Explore

Search

August 30, 2025 6:20 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ –41 & 42 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ –41 & 42 : Niru Ashra

: શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ –41
,”દેખ ગુજરીયા……. તેરી પોટલી કો બંદરનસુ બચાય કે રખી હૈ.યે લે…… તેરે સિરપે રખ દુ…… જરા સંભાલ કે જઈયો, આગે બહુત બંદર હે…….”શ્રીનાથજીએ પાથો ગ્વાલીનને એકદમ રીઝવી દીધી.
“લાલા, તું બડો દયાલુ હે રે.”
“પાથો, કલ ભી તું આવેગી?”
“કછું ભરુસો નાય લાલા મેરો…..”કહી ને ગ્વાલીન આગળ નીકળી ગઈ.
“આજા, કુંભના એક રોટી તેરી, એક રોટી મેરી. ચલ, બડી ભૂખ લગી હૈ…..”
“દેખ લાલા, યે તુને આછો નાય કિયો. અબ વા ગ્વાલિન કો છોરો આધો ભુખો રહેગો ન ?” “તો કા ભયો? હો ભી. તો ભૂખો હી હૂતો ! ગ્વાલીનકો છોરો ખાઈ યા હો ખાઉં….. વાત તો એક હી હૈ. યા
મીસ (નિમિત્તે, બહાને) હો ઇનકે દ્રવ્યકો ઔર સગરી ઇન્દ્રિયનકો અંગીકાર કરત હો. માંગીકે અરોગવેમે ઇતનો આનંદ નાય આવે જીતનો બરજોરી (બળજબરી) કરકે…..”
“ઠીક હે, લાલા . તેરી લીલા તુ હી જાને….. યે રોટી મેતો બડી મીઠાસ હે, લાલા…”
” હા, યાહી વાસ્તે તો હો ઈન ગ્વાલીન કો દીવાનો હો. રોટી બેલતે બેલતે હું યે સબ ગ્વાલીન મોકો હું યાદ કરત રહતી હે ઔર માનસીમે (મનમાં ને મનમાં) મોકુ રોટી આરોગાવત હૈ. તું કા જાને ઇનકે મન કી બાત, કુંભના? યે સંબન તો. વિશુદ્ધ પ્રેમ કી ધજા હૈ. અબ એક આછો સો કીર્તન સુનાય દે.”
“તો સુંન લાલા. તેરી પ્રસન્નતા મે તો મેરી પ્રસન્નતા હૈ. તેરો રૂપ ઇન નયના મે એસો બસયો હે કી મોકો ઓર કછું દિસત હીઁ નાય.યે કીર્તન સુન….(કુંભનદાસ ખુબ સુંદર કીર્તન ગાય છે)
” વાહ,કુંભના …..વાહ. સચમુચ તું ધન્ય હૈ.ચલ, તો અબ કલ કિસી ઔરનકો લુટેગે. હો મદિરમે જાત હો….”
શ્રીનાથજી થી વિદાય લઈ કુંભનદાસ પોતાને ઘરે આવ્યા. ‘વિદાય’તો છુટા પડવાનો એક પર્યાયવાચી શબ્દ છે. બાકી કુંભનદાસ ના રોમે રોમમાં શ્રીનાથજી એવા વસી ગયા હતા કે કુંભનદાસે શ્રીનાથજી થી ક્યારેય ‘વિદાય’લીધી જ નથી. આઠેય પ્રહર અને સાઈઠેય ઘડી કુંભનદાસ ના મનમાં–તનમાં–પ્રાણમાં–નયનોમાં બસ શ્રીનાથજી જ શ્રીનાથજી વસેલા હતા! અરે, ઊંઘમાં ચાલતા શ્વાસમાંય શ્રીનાથજી સામેલ થઈ ગયા હતા!
શ્રી ગોવર્ધન નાથ કી જય🙏🙏🙏

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -42
બીજા દિવસની બપોર પડી. નવી ગીલ્લી, નવો દાવ, નવી જગ્યા, નવો પ્રકાર
” અરી ઓ ગુજરીયા….. સુન રી, મેરે પાવમે કાટો ચુભ ગયો હે, મોસો ચલ્યો નાય જાય. ભારી પીડા હે… જરા મદદ તો કર……”
“હાય દયા, ઇતને નાજુક પાવ મે એસો મોટો કાટો? આ, બેઠ યહા…….”કહેતા ગ્વાલીને માથા પરની હાડી ઉતારીને નીચે મૂકી અને પોતાના ખોળામાં શ્રીનાથજીનું ચરણ રાખીને નખથી કાંટો કાઢવા લાગી. ગ્વાલીનનો ભવ સુધરી ગયું! જે ચરણારવિંદ નો સ્પર્શ મેળવવા મહાન ભક્તોનો તલસી ઊઠે એ જ ચરણ આજે એક ગોવાલણી પોતાના ઉષ્મા ભર્યા ખોળામાં લઇ ને પંપાળી રહી હતી.
” તું કોન ગાવ કી રહનેવાલી હે?”
“ગોવર્ધન કી.”
“તેરો નામ કા હૈ?”
” ખેમો.”
” યા હંડીમે તુને…..”
” યામે હોને દહિ ધર્યો હે. બેચને જાત હો.ઓર કછું જાનનો હે?”ગોવાલણ તીરછી નજરે શ્રીનાથજી સામે જોતા મીઠાસ થી કહ્યું.”તેરે હાથ બડે નરમ નરમ હૈ. મેરી પીડા ભાજી ગઇ.તું ગોરી હુ કિતની હે!”શ્રીનાથજી એ કુંભનદાસ ને સંકેત કર્યો.
” તું ભી કીટનો સયાનો હૈ,લાલા! પાવ મે તુને મહાવર લગાયો હે? કવલ(કમલ) જેસે હે…. યે કાટો નીકલ ગયો…..”કહેતા ગોવાલણ વાંકા નમીને ચરણ ચૂમી લીધું. આ તરફ હાડીમાં નું દહી કુંભનદાસ શ્રીનાથજીને આરોગવવા લાગ્યા. ઉતાવળે આરોગવા જતા મુખમાંથી દહીને ધાર નીચે ઝૂકેલી ખેમોના માથા પર પડી અને એ ચમકી!” એય લાલા, યે બરજોરી
ભલી નાય! કપટી હે તું ” ગોવાલણ મીઠો ક્રોધ કર્યો.
“તુ ભી કપટી હૈ. ઈતનો સો કાટો નિકાલ વે મે ઇતની દેર લગી હૈ કા? ઓર સુનત જા……. કલ સે દહીં ભાત કો એક અલગ ભતો ( ભાથું) હમારે લિયે લેકે અઇયો, સમજી? જા દિન હમારો ભતો નાય આયગો વા દિન હમ તેરે સગરો દહિ લૂંટ લેગે……”
” ઠીક હે લાલા, એસો હિ હૉયગો. અબ તો હન્ડી દેદે. તું કસો ભી હૈ પર હમકો બહુ જ પ્યાર હૈ યાસો તો કો માફ કર દેતે હૈ……”કહેતા ગ્વાલીન ખાલી હાંડી લઈને આવી હતી એ માર્ગે પાછી વળી ગઈ.
શ્રીનાથજીએ કુંભનદાસ ના ખેસ વડે ખરડાયેલું મૂખ પોછી લીધું.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements