Explore

Search

October 30, 2025 2:17 pm

लेटेस्ट न्यूज़
Advertisements

જીવનચરિત્ર કથા : ભાગ 167 અંતરિક્ષની ભારતીય પરી કલ્પના ચાવલાનો જન્મદિવસ (1962-2003) : Manoj Acharya

જીવનચરિત્ર કથા : ભાગ 167 અંતરિક્ષની ભારતીય પરી કલ્પના ચાવલાનો જન્મદિવસ (1962-2003) : Manoj Acharya

જીવનચરિત્ર કથા : ભાગ 167
અંતરિક્ષની ભારતીય પરી કલ્પના ચાવલાનો આજે જન્મદિવસ (1962-2003) છે.
ભારતના પહેલા મહિલા અંતરિક્ષયાત્રી કલ્પનાનો જન્મ હરિયાણાના કેનાલમાં થયો હતો. ચાર ભાઇ બહેનોમાં સૌથી નાની કલ્પનાનું હુલામણું નામ મોન્ટુ હતું. કલ્પના ચાવલા એ માધ્યમિક શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ, કર્નાલ શાળામાં અને ૧૯૮૨માં ચંડીગઢ પંજાબ ઇજનેરી કોલેજ ખાતે એરોનોટિકલ એન્જીનિયરિંગ બેચલર ડિગ્રી પૂર્ણ કરી હતી. તેઓ ૧૯૮૨માં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને ૧૯૮૪ માં એર્લિંગ્ટન ખાતે આવેલી ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરીંગ માં M.S. ની ડિગ્રી મેળવી. કલ્પના ચાવલાએ બીજી M.S. ડિગ્રી૧૯૮૬માં અને Ph.D.૧૯૮૮માં બાઉલ્ડર ખાતે યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ પૂર્ણ કરી હતી. બાદમાં તેમણે નાસા એમ્સ સંશોધન કેન્દ્ર પર કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં તેણીએ વર્ટિકલ લઘુ ટેકઓફ અને લેન્ડિંગ ખ્યાલો પર CFD સંશોધન કર્યું. ૧૯૯૪માં નાસાએ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે પસંદગી કરી ત્યારબાદ કલ્પના ચાવલા માર્ચ ૧૯૯૫માં નાસાના અવકાશયાત્રી કોર્પ્સ જોડાયા હતા અને તે ૧૯૯૬માં પ્રથમ ઉડાન માટે પસંદ થયા. તેમનું પ્રથમ અવકાશી મિશન ૧૯ નવેમ્બરથી ૫ સપ્ટેમ્બર ૧૯૯૭ સુધી એસટીએસ ૮૭ ઉપર પ્રાઇમ રોબોટીક આર્મ આપરેટર તરીકે ફરજ બજાવી. છ અવકાશયાત્રી સાથે સ્પેસ શટલ કોલંબીયા એસટીએસ-૮૭માં ફ્લાઇટ ઉડાન ભરી. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજી ભારતીય અંતરિક્ષયાત્રી વ્યક્તિ હતી. તેના પ્રથમ અવકાશ મિશનમાં ચાવલાએ પૃથ્વીની ૨૫૨ ભ્રમણકક્ષામાં ૧૦.૪ કરોડ માઇલની મુસાફરી કરી અને ૩૭૨ કલાક કરતાં વધુ અવકાશમાં રહ્યા હતા. એસટીએસ-૮૭ પોસ્ટ ફ્લાઇટ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી, ચાવલાને અવકાશયાત્રી કચેરીમાં સ્પેસ સ્ટેશન પર તકનિકી કામગીરી સોંપવામાં આવી હતી. ૨૦૦૦માં તેણીએ એસટીએસ-૧૦૭ની ટુકડીના ભાગરૂપે બીજા ઉડ્ડયન માટે પસંદ કરવામાં આવી હતી. ૧લી ફેબ્રુઆરી, ૨૦૦૩ના રોજ ધરતીથી ૬૩ કિલોમીટર દુર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમ્યાન સ્પેસ શટલ કોલમ્બીયા તુટી પડતા કલ્પના ચાવલા અને બધા સાત યાન સભ્યોનું ટેક્સાસમાં મૃત્યુ નીપજ્યું હતું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements