Explore

Search

November 22, 2024 9:28 pm

लेटेस्ट न्यूज़

દાદરા નગર હવેલી ને દમણ દીવ મા ગેરકાયદે ચાલતા ફર્મહાઉસ બંધ કરાવરાશે ? : Keshav Batak

દાદરા નગર હવેલી ને દમણ દીવ મા ગેરકાયદે ચાલતા ફર્મહાઉસ બંધ કરાવરાશે ? : Keshav  Batak

કચીગામની ઘટના બાદ લોકચર્ચામાં આવેલો
ગંભીર મુદ્દો : પ્રશાસન ધ્યાને લેશે ?
દમણમાં ગેરકાયદે બનેલા ફાર્મહાઉસો
પ્રવાસનના નામે જોખમીની ચર્ચા
હાઉસ બનાવી પ્રવાસીઓને ભાડે
આપવાનો ધગધગતો ધંધો શરૂ થયો
છે. જેમાં ગત રવિવારના રોજ
દમણના સાંસદના ફાર્મ હાઉસમાં
એક પરિવારનો ૧૫ વર્ષનો પુત્ર
સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા મોત થયું
હતું. જ્યારે લગભગ મોટી દમણ
અને નાની દમણમાં ૫૦ થી ૬૦
જેટલા ફાર્મ હાઉસો છેલ્લા ત્રણ-ચાર
વર્ષમાં ઉભા થઈ ગયા છે અને જેમાં
સ્વિમિંગ પૂલ લગભગ બે જેટલી રૂમ
અને ટેબલ ખુરશીની વ્યવસ્થા ઉભી
કરવામાં આવી છે.
| (દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૬ : ગઈકાલે
દમણમાં કચીગામના ખાનગી
ફાર્મહાઉસના સ્વીમીંગપુલમાં એક
કિશોર ડુબી જવાની ઘટના બાદ
દમણમાં ખેતી અને રહેણાંક
વિસ્તારમાં સરકારી કચેરીની
કોઈપણ જાતની પરિમશન મેળવ્યા
વગર બેફામ ઉભા કરી દેવાયેલા
ફાર્મહાઉસમાં ગેરકાયદે દારૂ-
બિયરની મહેફિલ અને ગુનાહિત
પ્રકારની અનેક ઘટના બનતી
હોવાની ચર્ચા ઉઠવા પામી છે. પરંતુ
વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં
કેમ કોઈ કાર્યવાહી કરાતી નથી જેવા
અનેક પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા
છે.પ્રાપ્ત વિગત મુજબ સંઘપ્રદેશ
દમણ એક પ્રવાસન ધામ તરીકે
સમગ્ર દેશમાં જાણીતું બન્યું છે અહીં
રોજે રોજ લાખોની સંખ્યામાં
પ્રવાસીઓ વેકેશન દરમિયાન
આવતા હોય છે તો અન્ય સમયે પણ
પ્રવાસીઓથી ધમધમતું રહેતું આ
દમણમાં હવે નવો ટ્રેન્ડ શરૂ થયો
છે. જેમાં દમણના અનેક ગામોમાં
ગેરકાયદે ટુરિઝમ વિભાગ કે ગ્રામ
પંચાયતની પરમિશન મેળવ્યા વગર
પોતાની ખેતીની જમીનમાં ફાર્મ
જે ફાર્મ હાઉસમાં પ્રવાસીઓ
એક દિવસ માટે ભાડેથી રાખે છે.
અને તેમાં અનેક ગેરકાયદે પ્રવૃત્તિ
સરકારની પરમિશન વિરુદ્ધની થતી
હોવાનું બહાર આવી રહ્યું છે જોકે
સરકારી ધારા ધોરણ મુજબ
ફાર્મહાઉસ બનાવવું હોય તો ૪૪
ગુંઠા એટલે કે ૪૪,૦૦૦ સ્ક્વેર
ફૂટથી વધુ જમીન જરૂરી છે. પરંતુ
દમણના અનેક ગામોમાં માત્ર
આઠથી દસ ગુંઠા જમીનમાં ફાર્મ
હાઉસ ઉભા થયા છે અને ધમધમી
પણ રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં ખૂબ
જ સારું પ્રશાસન કરતા પ્રફુલભાઈ
પટેલના વિસ્તારમાં આ પ્રવૃત્તિ ચાલી
રહી છે તે અંગે પણ તપાસ કરી
કાર્યવાહી કરવાની જરૂર દેખાઈ રહી
છે. જોકે અનેક ફાર્મહાઉસ
બનાવનારા દ્વારા ટુરીઝમ
વિભાગમાંથી ઇકો ફ્રેન્ડલી અંગેની
પરમિશન પણ મેળવવી હોવાનું
જાણવા મળી રહ્યું છે. પરંતુ જેઓએ
સરકારી વહીવટી તંત્રની કે
ગ્રામપંચાયતમાંથી ફાર્મ હાઉસ
બનાવવા અંગેની પરમીશન ન
મેળવી હોય તેવા ગેરકાયદે ફાર્મ
હાઉસ સંચાલકો સામે કાર્યવાહી
કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં
માંગ થઈ રહી હોવાની ચર્ચા થઈ
રહી છે.
(દમણગંગા ટાઈમ્સ Saujanya)

.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग