શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 65
પુરનમલે અધિક ધન કમાવવા માટે શ્રી મહાપ્રભુજી ની વિદાય લીધા પછી શ્રી મહાપ્રભુજીએ અધુરી રાખેલી દ્વિતીય પરિક્રમાને ફરીથી આગળ વધારી. દૈવી જીવોના ઉધારઅર્થે, દેશ દેશાંતર ના માયા વાદીઓને પરાસ્ત કરવા માટે અને તીર્થને માન દેવા માટે એમ ત્રણ પ્રકારના કાર્યો સિદ્ધ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ ભારત પરીક્રમણ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો.
વ્રજ યાત્રા કુરુક્ષેત્ર થઈને આપ શ્રી બદ્રિકાશ્રમ તથા વ્યાસાશ્રમ પધાર્યા. ત્યાં શ્રી મહાપ્રભુજી વેદ વ્યાસજીની માળીયા. વ્યાસજીએ પણ શ્રી મહાપ્રભુજીને વિવાહ કરવાની આજ્ઞા આપી. ત્યાંથી આગળ નીકળી હરિદ્વાર, સોરમજી, કનોજ વગેરે સ્થળોએ થઈને શ્રી મહાપ્રભુજી કાશી માં પધાર્યા.
આ તરફ કાશીના હનુમાન ઘાટ પર મધુમંગલ નામના બ્રાહ્મણ નું ઘર હતું. એની મહાલક્ષ્મી નામની કન્યા રૂપ, શીલ અને ગુણથી સાક્ષાત્ લક્ષ્મી જેવી હતી.
શ્રી વલ્લભાચાર્યજી કાશીમાં પધાર્યા છે એ વાત જાણીને મધુ મંગલે ન્યાતના રિવાજ મુજબ, વિવેક પૂર:સર પોતાની કન્યા માટે વાત ચલાવી. શ્રી મહાપ્રભુજીએ પણ ભગવદ આજ્ઞા જાની એ વાત સ્વીકારી લીધી અને માતા ઈલ્લમગારૂજી બોલાવવા સેવકોને દક્ષિણમાં રવાના કર્યા. માતા કાશી આવી પહોંચે એ દરમિયાન શ્રી મહાપ્રભુજી પૂર્વ તરફ શ્રી જગન્નાથજીની યાત્રાએ પધાર્યા.
દક્ષિણના પોતાના વતનથી માતા કાશી આવી પહોંચ્યા અને શ્રી મહાપ્રભુજી પણ શ્રી જગન્નાથજીની યાત્રાએથી પાછા કાશી આવી પહોંચ્યા. શુભ મુહૂર્ત જોઈને વિ. સં.1559 ના અષાઢી સુદ 5( ઈ. સ.1503) ના પાવન દિવસે 24 વર્ષીય શ્રી મહાપ્રભુજીનો મહાલક્ષ્મીજી સાથે કાશીમાં વિવાહ સંપન્ન થયો. વિવાહ પશ્ચાત શ્રી મહાપ્રભુજી કાશીથી પ્રયાગ પધાર્યા અને પ્રયાગ થી ત્રિવેણી ને સામે પાર આરલ (અડેલ) ગામ પાસે દેવ ઋષિ નામના એક નાના એકાંત ગામમાં ઘર બંધાવીને શાંતિપૂર્વક ગૃહસ્થાશ્રમ ની શરૂઆત કરી.
ગૃહસ્થાશ્રમને માંન આપ્યા પછી શ્રી મહાપ્રભુજીએ ત્રીજી પરિક્રમાની શરૂઆત કરી. શ્રી જગન્નાથ પુરી, પંઢરપુર તથા ગુજરાતના પ્રદેશો વટાવતા આપ શ્રી દ્વારકા પધાર્યા.
દ્વારકામાં ઘણા યાદગાર પ્રસંગો સર્જાયા. એમાંનો એક પ્રસંગ ભવિષ્યમાં શ્રીનાથજીના ચરિત્રામૃત ની સાથે સંકળાયેલો હતો……
શ્રી ગોવર્ધનનાથ કી જય👏🏻👏🏻👏🏻

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 66
બન્યું એવું કે ગુજરાતમાં એક સાચોરા બ્રાહ્મણ પતિ-પત્ની રહેતા હતા. એમને એક દીકરો હતો. દીકરાનું નામ રામદાસ. રામદાસ ની ઉંમર ૨૦ વર્ષની થઈ અને એક દિવસ એ સાચોરા બ્રાહ્મણ યુગલનું નું મૃત્યુ થયું. ખેદ પામેલા રામદાસ નિરાધાર હાલમાં, વિરક્ત જેવી દશામાં, શ્રી રણછોડજીના દર્શન કરવા દ્વારકા આવી પહોંચ્યા. દર્શન કરીને પાછા ફરતા હતા ત્યાં જ રામદાસના પગ થંભી ગયા….. કાન સરવા થઇ ગયા. અમૃતવાણી અસ્ખલિત ધારા એ વહી રહી હતી. તેમજ ભાગવતની કથા નો એક સુંદર પ્રસંગ વર્ણવાઇ રહ્યો હતો.
શ્યામ વર્ણના દેહ પર શ્વેત વસ્ત્રો ધારણ કરેલા, દિવ્ય તેજના પુજથી ઝગારા મારી રહેલા લલાટ પર કંકુના ઉદ્ભવ-પુડ તીલકવાળા, તથા રસ જરતી સૌમ્ય વાણી માં શ્રી હરિની કથાનું રસપાન કરાવી રહેલા વાકધીશ શ્રી વલ્લભાચાર્યજીના દર્શન થતા માત્ર માં જ રામદાસના પગ ત્યાં જ થંભી ગયા. એ દિવસની કથાનું સમાપન થતાં સુધી રામદાસ શ્રોતાજનોની સાથે ભળીને બેઠા રહ્યા. બધાના ગયા પછી રામદાસ ઊભા થયા અને શ્રી મહાપ્રભુજી ને દંડવત પ્રણામ કરી વિનંતી કરી:
” મહારાજ મને આપને શરણે લો. આપ તો સાક્ષાત ઈશ્વર છો. આપના વગર મારું આ સંસારમાં કોઈ નથી. આપ હાથ જાલસો તો મારુ જીવ્યું કૃતાર્થ થશે. મા બાપ ની છત્રછાયા અકાળેગુમાવી ચુકેલો હું રામદાસ સાચોરા બ્રાહ્મણ છું. મને બીજું કોઈ જ્ઞાન નથી કે કોઈ આવડત નથી. મનોમન હું આપને સર્વસ્વ માની ચૂક્યો છું…….”
” ઠીક છે અસ્પર્શ માં સ્નાન કરીને આવો. તમારું અહીં આવવું અને અમને મળવું એમાં પણ શ્રી ગોવર્ધનધરન નો કંઈક સંકેત જ છે……”શ્રી મહાપ્રભુજીએ દુભાયેલા રામદાસના મનને શાતા આપી.
શ્રી ગોવર્ધન નાથકી જય👏🏻👏🏻👏🏻

Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877