જીવનચરિત્ર કથા : ભાગ 212
તત્વજ્ઞાની કવયિત્રી ગીતા સૂર્યવંશી પરીખ (1929-2012) નો આજે જન્મદિવસ છે.
ગીતા પરીખનો જન્મ ૧૧ ઑગસ્ટ ૧૯૨૯ ના દિવસે ભાવનગરમાં વિજયાબેન અને પરમાનંદ કાપડિયાના જૈન પરિવારમાં થયો હતો. તેમના પિતા સામાજિક કાર્યકર અને સ્વતંત્રતા સેનાની હતા. તેમણે પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શાળા શિક્ષણ મુંબઈની ફેલોશિપ સ્કૂલમાંથી પૂરું કર્યું. તેઓ ૧૯૪૫ માં મેટ્રિકની પરીક્ષામાં ઉતિર્ણ થયા. તેમણે ૧૯૪૯માં વિલ્સન કૉલેજમાંથી બીજા વર્ગ સાથે તત્વજ્ઞાન (ફિલોસોફી) વિષયમાં બી.એ. અને પછી ૧૯૫૨ માં તે જ વિષયમાં એમ.એ. ને પદવી મેળવી. ૧૯૮૮ માં તેમણે ધીરુ પરીખના માર્ગદર્શન હેઠળના તેમના મહાનિબંધ -અર્વાચીન ગુજરાતી કવિયત્રીઓ સાથે પીએચ.ડી. કર્યું. ત્યાર બાદ તેમણે થોડો સમય કૉલેજમાં ભણાવ્યું. ૧૯૫૩માં, તેમણે ગાંધીવાદી સૂર્યકાંત પરીખ (૯ જાન્યુઆરી ૧૯૨૬ – ૫ એપ્રિલ ૨૦૧૯) સાથે લગ્ન કર્યા. સંતાનના જન્મ પછી, તેમણે પોતાનું ધ્યાન પરિવાર તરફ કેન્દ્રિત કર્યું.યતેમણે અમદાવાદની ઇંગ્લિશ ક્લબ ઑફ શારદા મંદિર સ્કૂલમાં ભણાવવાનું કામ કર્યું. ૧૯૭૪ની શરૂઆતમાં તેમણે સંગીતના શાસ્ત્રીય અને બીજા સ્વરૂપો શીખ્યા. ૧૯૫૦ માં તેઓ રામનારાયણ પાઠક પાસે મીટર (કાવ્ય પ્રકાર) શીખ્યા હતા અને તેમણે રાજેન્દ્ર શાહ પાસે પણ માર્ગદર્શન મેળવ્યું હતું. તેમનો કવિતામાં રસ વધવા માંડ્યો અને ૧૯૫૧ માં કુમાર માસિકમાં તેમની પ્રથમ કવિતા “મારું લગ્ન” પ્રકાશિત થઈ. પરીખે લગભગ તમામ પ્રકારનાં કાવ્યો લખ્યા હતાં. તેમણે ૯૦૦ થી વધુ કવિતાઓ લખી હતી. તેમની પસંદ કરેલી એકસો કૃતિઓ ૧૯૬૬માં પૂર્વીનામના સંગ્રહમાં પ્રકાશિત થઇ હતી. આ કવિતાઓ પ્રેમની ભાવના, વિવાહિત જીવન અને દર્શન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પૂર્વીને ગુજરાત સરકાર નું પ્રથમ ઇનામ મળ્યું હતું. ૧૯૭૯માં, તેમનો બીજો કવિતા સંગ્રહ, ભીનાશ પ્રકાશિત થયો, જેમાં પ્રકૃતિ, પારિવારિક જીવન, માતાપિતાના મૃત્યુ અને ભક્તિ જેવા વિષયો પરની કવિતાઓ શામેલ છે. તેમણે સિત્તેર ગુજરાતી કવિયત્રીયો (૧૯૮૫) નામનો સંક્ષિપ્ત જીવનચરિત્રોનો સંગ્રહ પણ સંપાદિત કર્યો હતો, જેમાં તેમના મહાનિબંધના જીવનચરિત્રોનો સમાવેશ થયો છે. કાવ્યસ્પંડિતા (૧૯૮૮) એ તેમનો વિવેચન સંગ્રહ છે. ચિંતનયાત્રા (૧૯૭૪)માં તેમણે તેમના પિતાના નિબંધો સહસંપાદીત કર્યા અને નવો પલટો (૧૯૬૩)માં તેમણે વિમલા ઠાકરની કવિતાઓનો અનુવાદ કર્યો છે. તા. 7 એપ્રિલ 2012 નાં દિવસે તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877