરિનું તે સ્વયંસિદ્ધ સ્વરૂપ શૃંગાર મંડળ (વ્રજ) મા ગિરિરાજજીની કંદરામાંથી સ્વતઃ પ્રગટ થશે. એમને સજનો શ્રીનાથ-દેવ દમન કહેશે.
હવે તમે જ કહો કે હજારો વર્ષ પહેલાં લખાયેલા પુરાણો ની વાત જો અંદર આવતીકાલે તમારી નજર સામે જ સાચી પડવાની હોય તો તમે કેટલા ભાગ્યશાળી જણાવ? આ તો અનેક પુરાવા પુરાણો ની અંદર લખેલા છે આવતીકાલે પ્રગટ થનારા શ્રીકૃષ્ણના. બોલો, સાંભળવા છે એ બધા પુરાવાઓ ને?”
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877