Explore

Search

August 30, 2025 6:50 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

જીવનચરિત્ર કથા : ભાગ 189 આયુર્વેદના પરમ ઉપાસક અને વઢવાણનાં વૈદ્યશ્રી પ્રજારામ નરોત્તમ રાવળ જન્મદિવસ : Manoj Acharya

જીવનચરિત્ર કથા : ભાગ 189 આયુર્વેદના પરમ ઉપાસક અને વઢવાણનાં વૈદ્યશ્રી પ્રજારામ નરોત્તમ રાવળ  જન્મદિવસ : Manoj Acharya

જીવનચરિત્ર કથા : ભાગ 189
આયુર્વેદના પરમ ઉપાસક અને વઢવાણનાં વૈદ્યશ્રી પ્રજારામ નરોત્તમ રાવળ (1917-1991) નો આજે જન્મદિવસ છે.
એમનો જન્મ વઢવાણ ખાતે ૩ મે, ૧૯૧૭ના દિવસે થયો હતો. અહીં જ દાજીરાજ હાઇસ્કુલમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેઓ મેટ્રિક થયા બાદ ઈ. સ. ૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક થયા. ઈ. સ. ૧૯૫૪થી ઈ. સ. ૧૯૭૨ સુધી એમણે ભાવનગરની કૉલેજમાં અધ્યાપક અને ત્યારબાદ ઈ. સ. ૧૯૭૫ સુધી આચાર્ય તરીકે કાર્ય ક્ર્યું હતું. તેઓ વ્યવસાયે વૈદ ઉપરાંત કવિ, અનુવાદક અને આયુર્વેદના અધ્યાપક પણ હતા. વડોદરામાં ગોવિંદ સ્વામી (1921-1944) એમના સહાધ્યાયી. 1954થી 1972 સુધી ભાવનગરની આયુર્વેદ કૉલેજમાં પહેલાં અધ્યાપક, પછી ઉપાચાર્ય અને 1972થી 1975 આચાર્ય અને 1976માં નિવૃત્ત થયા. કવિતા અને વૈદકશાસ્ત્ર એમના એકસરખા રસના વિષયો હતા. ‘આયુર્વેદનું અમૃત’ ભાગ 1 અને 2 (1974, 1991) એમના આયુર્વેદના ગ્રંથો છે, જેમાંના પ્રથમ ભાગને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. બંને ગ્રંથો એમની જીવનભરની આયુર્વેદની જ્ઞાન સાધનાના પરિપાકરૂપ છે અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિના વિવિધ કિસ્સાઓના અભ્યાસનો નિચોડ એમાં નિરૂપાયો છે. આયુર્વેદના ઉપચાર, પ્રચાર, પ્રસાર માટે તેમણે મહત્વની સેવા કરી છે. તેમણે ચામડીના રોગો વિશે 1985માં એક પુસ્તિકા પ્રગટ કરેલી. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ તેમને ડી.લિટ્.ની માનાર્હ પદવી પ્રદાન કરેલી. એમના પરગજુ અને સંવેદનશીલ સ્વભાવને કારણે અનેકને લાભ થયો. કવિતા ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર સર્જન છે. એમનું કાવ્યસર્જન અનુગાંધી યુગના કવિઓની હરોળમાં સ્થાન પામે છે. સુશ્ર્લિષ્ટ છંદોરચના, સંવેદનશીલ કાવ્યાનુભૂતિ અને ચિત્રાત્મકતાથી એમની કવિતા સમૃદ્ધ છે. સૉનેટ, મુક્તક અને ગીત રચનાઓમાં એમની કલમ સરસ રીતે વિલસે છે. ‘ઝાલાવાડી ધરતી’ તેમનું જાણીતું ગીત છે. લાંબી કાવ્ય રચનાઓ એમની પાસેથી મળી નથી. એમનાં ઋતુકાવ્યો આકર્ષક અને આહલાદક છે. એમનું સંસ્કૃતનું જ્ઞાન પ્રગાઢ હતું. તેમણે કાલિદાસના મહાકાવ્યનો કરેલો અનુવાદ ‘રઘુવંશ’ (1985) ગુજરાતીમાં તે પ્રકારના અનુવાદમાં માતબર ગણાય તેવો છે. રામાયણના સુંદરકાંડનો અનુવાદ ‘સીતા અશોકવનમાં’ નામે એમણે આપ્યો છે. ‘પરબ્રહ્મ’ (1985) નામે કાવ્ય સંગ્રહમાં શ્રી અરવિંદનાં કાવ્યોનો અનુવાદ છે. સ્વામી વિવેકાનંદનાં કેટલાંક કાવ્યોનો અનુવાદ પણ એમણે કર્યો છે. ભાવનગરની સાહિત્ય સભાના તેઓ મંત્રી હતા. એમનું અવસાન ૨૮ એપ્રિલ, ૧૯૯૧ના રોજ થયું હતું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements