Explore

Search

November 21, 2024 12:46 pm

लेटेस्ट न्यूज़

ગુજરાતી નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા (1923-2008) નો જન્મદિવસ 21 January : Manoj Acharya

ગુજરાતી નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા (1923-2008) નો જન્મદિવસ 21 January : Manoj Acharya

ગુજરાતી નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા (1923-2008) નો જન્મદિવસ 21 January : Manoj Acharya
ગુજરાતી નવલકથાકાર, ફિલ્મી પત્રકાર, વાર્તાકાર, દિગ્દર્શક અને અભિનેતા વિઠ્ઠલ કિરપારામ પંડ્યાનો જન્મ 21 જાન્યુઆરી 1923 નાં રોજ સાબરકાંઠાના કાબોદરા ગામે થયો હતો. 1942માં મૅટ્રિકની પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કરી. વળી રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષામાં પણ તેઓ ઉત્તીર્ણ થયા. ગુજરાત તથા હિંદી ચલચિત્રોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામગીરી કરી. લોકપ્રિય કથા સાહિત્યની પરંપરાને વળગી રહીને સાહિત્યસર્જન કરનાર આ વ્યાવસાયિક લેખકની નવલકથાઓ અને વાર્તાસંગ્રહોમાંથી ઊપસી આવતાં પાત્રો સામાન્ય વાચકવર્ગને આકર્ષવામાં સફળ નીવડ્યાં છે. તેમની નવલકથાઓમાં ‘મીઠાં જળનાં મીન’ (1958), ‘મન, મોતી ને કાચ’ (1960), ‘ચિરપરિચિત’ (1963), ‘દરદ ન જાને કોય’ (1964), ‘નિષ્કલંક’ (1966), ‘મન મેલાં, તન ઊજળાં’ (1968), ‘ગજગ્રાહ’ (1970), ‘આંખ ઝરે તો સાવન’ (1971), ‘સાત જનમના દરવાજા’ (1972), ‘આ ભવની ઓળખ’ (1974), ‘ભીંત વિનાનું ઘર’ (1975), ‘માણસ હોવાની મને બીક’ (1977), ‘આખું આકાશ મારી આંખોમાં’ (1978), ‘અહીં તરસ, ત્યાં વાદળી’ (1980), ‘લોહીનો બદલાતો રંગ’ (1981), ‘શમણાં તો પંખીની જાત’ (1982), ‘યાદોનાં ભીનાં રણ’ (1983), ‘નૈન વરસ્યાં રાતભર’ (1984), ‘લાંછન’ (1987), ‘અંજળપાણી’ (1989), ‘જીવાદોરી’ (1991) વગેરેનો સમાવેશ થાય છે. એમના વાર્તા સંગ્રહોમાં ‘રસિકપ્રિયા’ (1960), ‘અંગૂઠા જેવડી વહુ’ (1965), ‘જખમ’ (1968), ‘આસક્તિ’ (1975), ‘નહિ સાંધો, નહિ રેણ’ (1981), ‘નિરુત્તર’ (1992)નો સમાવેશ થાય છે. ઉપરાંત, ‘ગજરાતી ફિલ્મોના પાંચ દાયકા’ શીર્ષક હેઠળ તેમની ગુજરાતી ફિલ્મોનો પરિચય આપતી પુસ્તિકા 1982માં તથા ‘અસલી નકલી ચેહરા’ શીર્ષક હેઠળ જુદી જુદી વ્યક્તિઓનાં ચરિત્રોનો તેમનો સંગ્રહ 1993માં પ્રકાશિત થયેલ છે. મુંબઈમાં વસેલા આ ગુજરાતી લેખકની 1972માં પ્રકાશિત નવલકથા ‘સાત જનમના દરવાજા’ને 1973માં ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. 49 નવલકથા અને 10 વાર્તાસંગ્રહ સર્જનાર વિઠ્ઠલ પંડ્યાનું અવસાન 3 જુલાઈ 2008 નાં દિવસે થયું હતું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग