સ્પોર્ટ્સ ક્લબ ઓફ વાપી ચલામાં આવેલા સ્વિમિંગ પૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક પુલ પાર્ટીનું થયેલું આયોજન:
સ્પોર્ટ્સ ક્લબ ઓફ વાપી ચલા ખાતે
બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ હોવાથી તનાવ મુક્ત થઈ વિદ્યાર્થીઓ એન્જોય કરી શકે એ માટે દરેક વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક પુલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આશરે 250 જેટલા વિદ્યાર્થીઓએ પુલ પાર્ટીમાં ભાગ લઈ સ્વિમિંગ, અક્વા ઝુંબા, વિવિધ પ્રકારની એક્સરસાઇઝ, વિવિધ રમતો, ડી જે ડાંસ ની મોજ માણી હતી. સ્વિમિંગ પૂલ ખાતે આવેલા રૂફ ટોપ રેસ્ટોરન્ટ દ્વારા આઈપીએલ મેચ નું પણ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું, સાથે સાથે પાણીપુરી અને પીઝા ની પણ લેહજત માણી હતી. સ્પોર્ટ્સ ક્લબ વાપીના સંચાલક શ્રી હાર્દિક જોશી એ જણાવ્યું હતું કે સ્વિમિંગ દ્વારા વિદ્યાર્થીઓને ફિટનેસ ની સાથે સાથે સ્ટ્રેસ ફ્રી રહેવા માં મદદ મળે છે જેનાથી એમનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આ ઉનાળામાં સ્વિમિંગ શીખવા માટે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આકર્ષક ઓફરો પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે વાપી નગરપાલિકાના પૂર્ણ સહયોગથી કે આ વર્ષે વાપીના આઠ બાળકો નેશનલ લેવલ સ્પર્ધામાં જવા માટે તૈયારી કરી રહ્યા છે. ક્લબમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના ઉત્કૃષ્ટ કોચ દ્વારા બાળકોને તૈયાર કરવામાં આવી રહ્યા છે અહી દરેક ઉંમરના વ્યક્તિને સ્વિમિંગ શીખવવામાં આવે છે. સ્વિમિંગ કરવાથી વજન નિયંત્રણમાં રહે છે, તેમજ હૃદય, ડાયાબિટીસ જેવા રોગોને નિયંત્રણમાં રાખી શકાય છે.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877