Explore

Search

August 30, 2025 10:31 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 79 & 80 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 79 & 80 : Niru Ashra

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 79
” કૃપાનાથ, મારા તરફથી 100 ગાયો ભેટ કરું છું. એમાં સૌથી આગળ જે ગાય છે તે શ્રી ગોવર્ધનનાથજી ને ધારોષ્ણ દૂધ આરોગાવનાર ઘુમર ગાય છે. સૌ વ્રજવાસીઓએ નક્કી કર્યું છે કે જેની પણ ગાય પહેલી વાર વિયાય એની વાછડી શ્રીદેવદમનને ભેટ કરવી.”સદુ પાંડે એ વિનંતી પૂર્વક સૌ ગાયોની ભેટ ધરી.
પ્રસન્ન થઈને આપ શ્રી એ ધન્યવાદ દીધા.
આચાર્યશ્રી પાછા વળી રહ્યા હતા ત્યાં જ આપ શ્રી એ ગાયોના ધણ ની પાછળ શ્રી માધવાનંદ ને જોયા. એમની પાછળ લગભગ ચાલીસેક જેટલા ગોડીયા બ્રાહ્મણોને પણ હાથ જોડીને ઉભેલા જોયા. આપશ્રી આગળ વધ્યા અને ગાયોની વચ્ચેથી માર્ગ કાઢતા પોતાના વિદ્યાગુરુ ની સમક્ષ આવીને ઊભા રહ્યા. પરસ્પર ઉચિત અભિવાદન થયા. પોતાના શિષ્ય નો પ્રભાવ નીરખીને ગુરુ ની છાતી ગજગજ ફુલાઈ.
પરમ કૃપાળુ અને ભકતેછા પુરક શ્રીમદ્દ વલ્લભાધીશ પોતાના વિદ્યાગુરુ નો હાથ પકડીને મંદિરની અંદર લઈ આવ્યા અને શ્રીનાથજીની સનમુખ ઉભા કરી દીધા. શ્યામસુંદર ના દર્શન થતા શ્રી માધવાનંદ ધન્ય થઈ ગયા. શ્રી મહાપ્રભુજીએ રામદાસજી સાથે શ્રી માધવાનંદ ની ઓળખાણ કરાવી અને નવડાવીને સેવામાં દાખલ કરાવ્યા. વર્ષો સુધી શ્રીગિરિરાજજીની પરિક્રમા કરતા કરતા એક માત્ર શ્રી નાથજી ની સેવાનો જ મનોરથ સેવ્યા કરનાર શ્રી માધવાનંદ ને આજે ફ્લપ્રાપ્તિ થઈ ગઈ! અડગ શ્રદ્ધા અને કઠોર સાધના દ્વારા સોણલાના વેતરનો હકીકતમાં મબલખ પાક લણી શકાય છે એની પ્રતીતિ મળી ગઈ!
બાકીના ગોડીયા સેવકોને કૃષ્ણદાસ પાસે મોકલાવી દીધા અને કોણે કયુ ખાતુ કઈ રીતે સંભાળવું એ સમજી લેવાની આજ્ઞા કરી.
ભેટ માં આવેલી અસંખ્ય ગાયો ને રહેવા માટે શ્રીગિરિરાજજીની બીજી તરફની તળેટીમાં એક ગામ વસાવ્યું. જતે દિવસે શ્રીનાથજીનું એક લાડકુ નામ રખાયું.- ‘ ગોપાલ ‘ . ગાયોના પાલક ગોપાલના નામ સાથે ગામનું નામ જોડાયું અને થઈ ગયું ‘ગોપાલપુર ‘(જે આજનું જતીપુરા છે).
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻


શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 80
થોડા દિવસ માતો કૃષ્ણદાસે પોતાની કાર્ય કુશળતાથી સૌ ગોડયા સેવકોને જૂપડી ઓ રુદ્ર કુંડ ઉપર તૈયાર કરાવી દીધી અને ઘરવખરી સાથે વસવાટ કરાવી આપ્યો. મંદિરની નજીક જ વસવાટ થવાથી ગોડીયા ઓ વધુ સમય સુધી અને મુક્ત મને સેવામાં ઉપસ્થિત રહેવા લાગ્યા. રામદાસજી એ માધવાનંદ ને સેવાનો સર્વ પ્રકાર શીખવી દીધો.
હવે શ્રી મહાપ્રભુજી બધુ વ્યવસ્થિત કરીને સ્વગૃહે અડેલ તરફ વધારવા માટે તૈયાર થયા. શ્રીનાથજીનો નિત્યનો નેગ બાંધી દીધો. સામગ્રી પહોંચાડવા ની જવાબદારી સદુ પાંડે ને સોંપી. મહાપ્રસાદ દ્વારા નિર્વાહ ચલાવવાની સેવકોને આજ્ઞા આપી અને ગામ પરગામ ફરીને ભેટ ઉધરાવી લાવીને મંદિરનો કારભાર કુશળતાપૂર્વક ચલાવવાની જવાબદારી કૃષ્ણદાસ ને સોંપી એમને શ્રીનાથજીના ભેટીયા તથા અધિકારી તરીકેની શાલ ઓઢાડી. ત્યાં જ એક સેવકે આવીને ખબર આપ્યા: ” જે કૃપાનાથ, રામદાસજી ને દેહ ત્યાગ્ય કિયો હે…….”
” ઓહ, હવે ખરેખર ગોવર્ધન નાથજીની સેવા નો વૈભવ વધવાનો હોય એવું લાગી રહ્યું છે. રામદાસજી સાચું જ કહેતા હતા. શ્રી ગોવર્ધનનાથજીની એકાંત સેવાના દિવસો પૂરા થતાં જ એમનું આયુષ્ય પણ પૂર્ણ થયું. એમની જેવા અનન્યાશ્રયી ભગવદ ભક્ત અલ્પ સંખ્યામાં ભૂતલ પર જન્મ લેતા હોય છે. એમની શું વડાઈ કરવી! એમણે ૨૭ વર્ષ સુધી શ્રી ગોવર્ધનનાથજીની એકાંત સેવાનું સુખ મેળવ્યું છે એ તો ભવિષ્યમાં કદાચ કોઈ નેય નહીં મળે. પુણ્યશાળી દૈવી જીવ ભગવદ ઇચ્છાથી ભૂતલ પર આવ્યો અને પોતાના અલૌકિક મનોરથો પુરા કરીને ફરીથી નિત્યલીલામાં પ્રવેશી ગયો…… નિકુંજનાયકે એમને પોતાની કૃપા નું મહદ દાન આપી દીધુ…..”શ્રી મહાપ્રભુજી એ રામદાસ ચૌહાણની અત્યંત સરાહના કરી.
હવે નિકુંજનાયકની વૈભવી સેવાનો લાભ શ્રી માધવાનંદજી ને અધુરી રહેલી ગુરુદક્ષિણામાં પધરાવી દઇ શ્રી મહાપ્રભુજી અડેલ સ્વગૃહે પધાર્યા…… કારણકે ત્યાં એક અન્ય દૈવી જીવ શરણે આવવાની તૈયારીમાં હતો…. કાશીમાં ગંગાજીના કોઈક ઘાટ પરથી એનાવ. માં ભૂસકો મારીને અડેલ તરફ જ આવી રહ્યો હતો.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements