Explore

Search

December 3, 2024 6:12 pm

लेटेस्ट न्यूज़

दादरा नगर हवेली एवं दमन-दीव क्षेत्र भारतीय जनता पार्टी के प्रदेश प्रभारी श्री दुष्यन्त भाई पटेल एवं प्रदेश अध्यक्ष श्री दीपेश टंडेल जी के नेतृत्व में संगठन पर्व संगठन कार्यक्रम दादरा नगर हवेली के कार्य पाठशाला का आयोजन किया गया.

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 91 & 92

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 91 & 92

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 91
કુંભનદાસ ઝૂંપડીમાં ગયા અને અંદરથી એક તપેલી અને ધાબળો લેતા આવ્યા. તપેલીમાં પાણી ભરી ને એણે તાપણા પર ગોઠવી અને ધાબળાની ઘડી ખોલીને શ્રી ગોવર્ધન ધરણના સમગ્ર શ્રી અંગે કસીને વીંટાળી દીધો-ફક્ત મૂખજ દેખાય એ રીતે. ” જુનો ધાબળો ઘણા સમયથી ફાટી ગયો હતો એટલે ગઈકાલે જ બજારમાંથી આ નવો ધાબળો ખરીદો છે. તારા હાથે એનું ઉદઘાટન થયું. લાલા, તારી રેશમી ગદલ જેઓએ સુવાળો નથી. બરછટ છે એટલે ખુચતો હશે….. પણ હવે તારી ધ્રુજારી ઓછી થઈ ગઈ કે નહીં?”
” થોડી થોડી ઓછી થઈ ગઈ, કુંભના….. પણ હજુય હુ ધ્રુજુ છું….. મને કશી ને આશ્લેષમાં લઇ ને… તો કદાચ ઠંડી દુર થાય….”
તરત કુંભનદાસ ઉઠ્યા અને બંને બાહુઓમાં શ્રીનાથજીને કસી લીધા. પોતાની છાતી સરસુ શ્રીનાથજી નું મુખ ચાપી દીધું અને આખા શ્રી અંગે પોતાના હાથ ઘસી ઘસીને ઉષ્મા આપવા લાગ્યા. સ્વામી અને સેવક નું સખાભાવ નું આવું મિલન દ્રશ્ય જોઈને ગાય પણ હર્ષિત થઈને ભાંભરી ઉઠી અને પોતાના વાછરડાને જીભ વડે ચાટી ચાટીને વહાલ કરવા લાગી. કેવા ભાગ્ય હશે કુંભનદાસ ના કે આખુ બ્રહ્મજ એમના આશ્લેષણમાં સમાઇ ગયું!!
તપેલી નું પાણી ઉકળવા લાગ્યું હતું. તરત પોતાની ધોતી ફાડીને એમાંથી રૂમાલ જેવડા બે કકડા કર્યા અને પાણીમાં બોળી દીધા. એક કકડા ને બહાર કાઢી નીચોવી લેતા કુંભનદાસ બોલ્યા:
” લાલા, આ ગરમ ભીના વસ્ત્રોથી તારા અંગે લાગેલા ચંદનના લેપ ને સાફ કરી દઉ, આવ. હસ્ત બહાર કાઢતો….”
શ્રીનાથજીએ ધાબડામાંથી ધ્રૂજતા હસ્તને વારાફરતી બહાર કાઢ્યા. કુંભનદાસ હળવે હાથે ભીનું પોતું ફેરવતા ગયા અને ચંદનનો લેપ કાઢતા ગયા. બંને ચરણ પરથી અને વક્ષ: સ્થલ પરથી પણ એ જ હળવાશથી અને સ્નેહથી કુંભનદાસ ચંદનના લેપને દૂર કર્યો. ગરમ પોતુ ઠંડું પડે એ પહેલાં જ એને તપેલીમાં નાખીને તપેલી માનું ગરમ પોતું બહાર કાઢતા જાય અને લેપ ઘસતા જાય. થોડીવારમાં તો આખા શ્રી અંગ પરથી લેપ દૂર થઈ ગયો. શ્રી ગોવર્ધન ધરણે હળવાશ અનુભવી. નિકુંજ નાયક નો આ ખેલ પણ ગજબનો હતો ને! પૂરનમલે ચંદન સમર્પિત કર્યું ત્યારે અતિ પ્રસન્ન થયા હતા અને આજે કુંભનદાસે ચંદનને શ્રી અંગ પરથી દૂર કર્યું ત્યારે ફરીથી અતિ પ્રસન્ન થયા! આ બંને ભાવનાને પામી ન શકનાર સન્યાસી પંડિત શ્રી માધવાનંદજી ને ક્યાંથી સમજાય કે શ્રીનાથજી કેમ કરી પ્રસન્ન થાય?!
” લાલા, હવે સારું લાગે છે?” તાપણા પર પોતાની બંને હથેળીઓ તપાવીને શ્રીનાથજીના બંને કપોલ પર એને દબાવતા કુંભનદાસ એ પૂછ્યું.
” હા, કુંભના…. બહુ સારું લાગે છે…. પણ કાલે યતીજી ફરીથી ચંદનનો લેપ લગાડશે તો?”શ્રીનાથજીએ નિર્દોષ બાલ ભાવે ભય વ્યક્ત કર્યો.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻

શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 92
” લાલા, તું તો બડો કીમિયાગર છો. લોઢું લોઢાને ટીપે એમ પંડિતને પંડિતાય જ હરાવે. કંઈક એવો કીમિયો અજમાવ કે પંડિતની ભાવનાય પોસાય અને તારો ત્રાસ પણ દૂર થાય. તું તો એક કાંકરે ઘણા બધા પક્ષીઓ ઉડાડવા વાળો છે. જરાય ડર્યા વગર મંદિરમાં જા અને સુખેથી પોઢ….. સવારે સૌ સારા વાના થઈ રહેશે……” કહેતા ફરીથી પોતાની ગરમ હથેળીઓ શ્રીનાથજીના કપોલ પર હળવેથી દબાવતા કુંભનદાસે વહાલ કર્યું.
” ઠીક છે, તું કહે છે તો જાવ છું તારા વચન પર મને ભરોસો છે અને જોરે સવારે સૌ સારાવાના થઈ રહેશે એમ પણ માની લઉં છું…” કહેતા શ્રીનાથજી મુડા પરથી ઉઠ્યા અને ધાબળો કુંભનદાસ ને ઉડાડ્યો. શ્રીનાથજી ની આવી અવળવાણી અને કરણીના માપ કુંભનદાસ સિવાય કોણ કળી શકે?
” કુંભના, તારી ગયાનું થોડું ધારોસણ દૂધ પીવડાવી દે ને મને. એટલે પેટમાંય થોડો ગરમાવો જાય…..” કૃપા વરસાવવા જ જ્યાં શ્રી ગોવર્ધન ધરણ પ્રગટ થયા હોય ત્યાં ક્યાં સુખની અછત વર્તાય!
” આવ, લાલા. તારે માટે જ તો આ શ્યામાને રાખીને છે અહિ…..” કહેતા કુંભનદાસે એ તાપણા પાસેથી મુડો ઉપાડ્યો અને ગાયના પેટ ની નીચે મૂક્યો…..” બેસ આના પર. હું શ્યામા ને દોહી લઉં….”
શ્રીનાથજીએ મૂડા પર બેસીને મુખ ખોલ્યું. કુંભનદાસ ગાય દોહવા લાગ્યા. આચળ માંથી સરરર…. સરરર કરતી દૂધની ધારા ઓ સીધી મુખમાં જવા લાગી. ગટક….. ગટક દૂધ પીવાવા લાગ્યું. ગાય સ્નેહપૂર્વક વાછરડાને ચાટતી રહી…. કુંભનદાસ વહાલપૂર્વક ગાયને દોહતા રહ્યા અને ત્રણ ભુવનના નાથ પોતાની પ્રેમ સુધા સમાવતા રહ્યા.
ઓચિંતાની શ્રીનાથજીને ટીખળ સુજી. ગાયનું એક આચળ પકડીને કુંભનદાસ ના મોં તરફ ફેરવીને દબાવ્યું. દૂધની ધારા કુંભનદાસ ની આંખો માં અને મો પર પિચકારી ની જેમ ફેરવી અને પોતે ખિલખિલાટ હસતા હસતા ખેતરમાં દૂર દૂર ભાગી ગયા. અપ્રસન થઈને પધારેલા લાલાને પુર બહારમાં પ્રસન્ન કરી ને પાછા મોકલનાર તો કુંભનદાસ જ હો.
કુંભનદાસ આંખો ચોળતા ચોળતા ઊભા થયા અને લાલા ના આ ખેલ પર વારી જઈને કીર્તન ગણગણિ ઉઠ્યા.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग