Explore

Search

August 30, 2025 6:18 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ — 43 & 44 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ — 43 & 44 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ — 43
એક દિવસ અડિંગ ગામના ગોચરમાં એકાએક શ્રીનાથજી પ્રગટ થયા. ગાયોનો રખેવાળ આડે પડખે થયો હતો એ ઝબકીને બેઠો થઈ ગયો.
“અરે ભૈયા, તું તો……. ગોવિંદ ગ્વાલ હે ન. ?” ફોસલાવવાનો નવો કીમિયો અજમાવ્યો.
“નાય લાલા, હો તો ગોપાલ ગ્વાલ હો. બોલ કા કામ હૈ?”પ્રથમ દર્શને જ ગોવાળીયો ઘાયલ થઈ ગયો.
“ગોપાલ ભૈયા, હો બહુત ભૂખો હો. થોરો સો દૂધ ઓર દોય – ચાર રોટી દેદે મોકો…..” ગ્વાલની દશા જોતા એને સતાવવો ઠીક ન લાગતા શ્રીનાથજીએ સિધે સીધી જ માગણી કરી.
” આ લાલા, યાકે ઉપર બેઠ જા….”કહેતા ગોપાલ ગ્વાલે કમર પર બાંધેલો અંગોછો છોડીને બાજુની શીલા સાફ કરી દીધી. ” બોલ,ઇતની ગયા ઈહા પર હે, વામેસુ તોલો કોનસી ગયાકો દૂધ પીનો હે?”
“અં અ અ અ…વો વાલી ગયા કો”કહેતા એક ભરાવદાર અને સુંદર મજાની ગાય તરફ શ્રીનાથજીએ અંગુલી દર્શાવી.
” યે તો ગોરી હે,લાલા. અભી લાયો યાકો દૂધ.”
ગાયની રક્ષા કાજે કેડે બાંધેલા હથિયાર કાઢીને બાજુએ રાખી ગ્વાલ એ ગાય પાસે બેસી ગયો અને એને દોહવા લાગ્યો.”ગોપાલ ભયા,હો ભી દોહુ ?મોકો હુ સિખાવન!”કહેતા શ્રીનાથજી પણ સામેની બાજુએથી ગાય ના પેટ નીચે ઉભડક બેસી ગયા. ” ગોરી,તું મોકો લાત તો નાય મરેગી ન?” ગોરીએ નકારમાં ડોકું હલાવ્યું.
“લાલા, ગોરી તો બડી સયાની હે. દોહતે સમય યાને કબહુ લાત નાય મારી હે. યે દેખ, કિતની પ્રસન્નતા સુ યે દૂધ દેત હૈ!”થોડીવારમાં તો મટૂંકી છલકાઈ ગઈ.
“એ ભૈયા, થોરોસો દૂધ સીધો મેરે મુહમે દોહી દે ન,!”કહેતા શ્રીનાથજીએ પોતાનું મુખ ખોલીને ગાયના આચળ નીચે ધરી દીધું. સરર….. સરર… કરતી ધાર સિદ્ધિ મુખમાં પડવા લાગી. ગટક……. ગટક….. દૂધ પીવાવા લાગ્યુ.
“ચલ લાલા, અબ બસ ભી કર. નહીં તો શામ કો ગયા દૂધ કમ દેગીતો માલિક મોકો બજેગો(ખિજેગો) આ ચલ, અબ રોટી દેઉ…..”કહેતા ગોપાલ ગ્વાલ ઉભો થયો અને પોતાના ભા બધી રોટલી કાઢીને શ્રીનાથજી સમક્ષ ધરી દીધી.
શ્રીનાથજી રોટલી આરોગતા જાય, દૂધ પીતા જાય અને ગ્વાલને કંઈક કંઈક ટુચકા સંભળાવી હસાવતા જાય. ગ્વાલ ના તો હોશહવાસ ગાયબ થઈ ચૂક્યા હતા.
“ગોપાલભયા, તું ભી તો કછુ બોલ……”કહેતા વધેલી રોટલી શ્રીનાથજી ગ્વાલને ખવડાવી દીધી.
” અબ હો બોલાવે જેસો કછુ નાય બચ્યો રે લાલા…..કછુ નાય બચ્યો. બડે દીના યે તે બાવરી અખીયા તેરે દરર્સકો તરસતી હુતી…. આજ વાકો શાતા હે ગઈ….જબ હો થા તબ હરિ નહિ, અક હ રી હે હમ નાહી, પ્રેમ ગલી અતિ સાકરી, તામે દો ન સમાંહી…..”કહેતો તો ગ્વાલ ની આંખોમાંથી ગંગા જમુના વહેવા લાગી.
“ગોપાલ ભૈયા, તું નિત્ય પર્વત કે ઉપર મંદિર મેં આય કે મેરે દર્શન કર. તો કો બડો સુખ પ્રાપ્ત હોય ગો…. “કહેતા શ્રીનાથજી ત્યાંથી સરકી ગયા.
ગ્વાલે પોતાની સુધ સંભાળી. બીજા દિવસથી તે નિયમિત રીતે શૃંગારના દર્શન માં જવા લાગ્યો. દર્શન કરતા કરતા એની આશક્તિ એટલી હદે વધી ગઈ કે હવે એને પોતાની કેડે બાંધેલા હથિયારો બોલવાનીયે યાદી ન રહી. બીજા દર્શનાર્થી એના હથિયારો કેડેથી છોડી આપતા અને દંડવત કરતો. દંડવત કરતી વખતે ગોપાલ ગ્વાલનો કંઠ ભરાઈ આવતો અને અશ્રુધારા વહી નીકળતી. પ્રેમાં અશ્રુ નો પ્રવાહ ઘોડાપૂર ની જેમ ઘસી આવતો અને ભૂમિ ને ભીંજવી જતો. બેશુદ્ધ અવસ્થામાં એને બે વ્રજવાસીઓ ઉઠાવતા અને બંને બાવડા ઝાલીને શ્રી ગિરિરાજજી પરથી નીચે ઉતારતા. એને એ રીતે ઉતરતા જોઈને મુફલીસ ફકીર લલકારી ઉઠ્યો:
“કુફર રીત ક્યાં ઓર ઇસ્લામ રીત,
હર એક રીતે મેં ઇશ્ક કા રાજ હે.’
શ્રી ગોવર્ધનનાથ કી જય👏🏻👏🏻👏🏻

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ — 44
શ્રીગિરિરાજજીની તળેટીમાં ઘણા ગામો. એમાંનું એક ગામ સખીતરા. એના માંડલિયા પાંડે નામનો એક બ્રાહ્મણ રહે. પોતાના જુવાને દીકરાને તાજો જ પરણાવેલો.ગોરી,રૂપાળી અને સુશીલ વહુના પાંડેજી ના ઘર માં પગલા થયા. સગા સબંધી ઓ અને અડોસ -પડોસના સૌ કોઈ વહુ નું મો જોવા આવે અને હરખાઈને ચાંદ ના ટુકડા હુલામણા કરે. ઘર હર્યુભર્યું લાગે. વહુનો ધીમો અને મીઠો અવાજ સાંભળી સાસુ, સસરા, નણંદ એની ઉપર વારી જાય.
એક દિવસ બન્યું એવું કે પાંડેજી ની ભેંસ ખોવાઈ ગઈ. થઈ રહ્યું! નવી વહુ ઉપર વારી જનાર જ વહુને મેણા ટોણા મારવા લાગ્યા:
“બહુ સારા પગલાં લઈને નથી આવી. હજૂ તો હાથની મેંદીનો રંગ ઝાંખો નથી પડ્યો ત્યાં ભેંસ ખોવાઈ ગઈ. ગઈકાલે સાંજે છીકણી ની ડબ્બી ખોવાઈ છે હજુ સુધી નથી મળતી…….. ન જાણે, કાલે ઉઠીને શુય ખોવાશે? એને આજથી ખાવામાં સૂકો રોટલો અને છાસ જ આપજો……..”
આ સાંભળીને વહુ તો બિચારી ધ્રુજી ઉઠી. છીકણી ની ડબ્બી સાસુ વાપરે. ભેંસને ચરાવવા ગ્વાલ લઈ જાય….. અને સૂકો રોટલો વહુ ખાય? આ ક્યાંનો ન્યાય? આ પહેલા એકેય વાર ભેંસ કે છીકણી ની ડબ્બી ખોવાઈ જ નહીં હોય? એ વખતે કોણે સૂકા રોટલા ખાધા હશે? વહુ ના અરમાનોની ઓઢણી એકા એક ચિથરેહાલ થઈ ગઈ. શું કરવું અને શું ન કરવું એ જ એને સમજાયું નહીં. એટલામાં એને દેવદમન સાંભર્યા. વ્રજવાસીઓ પાસેથી તેણે શ્રીનાથજીના મહિમા વિશે ઘણું સાંભળ્યું હતું.
તરત જ ભલી ભોળી વહુ એ મનમાં માનતા રાખી.
” હે સર્વસમર્થ અંતરયામી દેવદમનજી, અમારી ભેંસો ખોવાઈ ગઈ છે. મારા હાથે તો એ ખોવાઈ નથી…… છતાંયે મારા સાસરીયા મને દુણે છે. હું શું કરું? હજુ તો મન ભરીને મેં સંસારેય નથી માંડ્યો. ધણીની સાથે છાની છપની વાતોય નથી કરી ત્યાં આ કેવો જુલામ વરસ્યો? આ લોકો મને કાઢી મૂકશે તો હું ક્યાં જઈશ? પિયરમાં ઓરમાન મા છે એ તો મને જોતાંવેત કમાડ વાસી દેશે. સાસરીયા વેરી થઈને બેઠા છે. ઉપરથી ભૂખનું દુઃખ. મારુ કોઈ સગું હોય તો એક તમે જ છો શ્યામસુંદર. મને જો તમારી માનતા હો તો મારું આટલું કામ કરી આપો ને મારી લાજ સાચવી લો. તમે તો બધા પ્રતાપી છો. એક ભેંસને આજુબાજુમાંથી શોધી કાઢી અમારા ઘરે પાછી મોકલવી તમારા માટે તો રમત વાત છે. જો તમે ભેંસ ને પાછી મોકલાવી આપશો તો હું તમને દસ શેર માખણ આરોગાવિશ…….”
દેવદમન શ્રીનાથજી એ સમયે સખાઓ સાથે વનમાં ખેલી રહ્યા હતા. નવી વહુ નો સંદેશો અંતરના ઊંડાણમાં થી નીકળ્યો હતો એટલે તરત જ આપ શ્રી સુધી પહોંચી ગયો. ભોળા ભગત ના સાચા કરૂણ પોકાર ને ભગવાન સુધી પહોંચતા શી વાર લાગે? શ્રીનાથજીએ પાંડે ની ભેંસ જ્યાં ચરતી હતી ત્યાંથી ડચકારીને ઘરે પાછી મોકલાવી.
ભેંસને પાછી આવેલી જોઇને સૌ રાજી રાજી થઈ ગયા.”વાહ, વહુના પગલા તો ખરેખર શુકનવંતા પણ છે! જંગલમાં ખોવાયેલી ભેંસ ભાગ્યે જ પાછી ફરે! વહુ, જો તો ખરી….. શોધવા ગયા વગર જ આપણને ભેંસ પાછી મળી ગઈ….. તું તો અમારું રતન છો……”
શ્રી ગોવર્ધનનાથજી કી જય👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements