Explore

Search

October 22, 2025 1:43 pm

लेटेस्ट न्यूज़
Advertisements

વલસાડ જીલ્લા માહીતી વિભાગે આપેલી માહીતી

વલસાડ જીલ્લા માહીતી વિભાગે આપેલી માહીતી

તારીખ ૦૯-૫-૨૦૨૩
વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ

પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ
~~~ સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોને પકડવામાં અને ગુનાઓ ડીટેક્ટ કરવામાં સફળતા
મળી
—લોકોના જાનમાલના રક્ષણ અને કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તેમજ ગુનાઓ બનતા
અટકાવવા સીસીટીવી કેમેરા ખુબ જ ઉપયોગી
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૯ મે
વલસાડ જિલ્લો તથા કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ ખાતે કેમિકલ્સ, ગારમેન્
પ્લાસ્ટીક, ફાર્માસ્યુટીકલ પેપર અને જંતુનાશક દવા વિગેરેનું ઉત્પાદન કરતા નાના-મોટા
ઔધોગિક એકમો આવેલા છે તેની સાથે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય પણ વિકાસ પામ્યો છે.
જેના કારણે વલસાડ જિલ્લામાં પરપ્રાંતીય લોકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં વસવાટ કરે
છે.
ભુતકાળમાં વલસાડ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા બનેલા મિલકત અને શરીર
સબંધી ગુનાઓમાં રાજ્ય બહારની ગેંગ અને ગુનેગારોની ધરપકડ કરી ગુનાઓનો ભેદ
ઉકેલવામાં આવ્યો છે. આ તમામ પ્રકારના મિલકત સંબંધી અને શરીર સબંધી ગુનાની
તપાસ દરમ્યાન સ્થાનિક પોલીસ, લોકલ કાઇમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ તથા અન્ય
શાખા/વોડ દ્વારા વલસાડ જિલ્લામાં પોલીસ વિભાગ રેલ્વે વિભાગ જુદા-જુદા સરકારી
વિભાગ, ખાનગી વ્યકિત કે સંસ્થા દ્વારા લગાડવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજનો
અભ્યાસ કરી ગુનામાં સંડોવાયેલ વ્યકિતના ફોટોગ્રાફ્સ અને ગુનામાં ઉપયોગમાં લીધેલા
વાહનના પ્રકાર અને વાહનના નંબર, ગુનાની મોડસ ઓપરેન્ીના આધારે જુદી-જુદી ગેંગ કે
ગુનેગારની ઓળખ કરી ગુનાઓ ડીટેકટ કરવામાં આવ્યા છે. આમ સી.સી.ટી.વી. કેમેરા
ગુનાની તપાસ તથા ગુના શોધવા ખુબ જ ઉપયોગી છે.
સી.સી.ટી.વી. કેમેરા ટ્રાફીક નિયમન અને રોડ અકસ્માત સબંધી ગુનાઓ શોધવામાં
ખુબ જ મદદરૂપ થાય છે. રહેણાંક વિસ્તાર, સોસાયટી, બિલ્ડીંગ, શાળા કોલેજ અને
શૈક્ષણિક સંસ્થા વિગેરેમાં સિનિયર સિટીઝન મહિલા, બાળકો અને વિદ્યાર્થીઓ અને
લોકોની સુરક્ષા માટે સી.સી.ટી.વી. ખુબ જ ઉપયોગી થઇ શકે તેમ છે. જુદી-જુદી બેન્કો,
નાણાંકીય સંસ્થા, ઇન્સ્ટ્રીયલ પાર્ક, ફુડ ઝોન કોમર્શિયલ બિલ્ડીંગ, શોપિંગ મોલ, શૈક્ષણિક
સંસ્થાઓ, જવેલરી શોપ, શો-રૂમ, પાર્કિંગ પ્લોટ, પાર્ટી પ્લોટ, લગ્ન હોલ, ખાનગી મનોરંજનના
સ્થળ વિગેરે સી.સી.ટી.વી. કેમેરા દ્વારા લોકોના માલ મિલકત ઉપર દેખરેખ રાખી નુકશાન થતુ
અટકાવી શકાય તેમજ ગુનાહિત પ્રવૃત્તિ ઉપર વોચ રાખી શકાય છે. આમ, વલસાડ

જિલ્લામાં લોકોના જાનમાલના રક્ષણ અને કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તેમજ ગુનાઓ
બનતા અટકાવવા તથા ગુનાઓ શોધવા માટે સી.સી.ટી.વી. કેમેરા ખુબ જ ઉપયોગી છે.
જેથી નીચે જણાવેલી જગ્યા ઉપર જરૂરીયાત મુજબ એન્ટ્રી, એકઝીટ, આવવા જવાના
રસ્તા, પાર્કિંગ, મકાન/બિલ્ડીંગના આગળ-પાછળ અને બંને સાઇડ તરફ મુખ્ય રોડ રસ્તા
કવર કરે તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાડવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લામાં બનતા મિલકત અને શરીર સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલા
ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસને મદદરૂપ થાય તે હેતુ માટે તેમજ જાહેર જનતાની શાંતિ
અને સલામતી જાળવવા સારૂ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.
આગ્રેએ ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની ક્લમ-૧૪૪થી મળેલી સત્તાની
રૂએ ઉપરોક્ત જણાવેલ પ્રિમાઈસીસ સ્થળે સી.સી.ટી.વી. કેમેરા (વિઝન તથા હાઈ
ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીમ કાર્યરત કરવા હુકમ કર્યો છે.
-000-
બાગાયત વિભાગની છૂટા ફૂલો,દાંડી ફૂલો અને કંદ ફૂલોની ખેતીમાં સહાયનો લાભ લેવા
અરજી કરવી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૯ મે
ગુજરાત રાજયના બાગાયત વિભાગ દ્વારા ફૂલોની ખેતીને પ્રોત્સાહન આપવા માટે
વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જે મુજબ (૧) છૂટા ફૂલો (લૂઝ
ફલાવર્સ)ની ખેતીમાં સહાય યોજના કાર્યરત છે. આ યોજનાના ધારાધોરણો મુજબ સામાન્ય
જાતિના ખેડુતને રૂ. ૨૨૦૦૦/હેકટર અને અનુ જાતિ અને અનુ જનજાતિના ખેડૂતને
રૂ.૩૦૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય (૨) દાંડી ફૂલો (કટ ફલાવર્સ) ખેતીમાં સહાય
ઘટક મુજબ સામાન્ય જાતિના ખેડૂતને રૂ.૫૫૦૦૦/હેકટર અને અનુજાતિ અને અનુ
જનજાતિના ખેડૂતને રૂ.૬૫૦૦૦/હેકટર સુધીની મર્યાદામાં સહાય (૩)
કંદફૂલો (બલ્બ
ફલાવર્સ) ખેતીમાં સહાય યોજનાના ધારાધોરણો મુજબ સામાન્ય જાતિના ખેડુતને
રૂ.૮૨૦૦૦/હેકટર અને અનુ જાતિ અને અનુ જન જાતિના ખેડૂતને રૂ.૯૭૦૦૦/હેકટર
સુધીની મર્યાદામાં સહાય. બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨-૨૪ માં બાગાયત
ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે –
KHEDUT પોર્ટલ તા.૩૧.૦૫.૨૦૨૩ સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે.
આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન
અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલી અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનીક કાગળો
જેવા કે ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે
સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ
સંકુલ,પહેલો માળ, એચ.ડી.એફ.સી.વલસાડ બેંક શાખાની સામે, તિથલ
રોડ,વલસાડ-૩૯૬૦૦ ટેલીફોન નંબર ૦૨૬૩૨ ૨૪૩૧૮૩ ખાતે જમા કરાવવાની રહેશે એમ
નાયબ બાગાયત નિયામકશ્રી,વલસાડની અખબાર યાદીમાં જણાવ્યું છે.
-000-
વલસાડ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું ગોવામાં સન્માન કરાયું
— વલસાડના પારડી સાંઢપોરના શિક્ષિકા, કપરાડા- સંજાણના સીઆરસી કો.ઓર્ડિનેટર
અને વલસાડના સામાજિક કાર્યકરની કામગીરીને બિરદાવાઈ

વલસાડ તા. ૯ મે
વલસાડ જિલ્લામાં શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે સેવા કરી માનવતાની મહેક
પ્રસરાવનાર ચાર સેવાભાવી વ્યક્તિઓનું ગોવાના મડગાવ ખાતે સ્થિત શ્રી ચૈતન્ય સેવા
સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. સામાજિક કાર્યક્ષેત્રે ઉત્તમ કામ કરતા વ્યક્તિ
વિશેષને છેલ્લા ૨૫ વર્ષથી આ સંસ્થા સન્માનિત કરી રહી છે. જેમાં આ વર્ષે પણ ગુજરાત
મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોમાંથી કુલ ૨૯ જેટલા શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક કાર્યમાં
જેમણે ઉત્તમ સેવા આપી હોય એમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વલસાડ તાલુકાના પારડી સાંઢપોર
પ્રા.શાળાના શિક્ષિકા મેઘા પાંડે કે, જેઓએ કોરોના દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટીવ
કામગીરી કરી હતી અને નેશનલ કક્ષાએ પાવર લિફ્ટીંગમાં ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
ઉમરગામ તાલુકાના સંજાણ કેન્દ્રના સી.આર.સી.કો-ઓર્ડિનેટર સોનલબેન દેસાઈ દર વર્ષ
જરૂરિયાતમંદ વિદ્યાર્થિઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી નેશનલ
કક્ષાએ તરણ સ્પર્ધામાં સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. કપરાડા તાલુકાના ખરેડી
સી.આર.સી. કેન્દ્રના સી.આર.સી.કો-ઓર્ડિનેટર કૃણાલભાઈ પટેલ પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં
રાજ્ય કક્ષાએ ચેમ્પિયન રહ્યા હતા તેમજ કોરોનાકાળ દરમિયાન બાયસેગના માધ્યમથી
ઓનલાઈન શિક્ષણકાર્ય થકી વિદ્યાર્થીઓને પ્રેરણા, હુંફ અને પ્રોત્સાહન થકી શિક્ષણ પુરૂ
પાડયુ હતુ. વલસાડના સામાજિક કાર્યકર પ્રજ્ઞેશભાઈ પાંડે કે જેઓ છેલ્લા ૧૫ વર્ષથી ફ્રી
મેડિક્લ વિતરણ, ગરીબ દર્દીઓને ધાબળા વિતરણ, ફુથપાથ પરના નિરાધારને ૧૫૦૦૦
જેટલા ફુડ પેકેટ વિતરણ કર્યા છે. આ તમામ સામાજિક, શૈક્ષણિક સેવાભાવીઓનું સન્માન
મડગાવ ધારાસભ્ય, ગોવાના પૂર્વ મુખ્યમંત્રીશ્રી દિગંબર કામત અને ગોવા રાજ્યસભા સાંસદ
વિનયભાઈ તેંડુલકાની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લાના આ તમામ સેવાભાવી કાર્યકરોએ જિલ્લાનું નામ રોશન કર્યુ છે. જે બદલ
શાળા પરિવાર અને અગ્રણીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
-000-
વલસાડના દમણિયા સોની સમાજ દ્વારા સમર કાર્નિવલ યોજાયો
– બાળકોએ આરોગ્ય, સુરક્ષા, વિજ્ઞાન અને પર્યટન સ્થળની મજા માણી સાથે જ્ઞાન પણ
મેળવ્યું

વલસાડ, તા. ૯ મે
વલસાડના શ્રી દમણિયા સોની મંડળ દ્વારા બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત કરાવતા
સમર કાર્નિવલ(કેમ્પ)નું ઓયજન કરવામાં આવ્યું હતુ. સોની સમાજના આ કાર્નિવલમાં 12
વર્ષ સુધીના કુલ 30 બાળકોએ ભાગ લીધો હતો.
કાર્નિવલના કન્વીનર ભક્તિબેન દેવાંગભાઇ પારેખ અને રૂપેશભાઇ પારેખ દ્વારા રોજ
નવી નવી પ્રવૃત્તિ કરાવવાનું આયોજન કરાયું હતુ. જેમાં પ્રથમ દિવસે બાળકોને તીથલ બીચ
પર લઇ જઇ યોગ અને વિવિધ રમતો રમાડાઇ હતી. બીજા દિવસે સાયન્સના વિવિધ
પ્રયોગો કરાવાયા હતા અને સમાજના ડેન્ટીસ્ટ હેત્વી સૌરભભાઇ પારેખ એને મનાલી દ્વારા
બાળકોના દાંતનું ચેકિંગ અને તેમને દાંતની સુરક્ષા માટે વિવિધ ટીપ્સ આપવામાં આવી હતી.
ત્રીજા દિવસે રંગોળી અને વૈદિક ગણિત શિખવાયું હતુ. ચોથા દિવસે બાળકોને વલસાડ
રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવાઇ હતી. જ્યાં તેમને પોલીસની કામગીરી અંગેની

સમજ અપાઇ હતી. અહીં રૂરલ પીઆઇ સચીન પવારે તમામ બાળકો સાથે ખુબ
ઉત્સાહભેર વાત કરતાં પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું બાળકોને શિખવ્યું હતુ. છેલ્લા દિવસે
બાળકોને ધરમપુર સાયન્સ સેન્ટ્રની મુલાકાતે લઇ જવાયા હતા. જ્યાં બાળકોને અવકાશના
3ડી શો બતાવવામાં આવ્યો હતો. તેમજ સાયન્સના વિવિધ પ્રયોગો પણ દર્શાવાયા હતા.
સમગ્ર કાર્નિવલ દરમિયાન રોજ બાળકોને વિવિધ નાસ્તાઓ તેમજ રોની બે ગિફ્ટ
આપવામાં આવી હતી. જેના કારણે બાળકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
-000-

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements