શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 83
સેવકો અને પરમાનંદ દાસ સહિત શ્રીમહાપ્રભુજી વ્રજમાં ગોકુલ પધાર્યા. પરમાનંદદાસ ને ગોકુલ પર ઘણી આશક્તિ પેદા થઈ. પરંતુ હજુ પણ કંઈક વધુ આકર્ષક તત્ત્વ બાકી હતું એટલે થોડા જ દિવસમાં શ્રી મહાપ્રભુજી સૌને લઈને ગોપાલપુર પધાર્યા. ત્યારે ઉત્થાપન ના સમયે કોટિ કંદર્પ લાવણ્ય, શ્રી વલ્લભના પ્યારા એવા શ્રી ગોવર્ધનનાથજી ના દર્શન કરતા જ પરમાનંદ દાસ ના હોશો હવાસ ગાયબ થઈ ગઈ!
તરત પરમાનંદદાસે ગાવાની શરૂઆત કરી. કેટલાય પદો તાત્કાલિક રચીને ગાયા શયન સુધી ગાતા રહ્યા. બીજા દિવસની સવારે મંગલાના દર્શનમાં પણ પદો ગાયાં. પ્રત્યેક પદમાં અક્ષરશ: લીલા નો આંખે દેખ્યો અહેવાલ સમાયેલો હતો. રસપ્રચુર અને લાલિત્યસભર શ્રી હરિની નોખી નોખી લીલાઓ પરમાનંદ દાસ ના પદો માં ગાગરમાં સાગર ની જેમ સમાવા લાગી. શ્રી ગોવર્ધન ધરણની નિત્ય કીર્તન સેવામાં પરમાનંદદાસ ને આચાર્યશ્રીએ રસમય કરી દીધા. દાસભાવ દ્રઢ કરવા માટે શ્રી મહાપ્રભુજી એ પોતે પરમાનંદદાસ ને બાલ લીલા રસનું દાન કર્યું.
શ્રીગિરિરાજજીની તળેટીમાં સુરભી કુંડ છે ત્યાં પરમાનંદદાસે પોતાનો કાયમી નિવાસ બનાવ્યો . વ્રજ નો જીવ વ્રજની બહાર કેટલો સમય રહી શકે? મીઠા જળનું માછલું ખારા પાણીમાં કેમ કરીને સચવાય ? જે જીવ જ્યાનો હોય ત્યાં અવશ્ય પહોંચી જ જાય. હવે શ્રીનાથજીના ચાર અંતરંગ સખાઓ થઈ ગયા……. એક તો કુંભનદાસ પહેલાથી જ હતા. બીજા સૂરદાસ આવ્યા. ત્રીજા કૃષ્ણદાસ આવ્યા. હવે પરમાનંદદાસ પણ આવી ચૂક્યા. ભિન્ન-ભિન્ન પ્રકારની લીલાઓ ખેલવા માટે ભિન્ન ભિન્ન સ્વભાવવાળા સખાઓ ને શ્રીનાથજીએ એક સ્થળે ભેગા કરી દીધા……! બસ હવે ફક્ત ચાર જ બીજા સખાઓ ની રાહ જોવા ની હતી. એ ક્યારે આવશે અને કેવી રીતે આવશે?!……
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 84
લાલા, આજે કેમ ખેલવા આવતા વાર થાઈ? હું ક્યારનો મારા ખેતરના કામકાજથી પરવારી ને તારી રાહ જોઈ રહ્યો હતો.”
” કુંભના….. તને યાદ છે ? એક વાર આપણે ટોડ ના ઘના માં ગયા હતા અને ત્યાં ઉજાણી કરી હતી ?”
” હા, ઉજાણી એ કરી હતી અને મારા કપડાંય ફાટ્યા હતા….. પગમાં ગોખરુના કાંટા વાગવાથી લોહી પણ નીકળ્યું હતું…… સારી રીતે યાદ છે. લગભગ ત્રીસેક વર્ષ થયા હશે એ પ્રસંગને. એ બધાનો યસ જાય છે પેલા યવન બાદશાહને.
સાંભળીને શ્રી ગોવર્ધનધરણ ખિલખિલાટ હસી ઉઠ્યા. હસતા હસતા બોલ્યા:
” કુંભના, ત્યાં વનમાં આપણને કોણ મળ્યું હતું?”
” સાધુઓના નાગા સંપ્રદાયના મહંત ચતુરાનન….. અને પછીથી..”
” બસ, બસ, પછીથી કોણ મળ્યું હતું એ વાત અત્યારે નથી કરવી. હા તો એ પરમ ભક્ત ચતુરાનાને શ્રી ગિરિરાજની પરિક્રમાં કરતા કરતા આજે ગોવિંદ કુંડ પર મુકામ રાખીને મને રોટલી અને વડી ના રસાવાળા શાકનો ભોગ ધર્યો. એટલા પ્રેમથી મને એ ભોગ આરોગવની વિનંતી કરી કે હું ત્યાં ગયા વગર રહી ન શક્યો. ત્યાં જઈને હું રોટલી અને વડી નું શાક આરોગ્યો. પરંતુ સામગ્રી સાવ ઓછા પ્રમાણમાં હોવાથી હું ભૂખ્યો રહ્યો. આ તરફ માધવાનંદજી એ મને ધરાવેલો રાજભોગ શરાવી લીધો હતો. હવે હું શું કરું? મેં માધવાનંદજીને ફરીથી રાજભોગ ધરાવવાની આજ્ઞા કરી. એમણે ફરીથી બધી તૈયારી કરી અને મને રાજભોગ ધરાવ્યો. ધરાવ્યો તો ખરો પણ પ્રેમપૂર્વક નહીં. એ પોતે પંડિત છે એટલે દરેક કાર્યમાં બુદ્ધિનો ઉપયોગ વધુ કરે છે અને ભાવનાનો ઓછો. એટલે આજે બીજી વારના રાજભોગ થી મને એટલો સંતોષ ન થયો……!
“અરરર, લાલા, એમ વાત છે? તુ અહીં જ રહેજે, હું હમણાં આવ્યો…..”કહેતા કુંભનદાસ પોતાની ઝૂંપડીમાં પ્રવેશ્યા અને પોતાના ભાથા ની પોટલી લઈને તરત બહાર આવ્યા.
ખેતરમાં એક ઘટાદાર વૃક્ષની નીચે લીપણ કરેલા ઓટલા પર કુંભનદાસ પલાઠી વાળીને બેઠા અને પોતાની સામે પછેડી પાથરી શ્રીનાથજી ને ત્યાં બેસવા કહ્યું. શ્રીનાથજી સામે આવીને બિરાજ્યા એટલે કુંભનદાસે ભાથા ની પોટલી ખોલી અને એમાંથી શ્રીનાથજીને આરોગવાનું કહ્યું:
” અરે, કુંભના! હજુ સુધી તું પણ ભૂખ્યો છે?”
” લાલા, તારા આવ્યા વગર હું ભાથાની પોટલી છોડતો નથી અને જ્યાં સુધી એ પોટલીમાંથી પહેલો કોળિયો તું ન ઉઠાવે ત્યાં સુધી હુ ખાતો નથી તું સારી રીતે જાણે છે..”
કુંભનદાસ ની વાત સાંભળી ને શ્રીનાથજી ને અતિશય સ્નેહભાવ છલકાયો. તરત જ બોલ્યા:
” કુંભના, હો તેરી ગોદ મેં બૈઠકે અરોગુ? યો આમને સામને બહુત દૂર લગે હૈ…..”
” આજા, લાલા, દેર મતી કર. તુ બહુત હિ ભૂખ્યો હે આજ. કહે મુખ્યાજી કી ખબર લેલું ઉત્થાપનમે?”
” ના,કુંભના,ના. એસો મતિ કરિયો. અભી સમય આને મે થોડી દેર હૈ. વેતો શ્રી આચાર્યજી કે રાખે હુએ હે…..”કહેતા શ્રીનાથજી પોતાની જગ્યાએથી ઉઠ્યા અને કુંભનદાસના ખોળામાં જઈને બિરાજ્યા.
શ્રી ગોવર્ધન નાથ કી જય 👏🏻👏🏻👏🏻
:
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877