*કેશવ બટાકે પ્રધાનમંત્રીને લખ્યો પત્ર : કૉમન સિવિલ કોડ સમયની માંગ* * સંસદના મોનસૂન સત્રમાં બિલ રજૂ કરવાનું અને પાસ કારવવાનો મોદી સરકાર માટે સુવર્ણ અવસર: એન.આર.આઈ.ગ્રુપના કન્વીનર લંડન : એન.આર.આઈ.ગ્રૂપ લંડન (યુ.કે.) ના કન્વીનર અને મૂળ દમણ નિવાસી કેશવ બટાકે સમાન નાગરિક ધારા બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પાઠવી જણાવ્યું છે કે,આપની સરકારના ભગીરથ પ્રયાસોને પરિણામે દેશ વિશ્વ મહાશક્તિની દિશામાં અગ્રેસર છે.જેનાં માટે હું સાત સમંદર પારથી આપને અને આપની સરકારને અભિનંદન આપું છે. પરંતુ આ સંજોગોમાં એક કમજોર કડીને દૂર કરવી જરૂરી છે.અને તે છે સમાન નાગરિક ધારો (Common Civil Code) હવે આ કમજોર કડીને દૂર કરવાનો સમય આવી ગયો છે. સંસદના આગામી ચોમાસું સત્રમાં આ કાનૂન લાગુ થાય તેવી લાગણીઓ દેશની કરોડો અવામ વ્યક્ત કરી રહી છે. આપની સરકાર ચુનૌતીનો સામનો કરવા માટે સક્ષમ પણ છે. સમાજમાં જ્ઞાતિ – ધર્મનું અંતર ઘટી રહ્યું છે એટલે સમાન કાનૂન જરૂરી છે.આધુનિક ભારતના યુગમાં લોકો સમાજ ધર્મ, સમુદાય અને જાતિના પરંપરાગત બંધનોને ફગાવીને એક સમાન બની રહ્યા છે. દિલ્હી હાઇકોર્ટે પણ સમામ નાગરિક કોડના પક્ષમાં હોય, ત્યારે આવા સંજોગોમાં આપની રાહ આસાન બની શકે તેમ છે.બંધારણની કલમ 44 મુજબ સમાન નાગરિક કોડની આશાઓ,અપેક્ષાઓને હકીકતમાં બદલવાનો સમય આવી ગયો છે. વધુમાં તેમણે ઉમેર્યું છે કે,450 વર્ષની અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ વિવાદ, તેમજ 72 વર્ષથી ગૂંચવાયેલ ધારા 370 હટાવવામાં આવી ત્યારે કરોડો ભારતવાસીઓએ તેનું સ્વાગત કર્યું હતું. હવે એમાં એક નવી કડીનો ઉમેરો કરી શકાય.પોતાની જન્મભૂમિના 130 કરોડ નાગરિકો વતી આ કમજોર કડીરૂપ અભેદ્ય કિલ્લાને ભેદવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સફળ થશે તેવી લાગણી વ્યક્ત કરી છે.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877