ઉડી ગયેલા બલ્બનું કડવું સત્ય…!
તાજેતરમાં નિવૃત્ત થયેલા એક IAS અધિકારી ગાંધીનગર રહેવા
આવ્યા, અને શહેરમાં સ્થાયી થયા.
આ મોટા નિવૃત્ત IAS અધિકારી પાર્કમા ફરતાં લોકોને
તિરસ્કારથી જોતાં, પણ તે કોઈની સાથે વાત કરતા ન હતા.
એક દિવસ, તેઓ સાંજે એક વૃદ્ધ વ્યક્તિ સાથે ગપસપ કરવા
બેઠાં અને પછી સતત તેમની બાજુમાં બેસવા લાગ્યા, પરંતુ
તેમની વાતચીતનો વિષય એક જ હતો કે હું વડોદરામાં એટલો
મોટો IAS ઓફિસર હતો કે, પૂછશો જ નહીં, અહીં તો હું
મજબૂરીથી આવ્યો છું.
મારે તો દિલ્હીમાં સ્થાયી થવું જોઈતું હતું . ત્યાં મજા આવત.
અને તે વડીલ દરરોજ શાંતિથી તેમની વાત સાંભળતા હતા. પણ
એક દિવસ પરેશાન થઈ ગયેલા વૃદ્ધે તેને સમજાવ્યું..;
શું તમે ક્યારેય ઉડી ગયેલ બલ્બ જોયો છે..?
બલ્બ ઉડી ગયા પછી, શું કોઈ જોવે છે કે બલ્બ કઈ કંપનીનો
બનેલો હતો અથવા કેટલા વોટનો હતો અથવા તેમાં કેટલો
પ્રકાશ કે ઝગમગાટ હતો..?
બલ્બ ના ઉડી ગયા પછી ઊપર ની કોઈ વિગત નુ જરાય મહત્વ
નથી, લોકો આવા બલ્બને કચરા ટોપલી માં નાંખે છે કે નહી..!
પેલા નિવૃત્ત IAS અધિકારીએ સંમતિમાં માથું ધુણાવ્યું, ત્યારે
વડીલે વધુમાં કહ્યું…;
નિવૃત્તિ પછી આપણા બધાની હાલત પણ ઉડી ગયેલા બલ્બ
જેવી થઈ જાય છે.
આપણે ક્યાં કામ કરતા હતા, કેટલા મોટા/નાના હોદ્દા પર હતા,
આપણી સ્થિતિ/વટ શું હતો, આ બધાથી કોઈ ફરક પડતો નથી.
હું ઘણા વર્ષોથી આ સોસાયટીમાં રહું છું અને આજ સુધી મેં
કોઈને કહ્યું નથી કે, હું બે વખત સંસદ સભ્ય બનેલો છું.
શર્માજીની સામે જે બેઠેલા છે તે રેલ્વે મા જનરલ મેનેજર હતા.
સામેથી આવતા જોશી સાહેબ લશ્કરમાં બ્રિગેડિયર હતા.
પેલા પાઠકજી ઈસરોના ચીફ હતા. તેમણે આ વાત કોઈને કહી
નથી, મને પણ નહીં, પણ હું જાણું છું કે બધા ઉડી ગયેલા બલ્બ
લગભગ એકસરખા જ હોય છે, પછી ભલે તે ઝીરો વોટના હોય
કે 50 કે 100 વોટના…
પ્રકાશ નહી, તો ઉપયોગિતા પણ નહી.
દરેક વ્યક્તિ ઉગતા સૂર્યને જળ અર્પણ કરીને પૂજા કરે છે. પરંતુ અસ્ત થતા સૂર્યને કોઈ પૂજતું નથી.
કેટલાક લોકો પોતાના પદને લઈને એટલા બધા વહેમમાં હોય છે
કે, નિવૃત્ત થયા પછી પણ તેઓ તેમના સારા દિવસો ભૂલતા
નથી. અને તેઓ તેમના ઘરે પ્લેટો (તકતી) લગાવે છે..;
નિવૃત્ત IFS/ નિવૃત IAS/ નિવૃત્ત IPS/ નિવૃત્ત PCS/ નિવૃત્ત
ન્યાયાધીશ વગેરે વગેરે..
હવે આ નિવૃત્ત IFS/ IAS/ IPS/ DR/ PCS/
તહેસીલદાર/પટવારી/ બાબુ/ પ્રોફેસર/પ્રિન્સિપાલ/ શિક્ષક
એવી વળી કયાં કોઈ પોસ્ટ છે..?
ભાઈ માન્યુ કે તમે ખૂબ મોટા ઓફિસર હતા, હોશિયાર પણ
હતા; ઓફીસમા તમારો વટ હતો. પણ તેનુ હવે શું..?
વાસ્તવમાં આનાથી કોઈ ફરક નથી પડતો, પણ મહત્વનું એ છે
કે તમે જયારે ઓફિસમાં પદ ઉપર હતા, ત્યારે કેવા માણસ હતા.
..?તમે જીવનને કેટલું સ્પર્શ્યું/કેવું જીવ્યા..?
તમે સામાન્ય લોકો પર કેટલું ધ્યાન આપ્યું..?
તમારા મિત્રોના કેટલા કામમાં આવ્યા.
તમારા કર્મચારીઓને કેટલા કામમાં આવ્યા, તમારી પવિત્ર ડ્યુટી
કેવી રીતે બજાવી..?
લોકો ને કેટલા મદદરૂપ થયા..?
અથવા તો માત્ર અભિમાનમાં જ રહયા..?
કોને કેટલા ઘકકા ખવડાવ્યા ??
ઓફિસમાં રહીને જો તમે અહંકાર જ કરતા હોય તો યાદ
રાખજો.
કે એક દિવસ દરેકને ઉડી ગયેલા બલ્બ જ થવાનું છે.
આ પોસ્ટ એવા લોકો માટે અરીસો છે કે, જેઓ પદ અને સત્તા
ધરાવતા હોય પણ પોતાની કલમથી ક્યારેય સમાજનું હિત કરી
શકયા નથી; અને નિવૃત્તિ પછી સમાજ માટે મોટી ચિંતા કરવા લાગે છે.
હજી પણ સમય છે, ચિંતન કરો, અને સમાજ ના હિત મા જે
કઈ થઈ શકે તે કરીએ, અને પોતાના પદ રુપી બલ્બથી સમાજને
રોશન કરીએ.



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877