શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 77
” રામદાસજી આ નવા મોટા મંદિર ની ચાવીઓ ઝૂમખો સંભાળી લો. વસ્ત્રો, આભૂષણ, પાત્રો, સામગ્રી, સેવકો….. સર્વ કંઈ વધી ગયું છે. સાવચેતીપૂર્વક સેવામાં ઉપસ્થિત રહેજો…..”શ્રી મહાપ્રભુજી એ રામદાસ મુખ્યાજી ને બોલાવીને સાવધાન કર્યા.
” જે કૃપાનાથ ચાવીઓનો ઝૂમખો આપ મને આપી રહ્યા છો એટલે હું સમજી ગયો….. હવે મારા દિવસો પુરા થયા. ચાવીઓ ની મને આવશ્યકતા નથી. આજથી 27 વર્ષ પહેલાં આપે જ્યારે શ્રી ગોવર્ધનનાથજીને ગીરીકંદરા માંથી પ્રગટ કરીને એમની સેવા મને સોંપી હતી એના બે દિવસ પહેલા જ સ્વપ્ન દ્વારા શ્રીજી એ મને આજ્ઞા કરી હતી અને જણાવ્યું હતું કે, ‘અમારી સેવાનો વૈભવ ન વધે ત્યાં સુધી તને અમારી એકાંત સેવાનો લાભ ઘણા વર્ષો સુધી મળશે.’હવે શ્રીજીની સેવા નો વૈભવ વધ્યો છે અને વર્ષો પણ ઘણા વીતી ગયા છે. વળી મારો મનોરથ એકાંત સેવાનો જ હતો હવે શક્ય નથી. આપ તો અંતર્યામી છો……. સર્વજ્ઞ છો…… આપની કૃપાથી મને જે ફળ પ્રાપ્ત થયું હતું તે ભોગવવાની અવધી હવે સમાપ્ત થઈ રહી છે…… મારે દેહ ત્યાગ નો સમય નજીક આવી ગયો છે. શ્રી ગોવર્ધન ધરણ મને એમની નિત્યલીલામાં બોલાવી રહ્યા છે…. તો આપ સેવામાં વિક્ષેપ ન પડે એ હેતુથી વહેલી તકે બીજા મુખ્યાજી ની વ્યવસ્થા કરાવી લો અને મને ભૂતલ ત્યાગવાની આજ્ઞા આપો….”
” રામદાસજી તમારા મનની વાત અમે જાણીએ છીએ. શ્રી હરિની ઈચ્છા સર્વોપરી છે. અમે આજે જ બીજા મુખ્યાજી નો પ્રબંધ કરાવીએ છીએ. નવા આવનારને સેવાનો બધો પ્રકાર અને સઘળી વ્યવસ્થા સમજાવીને પછી તમે હરી ઇચ્છાને માન આપજો. તમારી ખોટ અમને જરૂરથી સલસે….”
રામદાસજી સાથે રાજભોગ સમયે થયેલી વાતચીતના અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજીએ ઉત્થાપન ના સમયે સદુ પાંડે વગેરે અગ્રગણ્ય વૈષ્ણવોને એકત્રિત કર્યા.
” પાંડેજી, નવું મોટું મંદિર તો સિદ્ધ થઈ ગયું. હવે એમાં વિવિધ ખાતાઓમાં સેવકો ઘણા જોઈએ છે. વળી શાસ્ત્રની મર્યાદા છે તેથી ભગવત સેવા બ્રાહ્મણ કરે તો સારું. તમે અને તમારી જ્ઞાતિ ના અન્ય જો તૈયાર હો તો……”
” કૃપાનાથ, આપ તો અમારું ભલું જ વિચારો છો પરંતુ અમે અબુધ જીવ છીએ. અમે લોકો સેવા પૂજા ની કોઇ રીત સમજતા નથી. ઘરના અનેક કામમાં અમે વ્યસ્ત રહીએ છીએ. ખેતીવાડી અને પશુપાલનમાં અમને અધિકાધિક સમય તથા વ્યક્તિઓ ની જરૂરિયાત રહે . માટે દેવ દમન ની સેવા અમારા થી તો નહીં થાય. હા સામગ્રી વગેરે ની સેવા માં અમે પાછી પાની નહીં કરીએ. વાર તહેવાર ઉત્સવે અમે આપની આજ્ઞા અનુસાર બહારની સર્વ વ્યવસ્થા કરી આપશું… તેથી આચાર વિચાર અને સેવામાં જે સમજતા હોય એવા ને આપ સેવામાં રાખો તો સારું.”
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
: શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 78
” તમારા ધ્યાનમાં એવા કોઈ છે?”સર્વજ્ઞાતા શ્રી મહાપ્રભુજી એ અત્યંત સરળતાથી પ્રશ્ન કર્યો. શરૂઆતથી જ શ્રીનાથજી સાથે જોડાયેલા ખાસ ખાસ સેવકોને માંન દેવાની શ્રી મહાપ્રભુજીની આ રીત આપણે સમજવા જેવી છે. પોતે સર્વસરવાં હતા. ધારે એ મુજબ કરી શકતા હતા. છતાંય સૌની સહમતી સાધી ને સૌને વિશ્વાસમાં લીધા અને પછી કાર્યને આગળ ધપાવ્યું.
” કૃપાનાથ, શ્રી કુંડ ઉપર એક માધ્વ ગોડિયા સન્યાસી બ્રાહ્મણ યતિ છેલ્લા લગભગ 30 વર્ષથી ઝોપડી બનાવીને રહે છે અને અવારનવાર શ્રી ગિરિરાજજીની પરિક્રમા કર્યા કરે છે. બહુ વિદ્વાન હોય એવું લાગે છે. માધવાનંદ એનું નામ છે. વળી એમના બંગાળી શિષ્યો રાધાકુંડ – કૃષ્ણકુંડ ઉપર રહે છે. આપ કહો તો એ સર્વને સંદેશો મોકલાવી દઉં.”સદુ પાંડે એ પ્રસ્તાવ મૂક્યો.
” ઠીક છે… એમને બોલાવી લાવો.”શ્રી મહાપ્રભુજીએ સસ્મિત કહ્યું. પોતાના વિદ્યાગુરુ ને વર્ષો પહેલા બાળપણમાં આપેલું વચન યથાર્થ કરવાનો સમય હવે આવ્યો લાગે છે.” અને હા પાંડેજી, એક બીજી પણ વાત છે. શ્રી ગોવર્ધનનાથજીની ઈચ્છા ગાય લાવવાની થઈ છે. અમારી પાસે આ સોનાની વીંટી છે તે વેચીને જેટલી ગાય આવે એટલી લાવી આપો…..”
” અરે મહારાજ! આ શું કહ્યું આપે? અમારા ઘરમાં જે ગાયો છે તે કોની છે? આપની જ છે….. શ્રી ગોવર્ધનનાથજીની જ છે….. આપને શરણે આવ્યા પછી હવે અમારું શું છે? આપ આજ્ઞા કરો એટલી વાર ….. ધણ ના ધણ ખડકી દઈએ……”સદુ પાંડે ગળગળા થઈ ગયા.
” નહિ પાંડેજી. શ્રી ગોવર્ધનનાથજી એ અમને આજ્ઞા કરી છે એટલે અમારી ફરજ છે કે અમારા નિજના દ્રવ્યમાંથી સૌ પહેલા ગાય લાવવી જોઈએ. તમે ભેટ મા લાવો તેની અમે ના નથી પાડતા. તમારે ઈચ્છા અને શક્તિ હોય એ પ્રમાણે તમે ગાયની ભેટ કરી શકો છો, પરંતુ સૌથી પહેલા તો આ સોનું વેચીને તેમાંથી ગાય લાવી આપો.”
બીજા દિવસે સવારે શૃંગારના દર્શન ના સમયે શ્રીનાથજી સન્મુખ વાછરડા સહિત બે સુંદર ભરાવદાર ગાયો ભાભરી રહી હતી. સદુ પાંડે એ શ્રી આચાર્યજી ને દંડવત કરી ને ગાયો સોંપી. સોનાની વીંટી વેચીને પ્રાપ્ત થયેલ બંને ગાયો શ્રી વલ્લભાધીશે શ્રી ગોવર્ધનધરણ પ્રેમ પૂર્વક ભેટ કરી. ત્યાં તો મંદિરની બહાર અગણિત ગાયો ભાંભરી ઉઠી! ગાયોની રજના વાદળ ચડ્યા! આચાર્યશ્રી બહાર પધાર્યા. અસંખ્ય ગોવાળો પોતપોતાની ગાયોને સંભાળી રહ્યા હતા. દરેક ઘરમાંથી બબ્બે ચાર-ચાર ગયો શ્રીનાથજી ને ભેટ માં આવી હતી. ગૌરજ વડે અચ્છા દિત થયેલા મુખને ઉપરના વડે પોછતા પોછતા તો આચાર્યશ્રી ભાવવિભોર થઇ ઉઠ્યા.
શ્રી ગોવર્ધન નાથજીકી જય👏🏻👏🏻👏🏻


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877