Explore

Search

August 30, 2025 6:54 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

ધાર્મિક કથા : ભાગ 188માતા સીતાનો જન્મ ત્રેતાયુગમાં : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 188માતા સીતાનો જન્મ ત્રેતાયુગમાં : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 188
માતા સીતાનો જન્મ ત્રેતાયુગમાં વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તારીખે પૃથ્વીની પુત્રી તરીકે થયો હતો. મા સીતા સંપત્તિ અને સમૃદ્ધિની દેવી છે. તેથી જ આ દિવસને સીતા નવમી કહેવામાં આવે છે.
જનક નંદિની માતા જાનકી તો ભારતીય સતીત્ત્વ કે નારીતાનું પ્રેરક અને જીવંત પ્રતીક છે. સીતા તો જાતે સંતાપ સહન કરીને, અનેક કષ્ટ સહન કરીને, વિશેષ તેજ પ્રગટાવીને જાણે ભગવાન રામથી પણ આગળ નીકળી જાય છે. સીતાનો જન્મ પણ ચમત્કારી અને વિદાય પણ ચમત્કારી. ધરતીની પુત્રી ધરતીમાં સમાઈ જાય છે. વેદમાં સીતા કૃષિની દેવી મનાઈ છે. ‘સીતા’ શબ્દનો અર્થ થાય, હળથી ખેડાઈને ધરતીમાંથી મળેલી કે ઉત્પન્ન થયેલી. વાલ્મીકિ રામાયણ તેમ જ બીજી પાછળની રામકથાઓ પ્રમાણે મિથિલાના રાજા જનક દ્વારા હળથી ધરતી ખેડતાં એમાંથી મળેલ કન્યાનું નામ ઉત્પત્તિ પ્રમાણે ‘સીતા’ રખાયું. જનકની પુત્રી હોઈ તે ‘જાનકી’ કહેવાઈ આ રીતે જાનકી ‘અયોનિજા’ કહેવાયા. એક પ્રશ્ન ઘણાં લોકોના મનમાં ઊઠે છે. ભગવાન રામ અને માતા સિતા વચ્ચે ઉંમરનું કેટલાં વર્ષનું અંતર હતું. એ પ્રશ્નનો જવાબ રામાયણમાં છે, જેમાં એક દોહો રજૂ કરવામાં આવેલો છે.
वर्ष अठारह की सिया, सत्ताईस के राम। कीन्हो मन अभिलाष तब, करनो है सुर काम ।।
અર્થાત ભગવાન રામ અને સીતા માતા વચ્ચે વચ્ચે નવ વર્ષનું અંતર હતું. એ ઉપરાંત વાલ્મિકી રામાયણ અનુસાર માતા સીતા કરતા ભગવાન રામ સાત વર્ષ અને એક મહિનો મોટા હતા. રામના જન્મ ના સાત વર્ષ અને એક મહિના પછી મિથિલામાં માતા સીતાનું પ્રાગટય થયું હતું. માતા સીતાના ઉજજવળ ચરિત્રનો મૂળ આધાર તેમનો અટલ ‘પતિવ્રતા’ ધર્મ છે. વનગમન, વનવાસ, રાવણ દ્વારા અપહરણ, અગ્નિ પરીક્ષા, રામ દ્વારા ત્યાગ વગેરે પ્રસંગોમાં તેમના પતિવ્રતની કસોટી થાય છે. સીતાના ચરિત્રમાં નારી-સુલભ વૃત્તિઓ પણ જણાય છે. સુવર્ણમૃગ પ્રસંગમાં નારીસહજ સૌંદર્ય તરફનું આકર્ષણ પ્રબળ બન્યું છે. રાક્ષસીઓને દંડ ન દેવા હનુમાનને સમજાવતી સીતામાં નારીને યોગ્ય ક્ષમાશીલતા પ્રગટ થાય છે. સીતાજીનું હૃદય તો વાત્સલ્ય અને મમતાભર્યું છે. એમાં કયાંય કૃત્રિમ વ્યવહાર નથી. વનમાં પર્ણકુટિર આગળ રાવણનો સત્કાર કરતી અને ચિત્રકૂટમાં નાગરિકો સહિત ભરતના આગમન પર સૌની દિલથી સેવા કરતી સીતામાં ‘અતિથિ ધર્મ’ અને સેવાની ભાવના દેખાય છે જે સેવા, શીલ, સમર્પણ અને સહન શીલતાની ગુણસુગંધ ફેલાવે તે આદર્શ ભારતીય નારી એવા નારીજીવનનો આદર્શ સીતાના ચરિત્રમાંથી પ્રગટ થાય છે. સીતાના અગ્નિપ્રવેશ પ્રસંગે બ્રહ્માજી રામને કહે છે, “સીતા લક્ષ્મીજી અને આપ વિષ્ણુ છો”. ભાગવતમાં પણ લખ્યું છે કે રામ વિષ્ણુના અવતાર અને સીતા લક્ષ્મીનો અવતાર છે. ભગવાન રામ પ્રાચીન ગ્રંથોમાં મુખ્યત્ત્વે લોકરક્ષક અને મર્યાદા પુરુષોત્તમ તરીકે વર્ણવાયેલા છે. પ્રેમલક્ષણા ભકિતનો પ્રભાવ સીતા-રામની ભકિત ઉપર પણ પડયો અને એના પરિણામે સત્તરમી સદીમાં ‘રામરસિક સંપ્રદાય’ અસ્તિત્ત્વમાં આવ્યો. આ સંપ્રદાયને જાનકી વલ્લભ સંપ્રદાય અને જાનકી સંપ્રદાય જેવાં બીજાં પણ નામોથી ઓળખવામાં આવે છે.
🙏🏻 जय हो सिता मैया की 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements