Explore

Search

July 20, 2025 5:03 pm

लेटेस्ट न्यूज़
Advertisements

૮૭ પ્રાથમિક શાળાઓના બાળકો માટે તિથી ભોજન કાર્યક્રમની ઉજવણી

૮૭ પ્રાથમિક શાળાઓના બાળકો માટે તિથી ભોજન કાર્યક્રમની ઉજવણી

૮૭ પ્રાથમિક શાળાઓના બાળકો માટે
તિથી ભોજન કાર્યક્રમની ઉજવણી
નં.ઇડીએન/ડીએનએચ/જીએનએલ/૨૦૨૩/50S
તા-૦૧/૧૧/૨૦૨૩ સંઘ પ્રદેશના આદરણીય પ્રશાસક મહોદય શ્રી પ્રફુલભાઇ પટેલના આપણા પ્રદેશમાં
આગમનથી જ એમણે બાળકોના શિક્ષણ તથા ઉજ્વળ ભવિષ્ય સહિત સર્વાંગી વિકાસ માટેના
વિવિધ ચક્રો ગતિમાન કર્યા, જેના ભાગરુપે એમની પ્રેરણાથી મધ્યાહ્ન ભોજન અંતર્ગત લોક ભાગીદારી દ્વારા તિથી ભોજન કાર્યક્રમનુ પદાર્પણ કર્યુ. જેમા બાળકોને મધ્યાહ્ન ભોજનની સાથે સાથે દાતાઓ દ્વારા એમના પ્રાસંગિક દિવસોએ તિથી ભોજન આપવામાં આવે છે.
જે અંતર્ગત આજરોજ તારીખ ૦૧/૧૧/૨૦૨૩ ના રોજ ૮૭ પ્રાથમિક શાળાઓમાથી ૧૫૦૦૦ થી વધારે બાળકોને રિલાઇન્સ ફાઉંડેશન દ્વારા તિથી ભોજન આપવામાં આવ્યું. જેમા
રિલાઇન્સ ફાઉંડેશનના કર્મચારીઓ સાથે જિલ્લા પંચાયત શિક્ષણવિભાગના અધિકારીઓ હાજર
રહી, બાળકોને સંપૂર્ણ ભોજન પિરસવામાં આવ્યું.
બાળકોને મધ્યાહ્ન ભોજનની સાથે સાથે પુરક પૌસ્ટિક આહાર મળી રહે તે માટેના આદરણીય પ્રશાસક મહોદય શ્રી પ્રફુલભાઇ પટેલના પ્રયત્નોને વધાવી લેવાના એક નાનકડા પગલા રૂપેના
સદર તિથીભોજન કાર્યક્રમમા શાળાના બાળકોએ હર્ષ ઉલ્લાસ પુર્વક આનંદની લાગણી સાથે ભાગ લીધો હતો.
સહાયક હિસાબી અધિકારી / કચેરીના વડા
પ્રાથમિક શિક્ષણ વિભાગ દાદરા અને નગર હવેલી સેલવાસ

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements